Home /News /tech /PUBG: News Stateની લૉંચ ડેટ જાહેર, આ તારીખે થશે રિલીઝ અને આવી હશે ખાસિયત
PUBG: News Stateની લૉંચ ડેટ જાહેર, આ તારીખે થશે રિલીઝ અને આવી હશે ખાસિયત
11 નવેમ્બરના રોજ રિલીઝ થશે PUBG: New State
PUBG: News State- પબજી: ન્યૂ સ્ટેટની જાહેરાત ફેબ્રુઆરીમાં થઈ હતી. ત્યારથી અત્યારસુધીમાં 50 મિલિયનથી વધુ પ્રિ-રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મુંબઈ: પબજી મોબાઈલ ગેમ (PUBG Mobile game)ના ચાહકો ઘણા સમયથી પબજી: ન્યૂ સ્ટેટ (PUBG: NEW STATE)ની રાહ જોઈ રહ્યા હતા. હવે તેમની રાહનો અંત આવવા જઈ રહ્યો છે. આગામી 11 નવેમ્બરના રોજ પબજી ન્યૂ સ્ટેટને લોન્ચ કરવામાં આવનાર છે. આ ગેમ વૈશ્વિક સ્તરે 17 જેટલી ભાષાઓમાં લોન્ચ થશે. ઉલ્લેખનીય છે કે પબજી: ન્યૂ સ્ટેટ ગેમ (PUBG: New State) 2051 પર સેટ કરવામાં આવી છે અને સ્માર્ટફોનમાં ગેમ પ્લેયર્સ માટે નેક્સ્ટ જનરેશન બેટલ રોયલનો અનુભવ આપશે.
200થી વધુ દેશોમાં લોન્ચ થશે
આ ગેમ બનાવનાર ક્રાફ્ટન કંપનીનું કહેવું છે કે, PUBG Mobile ગેમના આ નવા વર્જનને ભારત સહિતના 200થી વધુ દેશોમાં Android અને iOS પર લોન્ચ કરવામાં આવશે. પબજી: ન્યૂ સ્ટેટની જાહેરાત ફેબ્રુઆરીમાં થઈ હતી. ત્યારથી અત્યારસુધીમાં 50 મિલિયનથી વધુ પ્રિ-રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ જાહેરાત બાદ તરત જ આ ગેમ માટે પ્રિ-રજિસ્ટ્રેશન પ્રક્રિયા વૈશ્વિક સ્તરે શરૂ કરવામાં આવી હતી અને ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં લાઈવ થઈ હતી.
પબજી: ન્યૂ સ્ટેટ ગેમ (PUBG: New State) 2051 પર સેટ કરવામાં આવી છે અને સ્માર્ટફોનમાં ગેમ પ્લેયર્સ માટે નેક્સ્ટ જનરેશન બેટલ રોયલનો અનુભવ આપશે. આ ગેમમાં નવી ગનપ્લે સિસ્ટમ તેમજ નવી રેન્ડરિંગ ટેકનોલોજીનો પણ સમાવેશ થશે. એક રીતે આ ગેમ PC વર્જન જેવી હશે. આ સાથે વેપન કસ્ટમાઇઝેશન, ડ્રોન સ્ટોર્સ અને યુનિક પ્લેયર રિક્રુટમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ ગેમમાં 4 અલગ નકશા હશે, જેમાં ફ્યુચર સેટ ટ્રોય અને ફ્રેન્ચાઇઝી સ્પેશિયલ રંગેલનો સમાવેશ થાય છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર