નવા અવતારમાં PUBGની ભારતમાં વાપસી, 2051ની સાલનું સેટઅપ

PUBG: New State 2051માં સેટ કરવામાં આવી છે.

PUBG- New State ભારત સહિત દુનિયાભરમાં ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડ પર આ ગેમ નિશ્ચિત સમયથી પણ પહેલા ડાઉનલોડ માટે અવેલેબલ થઈ ગઈ હતી.

  • Share this:
    મુંબઈ: પોપ્યુલર ગેમ PUBGએ નવા અવતાર સાથે ભારતમાં વાપસી કરી છે. PUBG: New State ભારત સહિત દુનિયાભરમાં ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડ પર આ ગેમ નિશ્ચિત સમયથી પણ પહેલા ડાઉનલોડ માટે અવેલેબલ થઈ ગઈ હતી. જોકે, હાલ સર્વરમાં પ્રોબ્લેમ આવતા યુઝર્સ ગેમ નથી રમી શકતા. સર્વરમાં આવી રહેલી મુશ્કેલીને લીધે iOS વર્ઝનના લોન્ચિંગમાં પણ સમય લાગી રહ્યો છે.

    કંપનીએ PUBG: New Stateને એન્ડ્રોઇડ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ બનાવી હતી. પણ, સર્વરમાં આવી રહેલી મુશ્કેલીને લીધે લોન્ચ ટાઈમને 9.30 amથી વધારીને 11.30 am IST કરી નાખ્યો છે. એટલે કે જે યુઝર્સે આ ગેમ એન્ડ્રોઇડમાં ડાઉનલોડ કરી લીધી છે તેઓ 11.30 am ISTથી જ ગેમની મજા લઈ શકશે. આ સાથે iOS માટે પણ આ ગેમને આ જ સમયે લાઈવ કરવામાં આવશે.

    ગૂગલ પ્લે સ્ટોર પર PUBG: New State માટે ‘Install’ બટન જોઈ શકાય છે. એટલે કે યુઝર્સ પોતાના ફોનમાં ગેમને હમણાં જ ડાઉનલોડ કરી શકે છે. જોકે, ભારતીય સમય મુજબ 11.30 amથી યુઝર્સ ગેમ રમી શકશે. આ જાણકારી કંપનીએ ટ્વિટર પર આપી છે.

    આ પણ વાંચો: ઈન્ટરનેટનું ભવિષ્ય કહેવાતું ‘મેટાવર્સ’ ખરેખર શું છે? જાણો Facebook શા માટે રસ લઈ રહ્યું છે

    ગેમ રમવા માટે કેવો ફોન જોઈએ?

    PUBG: New Stateને ડાઉનલોડ કરીને રમવા માટે ફોનનું Android 6.0 Marshmallow અથવા તેની ઉપરના OS વર્ઝન પર ચાલવું જરૂરી છે. સાથે જ અહીં 64-bit પ્રોસેસર અને 2 GB રેમ હોવી પણ જરૂરી છે. ગેમની સાઈઝ 1.4 GB છે. એવામાં ધ્યાન રાખવું પડશે કે તમારા ફોનમાં ઘણી સ્પેસ હોય.

    PUBG: New Stateની વાત કરીએ તો તેનું સેટઅપ ફ્યુચરિસ્ટીક છે. તેને 2051માં સેટ કરવામાં આવી છે. આ PUBG યુનિવર્સનું ફ્યુચર દર્શાવે છે. તેમાં વધુ સારા ગ્રાફિક્સ આપવામાં આવ્યા છે અને તેમાં ડાયનેમિક ગનપ્લે પણ છે.

    આ પણ વાંચો: માઇક્રોસોફ્ટનું સૌથી સસ્તું લેપટોપ લૉંચ, કિંમત ફક્ત 18,000 રૂપિયા

    નોંધનીય વાત એ પણ છે કે ગેમના વેપન્સ અને અન્ય આઇટમ્સ તેને થોડું અલગ પણ બનાવે છે. તમે ગેમમાં ડ્રોન્સનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે જ પોતાના લૂટ અને વેપન્સને વ્હીકલના ટ્રંકમાં સ્ટોર પણ કરી શકો છો. પ્લેયર્સ ગેમમાં વધારે ઓપ્શન્સ સાથે ગન્સને કસ્ટમાઇઝ પણ કરી શકશે. ગેમને હાલ Troi નામના ફક્ત એક મેપ સાથે રજૂ કરવામાં આવી છે.
    Published by:Nirali Dave
    First published: