પબજીની નવી ગેમ PUBG: NEW STATE: બે મહિનામાં 1 કરોડ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું

પબજીની નવી ગેમ PUBG: NEW STATE: બે મહિનામાં 1 કરોડ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
પબજીની નવી ગેમ PUBG: NEW STATE: બે મહિનામાં 1 કરોડ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું

ફેબ્રુઆરીના પબજી ન્યુ સ્ટેટની જાહેરાત થઈ હતી. ત્યાર બાદ તે સૌથી વધુ ખ્યાતનામ ગેમમાં સ્થાન પામી છે

  • Share this:
પબજી મોબાઈલનો ક્રેઝ દિનપ્રતિદિન વધી રહ્યો છે. ભારતમાં પબજી મોબાઈલ પ્રતિબંધિત હોવા છતાં યુવાનોમાં ખૂબ પ્રિય છે. આ દરમિયાન ગૂગલે પ્લે સ્ટોર પર પબજી મોબાઈલ ગેમનું 1 કરોડ લોકોએ પ્રિ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેની જાહેરાત ટ્વિટર પર ગેમના મેકર દ્વારા કરવામાં આવી હતી.

ફેબ્રુઆરીના પબજી ન્યુ સ્ટેટની જાહેરાત થઈ હતી. ત્યાર બાદ તે સૌથી વધુ ખ્યાતનામ ગેમમાં સ્થાન પામી છે. ત્યારથી આ ગેમનું રજિસ્ટ્રેશન ચાલતું હતું. ભારતમાં પબજી ન્યુ સ્ટેટનું રજીસ્ટ્રેશન થતું નથી. ગયા વર્ષે ભારતમાં પ્રતિબંધ મુકાઈ જવા બાદ કંપની ફરીથી આ ગેમને ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે.પબજી મોબાઈલ ગેમ બેટલ રોયલમાં સૌથી મોટી મલ્ટીપ્લેયર ગેમમાં સ્થાન પામે તે માટે તૈયારીઓ ચાલી રહી છે. જેથી પબજી સ્ટેટની સ્ટોરીલાઇન અલગ છે. હાલની પબજી કરતા તે ફ્યુચરમાં જોવા મળશે. જેમાં મોર્ડન સમયના હથિયાર પણ રહેશે. નવા મેપ જોવા મળશે. નવા વાહન, ડ્રોન, હથિયાર, શિલ્ડ પણ પબજી સ્ટેટમાં યુઝરને મળી જશે. ટ્રોઈ અને પ્રોમિસિસ નામના મેપ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ગેમ એન્ડ્રોઇડ અને આઈઓએસમાં રમવા મળશે. તાજેતરમાં જાહેર થયેલી ઇમેજ મુજબ ગેમમાં કેટલાક દ્રશ્યો કોલ ઓફ ડ્યુટી વોર ઝોન જેવા દેખાય છે.

પબજી કોલ ઓફ ડ્યુટી: બ્લેક ઓપ 3 અને બ્લેક ઓપ 4ને પણ મળતી આવશે. આ ગેમ પબજી યુનિવર્સમાં વધુ ઊંડાણમાં લઈ જશે. પબજી ન્યુ સ્ટેટમાં ગેમરને પોતાના હથિયાર કસ્ટમાઇઝ કરવાની તક આપશે. આવી રીતે એપેક્સ લેજન્ડમાં પણ ગેમર કરી શકે છે. કોલ ઓફ ડ્યુટી વૉરઝોનમાં પણ વેપન કસ્ટમાઇઝ થાય છે.

પબજી નામ હેઠળ પબજી ન્યુ સ્ટેટ ત્રીજી ગેમ છે. પ્લેયર અનનોન બેટલગ્રાઉન્ડ વર્ઝન પીસી કન્સોલ વર્સન છે. પબજી ન્યુ સ્ટેટને પબજી સ્ટુડિયો દ્વારા જ બનાવવામાં આવી છે.

ફેબ્રુઆરીમાં પબજી કૉર્પ દ્વારા તેને જાહેર કરવામાં આવી હતી. આ દરમિયાન જણાવાયું હતું કે, 2021માં પબજી ન્યુ સ્ટેટ આવશે. જેમાં નવા ફીચર સાથે રિયલાસ્ટીક બેટલ રોયલ અનુભવ જોવા મળશે. પ્લેયર નવા મેપને એક્સપાંડ કરી શકાશે. બેસ્ટ અને ડાયનેમિક ગનપ્લે જોબ મળશે.
Published by:News18 Gujarati
First published:April 14, 2021, 00:12 am

ટૉપ ન્યૂઝ