PUBG Mobile Season 10 માં જોડાશે નવું કેરેક્ટર 'સારા', જે ડ્રાઈવિંગમાં હશે નિપુણ

News18 Gujarati
Updated: November 7, 2019, 3:01 PM IST
PUBG Mobile Season 10 માં જોડાશે નવું કેરેક્ટર 'સારા', જે ડ્રાઈવિંગમાં હશે નિપુણ
સારા

PUBG મોબાઇલની સીઝન 10 માં સારાના નામનું પાત્ર ઉમેરવામાં આવશે, જેને  વાહનો ખૂબ જ પસંદ છે.

  • Share this:
PUBG ના ચાહકો આ ગેમને રમવા માટે દિવસ રાતનું ભાન પણ ભૂલી જતા હોય છે. તે લોકો માટે એક અન્ય સમાચાર છે કે  PUBG Mobile Season 10 માં જોડાશે નવું કેરેક્ટર 'સારા', ડ્રાઈવિંગમાં હશે નિપુણ

આ મહિનાની 9 મી તારીખે PUBG મોબાઇલની સીઝન 10 લોન્ચ થવા જઈ રહી છે. પરંતુ તેના લોન્ચિંગ પહેલા તેના વિશે ઘણી માહિતી પ્રાપ્ત થઈ છે. આ વિશે જાણવા મળ્યું છે કે પબજી મોબાઇલનું નવું પાત્ર 'સારા' છે. જે વાહનો ને સાથે ખૂબ જ પ્રેમ કરે છે. અગાઉની લિક્ વિગતો અનુસાર જામવા મળ્યું છે કે 'સારા' સીઝન 10 માં નવી વોઇસ ચેટ મૉડેલ હશે.

હિન્દુસ્તાન ટાઇમ્સના જણાવ્યા અનુસાર MrGhostGaming એ પબજી પરના એક નવા વીડિયો પરથી જાણવા મળ્યું છે કે બૈટિલ રૉયલ ગેમમાં આ ક્ર્ક્ટરને લાવવામાં આવશે. 'વિક્ટર' ની જેમ જ સારાને પણ યૂનિક ટેક્નિકલ એડવાન્ટેજ મળશે. વીડિઓમાં સારા માટે વિવિધ કોસ્ચ્યૂમ્સ અને ઈમોટ્સ છે. તે ખૂબ જ સ્પષ્ટ છે કે સારાને કાર ચલાવવી ગમે છે અને તેનો ઉપયોગ કરીને, તમે રમતમાં લાભ મેળવી શકો છો.

સારા વીકલ્ એક્સપર્ટ નિષ્ણાત છે અને તે વાહનો ચલાવવાનું પસંદ કરે છે, અને આ કારણે જ્યારે પણ તે વાહન ચલાવે છે, તો તેનાથી સારાને પણ ઘણી સેફ્ટી મળે છે. જો કે, સારાની આ ખૂબીનો ઉપયોગ ફક્ત નવા પેલોડ મોડ અને ટીમ ડેથમેચ દરમિયાન જ થઈ શકે છે.

અપેક્ષા છે કે લોકોને સારાનું આ નવું પાત્રને ગમશે. સીઝન 10 માં સારા સિવાય, ઘણી નવી વસ્તુઓ આવશે.

 આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાંસેક્સ વિશે થયેલા આ સર્વેમાં લોકો ખૂલ્લે આમ કબૂલે આ વાતો!

સ્વાદમાં ભલે રહ્યા તૂરા, પણ તેનું સેવન છે આટલી બીમારીઓમાં અક્સીર!

આ છે મોતનો આઈલેન્ડ, જે પણ અહીં જાય છે તે પાછો જ નથી ફરતો
First published: November 7, 2019, 12:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading