PUBG Mobile India: શું ભારતમાં ફરીથી લોન્ચ થશે PUBG? કંપનીના આ પગલાં એ જગાવી ચર્ચા

PUBG Mobile India: શું ભારતમાં ફરીથી લોન્ચ થશે PUBG? કંપનીના આ પગલાં એ જગાવી ચર્ચા
PUBG ગેમના કવર ફોટોની ફાઇલ તસવીર

ગત સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં PUBG ગેમ પર પ્રતિબંધ લગાવાયો હતો. જે બાદથી સતત ચર્ચા છે કે PUBG Mobile ભારતમાં ફરીથી લોન્ચ થશે. જેને લઈને ઘણા ટીઝર પણ સામે આવી ચુક્યા છે

  • Share this:
ગત સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં PUBG ગેમ પર પ્રતિબંધ લગાવાયો હતો. જે બાદથી સતત ચર્ચા છે કે PUBG Mobile ભારતમાં ફરીથી લોન્ચ થશે. જેને લઈને ઘણા ટીઝર પણ સામે આવી ચુક્યા છે. નવેમ્બર 2020માં પણ એક ટીઝર આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે PUBG નવા વર્ષે ભારતમાં ફરીથી લોન્ચ થઇ શકે છે. જેમાં કેટલીક ડમી લિંક પણ આપવામાં આવી હતી. જોકે, તેમાંથી કંઈ પણ નહોતું નીકળ્યું.

જે બાદ ભારત સરકારે કહ્યું હતું કે, તેમણે PUBG Mobile Indiaને કોઈપણ પ્રકારની મંજૂરી નથી આપી. આ સાંભળતા જ ચાહકોના મોતિયા મરી ગયા હતા. જોકે, PUBG Mobile Indiaના ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેને લઈને PUBG Mobile Indiaનું ભારતમાં પુનરાગમન થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.



આ પણ વાંચો : OnePlus Watch 23મી માર્ચે થશે લોન્ચ: લુક થયો લીક, જુઓ કેવી દેખાય છે આ સ્માર્ટવો

ઉલ્લેખનીય છે કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર PUBGના મેકર્સે જોબ સર્ચ અને ઇન્ફર્મેશન સાઈટ LinkedIn પર Investment and Strategy Analyst નામની પોસ્ટ માટે હાયરિંગ માટે જોબ લિસ્ટિંગ મૂકી છે. જેને લઈને અંદાજ લગાવાઈ રહ્યા છે કે PUBG Mobile ભારતમાં જલ્દી જ લોન્ચ થઇ શકે છે. કંપનીએ એક્સપાન્ડ કરવાની યોજના બનાવી હોવાથી આ જોબ વેકેંસીની લિસ્ટિંગ મુકવામાં આવી છે.

આ પોસ્ટ PUBG Corporation India મૂકી છે. જેના થકી પેરન્ટ કંપની Krafton Incને ભારતમાં રોકાણ માટે વિકલ્પ મળી રહેશે. મહત્વનું છે કે, Krafton કંપનીએ અગાઉ જાહેરાત કરી હતી કે ભારતમાં PUBG Mobile India માટે પ્લેટફોર્મ તૈયાર કરવા માટે લગભગ 724 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. આ રોકાણ લોકલ વિડીયો ગેમ્સ, ઈ સ્પોર્ટ્સ, એન્ટરટેનમેન્ટ અને IT ઇન્ડસ્ટ્રીમાં કરવામાં આવશે.
Published by:News18 Gujarati
First published:March 22, 2021, 17:50 pm

ટૉપ ન્યૂઝ