PUBG ટૂંક સમયમાં ભારત પરત આવશે! ચીન જોડે કંપની તોડશે પોતાના બધા સંબંધ

PUBG ટૂંક સમયમાં ભારત પરત આવશે! ચીન જોડે કંપની તોડશે પોતાના બધા સંબંધ
PUBG

પબજી કોર્પોરેશન દેશની તમામ પબ્લિશિંગ જવાબદારી લેશે.

  • Share this:
    ભારત સરકારે ગત સપ્તાહે દેશમાં 118 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં સૌથી પોપ્યુલર બેટલ રોયલ ગેમ (PUBG) પણ સામેલ છે. બેનને લઇને ગેમિંગ કમ્યુનિટી જ્યાં પરેશાન થઇ રહી છે ત્યાં જ અમારી પાસે સારા સમાચાર પણ આવ્યા છે. બ્લૂહોલ હેઠળ ઓરિજિનલ ઇન્ટરનલ ગેમિંગ PUBG કોર્પોરેશને ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. PUBG corp મુજબ તે આ પૂરી સ્થિતિથી અવગત છે અને પ્રતિબંધ પર સક્રિય રૂપથી વિચાર કરી રહ્યું છે.

    સાથે તે પણ કંફર્મ થયું છે કે ભારતમાં PUBG Mobile પર Tencent Gamesના કંટ્રોલને પૂરી કરવામાં આવશે અને તેની તમામ પબ્લિશિંગ જવાબદારી PUBG કોર્પ પાસે આવી જશે. એટલે કે તેની ઓરિજનલ સાઉથ કોરિયા બેસ્ડ ગેમિંગ કંપની પાસે તેની જવાબદારી આવશે અને તેવું થવાથી દેશમાં PUBG પર બેન દૂર થશે.



    રિપોર્ટ મુજબ ભારતમાં 118 ચીની એપ્સ પર પ્રતિબંધના એક દિવસ પછી જ Tencentને બજાર મૂલ્યમાં 34 બિલિયન ડોલરનું નુક્શાન થયું હતું. PUBG corporationએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે PUBG કોર્પોરેશન સરકાર દ્વારા આપવામાં આવેલા તમામ ઉપાયોને સારી રીતે સમજે છે અને તેનું સન્માન કરે છે. કારણ કે પ્લેયર ડેટાની પ્રાઇવસી અને સિક્યોરિટી કંપનીની સર્વોચ્ચ પ્રથામિકતા છે.

    તે ભારત સરકાર સાથે તેવી રીતે કામ કરવાની આશા રાખે છે જેથી એક તેવું સમાધાન નીકળે જેમાં ગેમર્સ એક વાર ફરી ભારતીય કાનૂનો અને નિયમોનું પૂરી રીતે પાલન કરીને યુદ્ધના મેદાનમાં ઉતરી શકે. હાલની ઘટનામાં ધ્યાનમાં રાખીને PUBG કોર્પોરેશને ભારતમાં Tencent Games માટે PUBG મોબાઇલ ફ્રેંચાઇઝીને ઓથેરાઇઝ ન કરવાનો નિર્ણય લીધો છે.

    વધુ વાંચો : India China Border Firing : શેપાઓ માઉન્ટેન ટૉપ્સ પર કેવી રીતે શરૂ થઇ ફાયરિંગ? સમજો કેમ ભડકેલું છે ચીન?

    પબજી કોર્પોરેશન દેશની તમામ પબ્લિશિંગ જવાબદારી લેશે. જેમ કે કંપની નજીકના ભવિષ્યમાં ભારત માટે પોતાના સ્વંય PUBG અનુભવ કરવાની રીત શોધશએ. તે પોતાના ફેન્સ માટે સ્થાનિક અને સ્વસ્થ ગેમ પ્લે વાતાવરણ બનાવશે. અને તે આમ કરવા માટે પ્રતિબદ્ધ છે.

    પબજી મોબાઇલ, Playrunknown’s Battlegrounds (PUBG)નું મોબાઇલ વર્ઝન છે. અને તે સાઉન કોરિયન ગેમિંગ કંપની દ્વારા ડેવલોપ કરવામાં આવ્યું છે. જાણકારી માટે કહી દઇએ કે પબજી મોબાઇલ અને પબજી મોબાઇલ લાઇટની ફ્રેંચાઇઝી ચીનની સૌથી મોટી ગેમિંગ કંપની ટેંસેન્ટની પાસે છે. પબજી મોબાઇલ અને પબજી મોબાઇલ લાઇટને બંને પબજી કોર્પોરેશન અને ટેંસેંટ ગેમ્સે મળીને તૈયાર કર્યું છે.
    Published by:Chaitali Shukla
    First published:September 08, 2020, 14:49 pm

    ટૉપ ન્યૂઝ