PUBGની લતથી 19 વર્ષના યુવકની થઇ આવી હાલત, ડૉકટર પણ ચોંકી ગયા

News18 Gujarati
Updated: September 1, 2019, 2:45 PM IST
PUBGની લતથી 19 વર્ષના યુવકની થઇ આવી હાલત, ડૉકટર પણ ચોંકી ગયા
છોકરાની માતાએ જણાવ્યું હતું કે તે રાત્રે 9 વાગ્યાથી સવારના 3-4-સુધી પબજી ગેમ રમી રહ્યો હતો. આ વચ્ચે તે અટકીને માત્ર ન્યૂઝપેપર વેચવા જતો હતો.

છોકરાની માતાએ જણાવ્યું હતું કે તે રાત્રે 9 વાગ્યાથી સવારના 3-4-સુધી પબજી ગેમ રમી રહ્યો હતો. આ વચ્ચે તે અટકીને માત્ર ન્યૂઝપેપર વેચવા જતો હતો.

  • Share this:
પબજી ગેમની લત એટલી વધી રહી છે કે આ દિવસે અનેક ઘટના બનાવાના સમાચાર આવતા જ રહે છે. આ દરમિયાન તેલંગાણામાં પબજીનો ભયંકર કિસ્સો સામે આવ્યો છે. વનપર્થી જિલ્લામાં પબજીના કારણે 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું. ઇંગ્લિશ અખબાર ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા સમાચાર મુજબ બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીને સિટી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવો પડ્યો હતો.

ડૉકટરોએ કહ્યું કે છોકરાના મગજમાં લોહીની ગાંઠ થઇ ગઈ હતી. તેનું વજન અચાનક ઓછું થઈ ગયું હતું, પોષણ ઓછું હતું અને તે ડિહાઇડ્રેશનથી પીડાઈ રહ્યો હતો. ડૉક્ટરોએ એમ પણ કહ્યું હતું કે પબજીમાં હરીફાઈને કારણે તે માનસિક તાણમાંથી પણ પસાર થઈ રહ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે થોડા દિવસોની સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી.

 મળતી માહિતી મુજબ ગયા મહિનાની 26 મી તારીખે યુવકે જમણા પગ અને હાથમાં હલચલ ન થવાની ફરિયાદ કરી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. વિનોદ કુમાર, ન્યુરોફિઝિશિયને તેની તપાસ કરી જણાવ્યું તેનું ધ્યાન ફક્ત રમત પર જ રહેતું હતું, તેથી તે જમતો પણ ન હતો અને સુતો પણ ન હતો. તેણે કહ્યું કે એક મહિના માટે જ્યારે તેને ગેમની લત લાગી ગઇ હતી, ત્યારથી તે દરરોજ 6-7 કલાક રમતો હતો અને આ દરમિયાન તેનું વજન પણ 3-4 કિલો ઓછું થઈ ગયું હતું.



ડૉ.કુમારે કહ્યું કે જ્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, ત્યારે તે સંપૂર્ણ હોશમાં ન હતો, જેના કારણે તે યોગ્ય જવાબ આપી શક્યો નહીં. છોકરાની માતાએ જણાવ્યું હતું કે તે સાંજે 9 થી સવારના 3-4 વાગ્યા સુધી ગેમ રમતો રમતો હતો. આ દરમિયાન તે વચ્ચે અટકીને ફક્ત અખબારો વહેંચવા જતો હતો. બપોરે કોલેજ દરમ્યાન તક મળી ત્યારે પણ તે ગેમ રમતો હતો. માતાએ કહ્યું કે તે રજા દરમિયાન આખો દિવસ ગેમ રમવામાં પસાર કરતો હતો.
First published: September 1, 2019, 2:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading