PUBGનું નવુ ઈન્ડિયન વર્ઝન Battlegrond Mobile India ગેમ માટે આવ્યું નવુ મેપ ફીચર, પોસ્ટર કરાયું લોન્ચ

PUBGનું નવુ ઈન્ડિયન વર્ઝન Battlegrond Mobile India ગેમ માટે આવ્યું નવુ મેપ ફીચર, પોસ્ટર કરાયું લોન્ચ
પબજી ઈન્ડિયા વર્ઝન ગેમનું પોસ્ટર લોન્ચ

આ ગેમ લોન્ચ કરતા પહેલા કંપનીએ કહ્યું છે કે ભારતીય યૂઝર્સની પ્રાઈવસી અને ડેટા સુરક્ષિત રાખવામાં આવ્યા છે.

  • Share this:
નવી દિલ્હી : PUBG મોબાઈલ ગેમનું ભારતીય વર્ઝન Battlegrounds Mobile Indiaએ તેના ઓફિશિયલ ફેસબુક પેજ પર એક પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં PUBG મોબાઈલ ગેમનો ફેમસ Sanhok મેપ જોવા મળે છે, જેનાથી કહી શકાય કે Battlegrounds Mobile Indiaમાં યૂઝર્સને આ મેપ આપવામાં આવશે. Battlegrounds Mobile India આ બેટલ રોયલ ગેમ ખાસ કરીને ભારતીય યૂઝર્સ માટે બનાવવામાં આવી છે. આ ગેમ લોન્ચ કરતા પહેલા કંપનીએ કહ્યું છે કે ભારતીય યૂઝર્સની પ્રાઈવસી અને ડેટા સુરક્ષિત રાખવામાં આવ્યા છે.

આ ગેમ રિલીઝ થવાની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ ગેમ બનાવનાર Krafton કંપની અનુસાર ખૂબ જ ઓછા સમયમાં ભારતીય યૂઝર્સ માટે આ ગેમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પોસ્ટરમાં ગેમનો મેપ દર્શાવવામાં આવ્યો છે, જે PUBG મોબાઈલ ગેમના ફેમસ Sanhok મેપના Ban Tai લોકેશનની સમાન છે.



PUBGમાં હતો આ મેપ

Sanhok મેપની સાઈઝ 4x4 છે અને 2018માં આ મેપને PUBG મોબાઈલ ગેમમાં પહેલી વાર જોડવામાં આવ્યો હતો. પોસ્ટર પરથી જાણી શકાય કે આગામી ગેમમાં યૂઝર્સને ગેમ રમવા માટે આ મેપ આપવામાં આવશે. PUBGના અન્ય મેપ Erangel અને Miramar મેપ કરતા Sanhok મેપ નાનો છે, પરંતુ ગેમના લેટેસ્ટ મેપ Livik કરતા મોટો છે. કંપની દ્વારા આ પોસ્ટર શેર કરવામાં આવ્યું છે, આ પોસ્ટર સિવાય અન્ય કોઈ જાણકારી આપવામાં આવી નથી.

કંપનીએ આ ગેમ માટે તેની અપડેટેડ પ્રાઈવસી પોલિસી શેર કરી હતી. પ્રાઈવસી પોલિસી અનુસાર 18 વર્ષ કરતા ઓછી ઉંમરના પ્લેયરોએ ગેમ રમવા માટે વાલીનો નંબર આપવો અનિવાર્ય છે. વાલીને જ્યારે પણ ખબર પડે કે તેમની મંજૂરી વગર જાણકારી શેર કરવામાં આવી છે અથવા તેમની મંજૂરી વગર ગેમ રમે છે તો, તે કંપનીનો સંપર્ક કરીને સિસ્ટમમાંથી જાણકારી દૂર કરવા માટે કહી શકે છે.

PUBG પર ભારતમાં સપ્ટેમ્બર 2020માં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. યૂઝર્સના ડેટા અસુરક્ષિતરૂપે સ્ટોર અને ઉપયોગ કરતા હતા જેના કારણે અન્ય 117 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ ગેમ બનાવનાર Krafton કંપની આ ગેમને ભારતમાં ફરીથી લોન્ચ કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ ગેમને Battleground Mobile Indiaને નવું નામ આપવામાં આવ્યું છે. કંપનીએ આ ગેમને લોન્ચ કરવા માટે ઓફિશિયલ તારીખની ઘોષણા કરી નથી.
Published by:News18 Gujarati
First published:May 13, 2021, 23:52 pm

ટૉપ ન્યૂઝ