JIO અને PUBG લાઈટ વચ્ચે થયો કરાર, જીયો યૂઝર્સને મળશે ફ્રી ગિફ્ટ્સ

jio અને PUBG લાઈટ વચ્ચે થયો કરાર

તો જોઈએ જીયો યૂઝર્સ કેવી રીતે પબજી લાઈટ ગેમમાં રજિસ્ટર કરી ફ્રી ગિફ્ટ મેળવી શકે છે

  • Share this:
    પ્લેયર અનનોન બેટલગ્રાઉન્ડ એટલે કે પબજીએ હાલમાં જ ભારતમાં પોતાની લાઈટ સર્વિસ એટલે કે, પબજી લાઈટના બીટા વર્ઝનની જાહેરાત કરી છે. રોયલ બેટલ ગેમની આ વોરિયન્ટ ભારતમાં હાલમાં બીટા ફેજમાં છે. આ ફ્રી ટૂ પ્લે ગેમ છે, જે લોઅર એન્ડવાળા કમ્પ્યુટર માટે ડિઝાઈન કરવામાં આવી છે. પબજી લાઈટ ઓપ્ટમાઈઝ ગેમ પ્લે અને ગ્રાફિક મળે છે, જેનાથી યૂઝર્સને સારો અનુભવ મળી શકે.

    ગેમના નવા વર્ઝનમાં યૂઝર્સના અનુભવને વધારવા માટે અને શાનદાર કરવા માટે પબજી લાઈટે જીયો સાથે કરાર કર્યો છે. જે હેઠળ જીયો યૂઝર્સ પબજી લાઈટ માટે રજિસ્ટર કરી એક્સક્લૂસિવ રિવાર્ડ અને વિભિન્ન ફ્રી સ્કિન ગેમ મેળવી શકે છે. ભારતમાં થયેલો આ એક્સક્લૂસિવ કરાર, બે મોટા અને લોકોની પસંદગીની બ્રાંડને એક સાથે લઈને આવશે. બંને બ્રાંડના લોકો સુધી નવા ડિઝિટલ અનુભવ લાવશે.

    તો જોઈએ જીયો યૂઝર્સ કેવી રીતે પબજી લાઈટ ગેમમાં રજિસ્ટર કરી ફ્રી ગિફ્ટ મેળવી શકે છે

    પબજી લાઈટ પર યૂનિસ અનુભવનો આનંદ ઉઠાવવા માટે, જીયો યૂઝર્સે સૌથી પહેલા https://gamesarena.jio.com વેબસાઈટ પર જવું પડશે અને બે સ્પેટનું સરળ રજિસ્ટર ફોર્મ ભરવું પડશે.

    યૂઝર્સને તેમની રજિસ્ટર્ડ ઈ-મેઈલ આઈડી પર વેરિફિકેશન લિંક મળશે.

    એક વખત જ્યારે વેરિફિકેશન પૂર્ણ થઈ જશે તો, યૂઝર્સને એક મેઈલ આવશે, જેમાં યૂનિક રિડેપ્શન કોડ મળશે, જે ગેમ દરમ્યાન ક્લેમ કરી શકાય છે.

    રિડેપ્શન કોડનો ઉપયોગ કેવી રીતે કરાય

    પબજી લાઈટ ડાઉનલોડ કર્યા અને રજિસ્ટર કર્યા બાદ યૂઝર્સે મેન્યૂ સ્ટોર પર જવું પડશે

    મેન્યુ ઓપ્શનમાં એડ બોનસ/ગિફ્ટ કોડનો વિકલ્પ મળે છે, તેના પર ક્લિક કરો

    અહીં યૂઝર્સે રિડેપ્શન કોડ નાખવાનો રહેશે અને પછી રિડીમ પર ક્લિક કરો. તમને વિભિન્ન ફ્રી ગિફ્ટનું એક્સેસ મળી જશે.

    તમને જણાવી દઈએ કે, આ મહિનાના શરૂઆતમાં જ પબજીએ પોતાના લાઈટ વર્ઝનને બીટા વેરિયન્ટને ભારતમાં લોન્ચ કર્યું છે. આ ગેમ ભારતમાં હાલમાં બીટા ફેજમાં છે, જોકે, હાલમાં તેને ડાઉનલોડ કરી શકાય છે.
    Published by:kiran mehta
    First published: