PUBG ગેમ અને વીડિયો કૉલિંગ એપ Zoomને ભારતમાં કેમ બેન ન કર્યા? આ મોટી વાત છે કારણ

PUBG ગેમ અને વીડિયો કૉલિંગ એપ Zoomને ભારતમાં કેમ બેન ન કર્યા? આ મોટી વાત છે કારણ
પબજી અને ઝૂમ

પબજીને બ્લૂવ્હેલની સહાયક કંપની બૈટગ્રાઉન્ડે બનાવ્યું છે.

  • Share this:
    ભારત સરકારે ચીનના 59 ફેમસ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધમાં તેવા અનેક એપ્સ હાજર છે જે ઇન્ડિયન યુઝર્સમાં ખૂબ જ પોપ્યુલર છે. પણ સરકારના આ નિર્ણયથી યુઝર્સ પણ ખુશ છે. જો કે આ વચ્ચે એક અજીબો ગરીબ વાત પણ સામે આવી છે. અને તે છે કે PUBG અને Zoom એપ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે. લોકો ટ્વિટર પર સવાલ પુછી રહ્યા છે કે 59 ચાઇનીઝ એપ્સને બેન થવા પછી પણ Pubg અને Zoom એપ પર કેમ પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો?

    PUBG ચીની નહી પણ સાઉથ કોરિયાની ઓનલાઇન વીડિયો ગેમ છે. તેને બ્લૂવ્હેલની સહાયક કંપની બૈટગ્રાઉન્ડે બનાવ્યું છે. આ ગેમને શરૂઆતમાં Brendanને બનાવી હતી. જે 2000ની જાપાની ફિલ્મ Battle royalથી પ્રભાવિત છે. શરૂઆતમાં ચીની સરકારે આ ગેમને ચીનમાં રમવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. પણ પાછળથી એક પોપ્યુલર વીડિયો ગેમ પબ્લિશર ટેંસેટ દ્વારા તેને ચીનમાં રજૂ કરવામાં આવી હતી.આ પછી PUBGમાં ચીની Tencent કંપનીને ભાગેદારી આપવી પડી હતી.





    બીજી તરફ Zoom એપ અમેરિકાની કંપની છે જેનું હેડક્વાટર કેલિફોર્નિયાની સૈન હોજેમાં છે. કંપનીની એક મોટી વર્કફોર્સ ચીનમાં કામ કરે છે. જે પર પાછલા સર્વિલાન્સ અને સેંસરશિપને લઇને મોટો સવાલો ઊભા થયા છે. કંપનીના CEO એરિક યુઆને થોડા સમય પહેલા જ આ વાત સ્પષ્ટ કરી હતી કે Zoom ચીની નહીં અમેરિકી કંપની છે. અને તેની કંપની અને ચીનની સરકાર વચ્ચે કોઇ લિંક નથી.

    તો આ કારણે પબજી અને ઝૂમ એપને ભારતમાં બેન નથી કરવામાં આવ્યા.
    Published by:News18 Gujarati
    First published:June 30, 2020, 15:40 pm