ભારતની સૌથી પોપ્યુલર ગેમ પર લાગ્યો બેન, આટલા કરોડ મંથલી એક્ટિવ યુઝર્સ હતા

ભારતની સૌથી પોપ્યુલર ગેમ પર લાગ્યો બેન, આટલા કરોડ મંથલી એક્ટિવ યુઝર્સ હતા
પ્રતિકાત્મક તસવીર

PUBG દેશમાં સૌથી વધુ રમાતી ગેમ હતી. આ સિવાય Ludo All Star અને Ludo World-Ludo Superstar પર પણ રોક લગાવવામાં આવી છે.

  • Share this:
    59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યા પછી ભારત સરકારે 118 વિદેશી એપ પર પણ બેન લગાવ્યો છે. ભારતમાં એક વાર ફરીથી બેન કરવામાં આવેલા એપમાં સૌથી મોટું નામ છે PUBG Mobile. આ ગેમના લાઇટ વર્ઝનને પણ ભારત બ્લોક કરવામાં આવ્યું છે. PUBG દેશમાં સૌથી વધુ રમાતી ગેમ હતી. આ સિવાય Ludo All Star અને Ludo World-Ludo Superstar પર પણ રોક લગાવવામાં આવી છે. લોકડાઉન દરમિયાન Ludo સૌથી પોપ્યુલર ગેમ હતી. બેન કરવામાં આવેલ 118 એપ્સમાં અનેક પોપ્યુલ નામો સામેલ છે. ચીની કંપનીઓથી આ સંબંધિત બેન લગાવાયો છે તે ભેગી કરીએ તો આ સંખ્યા 224 થઇ ગઇ છે. મે 2020માં Ludo Kingના 189 મિલિયનથી વધુ મંથલી એક્ટિવ યુઝર્સ અને 51 મિલિયનથી વધુ ડેલી એક્ટિવ હતા.

    ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયનું કહેવું છે કે આ એપ્સની વિરુદ્ધ વિભન્ન સ્ત્રોતોથી અનેક ફરિયાદ મળી છે. જેમાં ચોરી માટે એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ કેટલાક મોબાઇલ એપના દૂરઉપયોગ, યુઝર્સ ડેટાને અનઅધિકૃત રીતે ઉપયોગકર્તાથી પ્રસારિત કરનાર પણ સામેલ છે.



    વધુ વાંચો : LAC પર જો ચીન આજે પણ કંઇક છમકલુ કરે તો ભારતીય સેના છે આટલી તૈયાર

    Super Clean ક્લીનર અને ફોન બૂસ્ટરથી લઇને Applock અને AppVault જેવા યુટીલિટી એપ્સ પર પણ બેન લગાવવામાં આવ્યું છે. ZAKZAKની ચેટિંગ અને વીડિયો સ્ટ્રીમિંગ એપ્સને પણ ભારતીય યુઝર્સ હવે ઉપયોગમાં નહીં લઇ શકે. MV Master વીડિયો અને ફોટો એડિટિંગ ટૂલ સિવાય ડેટિંગ એપ Tantan અને Alipayથી જોડાયેલા એપ્સ પણ બેન કરવામાં આવ્યો છે. પોપ્યુલર LiveU ચેટિંગ એપ પણ હવે ભારતમાં બેન કરવામાં આવ્યું છે.

    ટેકનીકલ જાણકારનું કહેવું છે બેન થયા પછી આ એપ્સ તમારા ફોનમાં હાજર રહેશે. માટે તમારે તેને જાતે જ ડિલિટ કરવા પડશે. પહેલા પણ જોવા મળ્યું હતું કે ટિકટોક પર પ્રતિબંધ મૂક્યા પછી અનેક લોકોએ જુગાડ કરીને અલગ અલગ રીતો શોધી કાઢી છે.

    કોઇ તેને APK ફાઇલથી ડાઉનલોડ કરીને તો કોઇ VPN દ્વારા આ એપને એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે મોટો ભાગની રીતો કારગર સાબિત નથી થઇ. આ વચ્ચે વોટ્સઅપ પર એક apk ફાઇલ લિંક વાયરલ થયું હતું જેથી ટિકટોક ડાઉનલોડ થઇ રહ્યું હતું.
    Published by:Chaitali Shukla
    First published:September 03, 2020, 11:12 am

    ટૉપ ન્યૂઝ