PUBG રમવાની ના પાડી તો કિશોરે પંખે લટકી આપી દીધો જીવ

પ્રતીકાત્મક તસવીર

પરીક્ષાની તૈયારી કરવાને બદલે PUBG જ રમ્યા કરતો હતો, પરિવારે ટોક્યો તો ભર્યું અંતિમ પગલું

  • Share this:
    PUBGની જેમ અન્‍ય ઓનલાઇન મોબાઇલ ગેમ એડિક્શનને લઈને સતત વાતો થઈ રહી છે. PUBGની લત એ હદે વધી રહી છે કે તેને લઈને ઘટનાઓ સામે આવતી રહે છે. આવો જ એક કિસ્સો તેલંગાનાથી સામે આવ્યો છે જ્યાં ધોરણ-10માં અભ્યાસ કરતા કિશોરે આત્મહત્યા કરી દીધી કારણે કે તેમના પરિવારે તેને PUBG રમવા માટે ના પાડી અને પરીક્ષાની તૈયારી કરવા માટે કહ્યું.

    ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ મુજબ, મૃતકની ઓળખ કલ્લાકુરી સંબાશિવના રૂપમાં થઈ છે તેલંગાનાના મલ્કજગિરીમાં સ્થિત વિશ્નુપુરીમાં રહે છે. કલ્લાપુરીના પિતાના ભરત રાજ પુજારી છે. મંગળવારે ભરત રાજે પોલીસમાં ફરિયાદ નોંધાવી કે સંબાશિવે પોતાના મીતા ઉમાદેવીને PUBG રમવાને લઈ લડતાં પોતાના બેડરૂમમાં લટકીને આત્મહત્યા કરી દીધી.

    પોલીસને આપેલી ફરિયાદમાં ભરતે કહ્યું કે, સંબાશિવ પોતાના ફોન PUBG રમતો રહેતો હતો અને તેની પત્ની ઉમાદેવીએ તેને સોમવારની રાતે ગેમ ન રમવાની ચેતવણી આપી. ત્યારબાદ તે ગુસ્સે ભરાઈ ગયો અને લટકીને આત્મહત્યા કરી દીધી.

    આ પણ વાંચો, હવે 6 કલાકથી વધુ નહીં રમી શકાય PUBG! આ છે કારણ

    તેને લઈને મલ્કાજગિરીના સબ ઇન્સપેક્ટર સંજીવ રેડ્ડીએ કહ્યું કે સંબાશિવ પોતાના માતા-પિતાના ફોન પર PUBG ગેમ રમતો હતો અને તેને લઈને તેને અનેકવાર ચેતવણી આપવામાં આવી હતી. સોમવારે તેની માતાએ અંગ્રેજીની પરીક્ષાની તૈયાર ન કરતાં ગેમ રમવાને લઈ સંબાશિવને માર માર્યો હતો. ત્યારબાદ તે ગુસ્સે ભરાઈને પોતાના રૂમમાં ચાલ્યો ગયો અને દરવાજો બંધ કરી દીધો. જ્યારે ઘણો સમય પસાર થઈ ગયો છતાંય તે રૂમમાંથી બહાર ન આવ્યો તો તેની માતા અને પિતાએ દરવાજો તોડી દીધો અને જોયું કે તે પંખા સાથે લટકેલો છે.

    આ પહેલા મંગળવારે છત્તીસગઢના સૂરજપુરમાં પણ એક મામલો સામે આવ્યો હતો જેમાં PUBGના કારણે ચાર સ્ટુડન્ટે મળીને બે સ્ટુડન્ટ સાથે મારપીટ કરી હતી.
    Published by:Mrunal Bhojak
    First published: