Home /News /tech /

સ્માર્ટબેન્ડથી ભાઈની રક્ષા કરો, તમારા ભાઈનાં બ્લડ પ્રેશરથી લઈને હાર્ટ રેટનું ધ્યાન રાખશે આ બજેટ સ્માર્ટ બેન્ડ

સ્માર્ટબેન્ડથી ભાઈની રક્ષા કરો, તમારા ભાઈનાં બ્લડ પ્રેશરથી લઈને હાર્ટ રેટનું ધ્યાન રાખશે આ બજેટ સ્માર્ટ બેન્ડ

સ્માર્ટબેન્ડથી ભાઈની રક્ષા કરો

રક્ષાબંધને બહેન રક્ષાસૂત્ર બાંધી ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે. ભાઈનું સ્વાસ્થ્ય હંમેશાં સારું રહે તેના માટે પણ બહેન પ્રાર્થના કરતી હોય છે. આ રક્ષાબંધને તમે ભાઈને રાખડીને બદલે સ્માર્ટબેન્ડ બાંધી ભાઈનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો. કોરોનાકાળમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું વધારે જરૂરી છે.

વધુ જુઓ ...
    રક્ષાબંધને બહેન રક્ષાસૂત્ર બાંધી ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે. ભાઈનું સ્વાસ્થ્ય હંમેશાં સારું રહે તેના માટે પણ બહેન પ્રાર્થના કરતી હોય છે. આ રક્ષાબંધને તમે ભાઈને રાખડીને બદલે સ્માર્ટબેન્ડ બાંધી ભાઈનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો. કોરોનાકાળમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું વધારે જરૂરી છે. આવો જાણીએ બજેટ સ્માર્ટ બેન્ડ વિશે જે તમે તમારા ભાઈને આપી તેની ફિટનેસનું ધ્યાન રાખી શકો છો. તેની કિંમત તમારા બજેટમાં આવે એટલી 599 રૂપિયાની અંદર છે.

    1. M4 ઈન્ટેલિજન્સ


    આ બેન્ડ એન્ડ્રોઈડ, iOS, ટેબ્લેટ પર બ્લુટૂથથી કનેક્ટ થાય છે. તે બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, બ્લડ ઓક્સિજનનું મોનિટરિંગ કરે છે. કેટલું ચાલ્યા અને કેટલી ઊંઘ લીધી તેનું પણ તે ધ્યાન રાખે છે. બેન્ડ કોલ, SMS અને સોશિયલ મીડિયા નોટિફિકેશન સપોર્ટ કરે છે.

    2. રીઝર M4



    રીઝર M4 બેન્ડમાં કલરફુલ LED ડિસ્પ્લે મળે છે. તે સ્ટેપ કાઉન્ટ, બ્લડ પ્રેશર મોનિટર કરે છે. તે હાર્ટ રેટ અને બ્લડ ઓક્સિજન લેવલનું પણ ધ્યાન રાખે છે.

    3. નિશાન M4 પ્લસ

    તે સ્પોર્ટ્સ વોચ શાઓમી, ઓપ્પો, વિવો મોબાઈલ ફોન સાથે કનેક્ટ થઈ શકે છે. તેમાં BP મોનિટર, કેલરી કાઉન્ટ ફીચર સપોર્ટ કરે છે. બેન્ડને IP67 રેટિંગ મળ્યું છે અર્થાત તે સ્વૅટ પ્રૂફ છે. વરસાદમાં પણ તે ખરાબ થતી નથી. પરંતુ નાહતી વખતે કે સ્વીમિંગ કરતાં સમયે તેને કાઢવી પડશે.

    4. ટોકડિસ સ્માર્ટ બેન્ડ

    સ્માર્ટ બેન્ડ આર્મી બ્લૂ કલર ઓપ્શનમાં આવે છે. તેમાં 1.1 ઈંચની કલર ડિસ્પ્લે, USB ચાર્જિંગ સહિતની સુવિધા મળે છે. બેન્ડ 3 સ્પોર્ટ મોડ સપોર્ટ કરે છે. બેન્ડ એપ નોટિફિકેશન, કોલ્સ, હાર્ટ રેટ, બ્લડ ઓક્સિજન લેવલ મોનિટરિંગ સપોર્ટ કરે છે.

    5. સ્પાઈ ID115

    આ બેન્ડ બ્લુટૂથથી કનેક્ટ થાય છે. બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, બ્લડ ઓક્સિજન, SMS અને વ્હોટ્સએપ નોટિફિકેશન સપોર્ટ કરે છે. વોચમાં ફાઈન્ડ માય ફોન ફીચર પણ મળે છે. તેનાથી ફોન મિસપ્લેસ થઈ ગયો હોય તો તેનું લોકેશન જાણી શકાય છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Brother, Raksha bandhan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन