Tik Tokને ડાઉનલોડ થતી રોકો: મદ્રાસ HCનો કેન્દ્ર સરકારને આદેશ

પ્રતિકાત્મક તસવીર

આ અંગે મદુરાઇ સ્થિત વકીલ તેમજ સામાજિક કાર્યકર મુથુ કુમારે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

  • Share this:
    ચેન્નાઇ : મદ્રાસ હાઇકોર્ટે એક વચગાળાના આદેશમાં કેન્દ્ર સરકારને એવું ફરમાન કર્યું છે કે ચીનની ટીક ટોક મોબાઇલ એપ્લિકેશનને ડાઉનલોડ થતી રોકવામાં આવે. આ સાથે જ હાઇકોર્ટે મીડિયાને પણ ટીક ટોક એપ્લિકેશનના માધ્યમથી બનાવેલા વીડિયો પ્રસારિત ન કરવાનું સૂચન કર્યું છે.

    મદ્રાસ હાઇકોર્ટના જસ્ટિસ એન કિરુબકરન અને એસ.એસ. સુંદરની ખંડપીઢે આ મામલે કેન્દ્ર સરકારને 16મી ફેબ્રુઆરી સુધી જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. સાથે જ કોર્ટે આદેશ કર્યો છે કે શું સરકાર બાળકોને ઓનલાઇન શિકાર બનતા બચાવવા માટે યુએસના "ચિલ્ડ્રન્સ ઓનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ" જેવો કાયદો ઘડી રહી છે કે કેમ?

    આ અંગે મદુરાઇ સ્થિત વકીલ તેમજ સામાજિક કાર્યકર મુથુ કુમારે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પોર્નોગ્રાફી, સંસ્કૃતિનું પતન, બાળકોનું શોષણ, આપઘાત જેવા મુદ્દાઓનો હવાલ આપીને વકીલે ટીક ટોક એપ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી.

    કોર્ટે પોતાના આદેશમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આ એપ્લિકેશનના માધ્યમથી જે પ્રેન્ક વીડિયો બનાવવામાં આવે છે તે પ્રાઇવસીનો ભંગ છે.

    નોંધનીય છે કે થોડા મહિનાઓ પહેલા AIADMKના ધારાસભ્ય થમીમૂન અન્સારીએ પણ ગૃહમાં એવી માંગણી કરી હતી કે ટીક ટોક એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવે. ધારાસભ્યએ દલીલ કરી હતી કે આ એપ્લિકેશનને કારણે સંસ્કૃતિની અધોગતી થઈ રહી છે. આ સમયે રાજ્ય આઈટી મંત્રી મનીકન્નડને જણાવ્યું હતું કે તેઓ આ વાત કેન્દ્ર સરકારના ધ્યાન પર મૂકશે.

    ટીકી ટોક એ ચીનની Beijing ByteDance Co નામની કંપનીની વીડિયો એપ્લિકેશન છે. ફેબ્રુઆરી સુધીમાં એક બિલિયન લોકો ટીક ટોકને ડાઉનલોડ કરી ચુક્યા હતા. ટીક ટોક આખી દુનિયામાં પ્રસિદ્ધ એપ્લિકેશન છે. વર્ષ 2018માં ટીક ટોક નોન ગેમ્સમાં સૌથી વધારે ડાઉનલોડ થનારી એપ્લિકેશનમાં ચોથા ક્રમે હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: