Facebook યુઝર્સને થઈ સમસ્યા, અચાનક લોગ આઉટ થવા લાગ્યા એકાઉન્ટ્સ

Facebook યુઝર્સને થઈ સમસ્યા, અચાનક લોગ આઉટ થવા લાગ્યા એકાઉન્ટ્સ
પ્રતિકાત્મક તસવીર

22 જાન્યુઆરી એક કોન્ફિગરેશન ચેન્જના કારણે કેટલાક લોકો પોતાના ફેસબુક એકાઉન્ટથી લોગ આઉટ થઈ ગયા હતા. અમે આ સમસ્યાની તપાસ કરી અને સરખી કરી.

  • Share this:
    નવી દિલ્હીઃ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના (Facebook) અનેક યુઝર્સને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક યુઝર્સને ફેસબુક એપથી લોગ આઉટ દેખાડવાનું શરૂ થઈ ગયું હતું. સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુકે જણાવ્યું કે એક કોન્ફિગરેશન ચેન્જના (Configuration Change) કારણે આવી સમસ્યા આવી હતી. આ સમસ્યાનું સમાધાન કરી દીધું છે.

    ફેસબુકે વ્યક્ત કર્યું દુઃખ


    ફેસબુક કંપનીના પ્રવક્તાએ ધ વર્ઝ (The Verge)ને એક ઈમેલમાં કહ્યું કે 22 જાન્યુઆરી એક કોન્ફિગરેશન ચેન્જના કારણે કેટલાક લોકો પોતાના ફેસબુક એકાઉન્ટથી લોગ આઉટ થઈ ગયા હતા. અમે આ સમસ્યાની તપાસ કરી અને સરખી કરી. અસુવિધા માટે દુઃખી છીએ.

    શુક્રવારે થઈ હતી સમસ્યાની શરુઆત
    સમસ્યાની શરુઆત શુક્રવારે થઈ હતી. જેમાં અનેક લોકો ફેસબુક સાઈન હતા પરંતુ તે લોગ આઉડ થઈ ગયા હતા. તેમને ફરીથી લોગઈન કરવું પડ્યું હતું. ફેસબુકે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડર ઉપર આ વાતની પુષ્ટી કરી હતી.

    આ પણ વાંચોઃ-

    આઈફોન ઉપર ફેસબુકનો ઉપયોગ કરના યુઝર્સને વધારે સમસ્યા થઈ
    આઈફોનના યુઝર્સ લોગ આઉટની સમસ્યાથી સૌથી વધારે પ્રભાવિત થયા હતા. જેમાં ફેસબુક યુઝર્સને ટૂ-ફેક્ટર ઓથેટિકેશન લાગુ હતું. તેમને લોગ ઇન કરવામાં તકલીફનો સામનો કરવો પડ્યો હતો. અનેક યુઝર્સ પોતાને ફરીથી લોગ ઇન કરી રહ્યા હતા. જ્યારે ટુ ફેક્ટર ઓથેટિકેશનમાં એસએમએસ મોડા મળી રહ્યા હતા.



    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જીન ગુગલનું પણ સર્વર થોડી ક્ષણો માટે ડાઉન થયું હતું. જેના પગલે લાખો લોકોના કામકાજ ઉપર મોટી અસર પડી હતી.
    Published by:ankit patel
    First published:January 24, 2021, 18:40 pm

    ટૉપ ન્યૂઝ