Privacy Alert: સાવધાન! દર બીજા ભારતીયનો કૉલ થઈ રહ્યો છે ટ્રેક, આ રીતે કરો બચાવ
Privacy Alert: સાવધાન! દર બીજા ભારતીયનો કૉલ થઈ રહ્યો છે ટ્રેક, આ રીતે કરો બચાવ
દર બીજા ભારતીયનો ફોન કૉલ ટ્રેક થઈ રહ્યો છે.
Privacy Alert: હાલમાં જ કરવામાં આવેલા એક સર્વે મુજબ, દર બીજા ભારતીયનો પ્રાઇવેટ ફોન કૉલ ટ્રેક થઈ રહ્યો છે. આવું Google અને Facebook એટલે કે મેટા (Meta)ના અલ્ગોરિધમને કારણે થઈ રહ્યું છે.
Privacy Alert: ભારત (India)માં ઘણાં સ્માર્ટફોન યુઝર્સે પોતાના પરિવાર અને મિત્રો સાથે થનારી વાતચીતની પ્રાઇવસી અંગે ચિંતા વ્યક્તિ કરી છે. વાસ્તવમાં, ઘણાં યુઝર્સે નોટિસ કર્યું કે તેમની સોશિયલ મીડિયા ફીડ પર ફોન પર થયેલી વાતચીતને આધારે એડવર્ટાઈઝમેન્ટ જોવા મળી રહી છે. લોકલ સર્વિસ કમ્યુનિટીના સર્વે મુજબ દર બીજા ભારતીયનો પ્રાઇવેટ ફોન કૉલ ટ્રેક થઈ રહ્યો છે. આવું Google અને Facebook એટલે કે મેટા (Meta)ના અલ્ગોરિધમને કારણે થઈ રહ્યું છે.
હાલમાં જ કમ્યુનિટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકલ સર્કલ દ્વારા કરવામાં આવેલા એક સર્વે મુજબ, ભારતમાં દર 2 માંથી 1 યુઝરે વાતચીતના આધારે પોતાની ફીડ પર ઍડ જોઈ. આ સર્વેમાં 8 હજાર લોકોએ ભાગ લીધો અને તેમાંથી લગભગ 53 ટકા લોકોએ આવો અનુભવ કર્યો. તેમનું કહેવું છે કે લગભગ 12 મહિનાથી આ પ્રકારની જાહેરાત શો થઈ રહી છે.
સર્વે પરથી જાણવા મળ્યું છે કે લગભગ 9,000 માંથી 9 ટકા ઉત્તરદાતાઓએ પોતાની દરેક ઍપ્સને માઇક્રોફોન એક્સેસ કરવાની પરમિશન આપી છે. સાથે જ 11 ટકા યુઝર્સે ઓડિયો અને વિડીયો કૉલ સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે ઍપ્સને માઇક્રોફોન સુધીનું એક્સેસ પ્રદાન કર્યું છે.
સોશિયલ મીડિયા સાઇટ કરી રહી છે કોન્ટેક્ટનો ઉપયોગ
આ સર્વેમાં 84 ટકા યુઝર્સે કહ્યું કે WhatsApp તેમના કોન્ટેક્ટ્સ યુઝ કરી રહ્યું છે. તો, 51 ટકાનું કહેવું છે કે Facebook અને Instagram બંને તેના કોન્ટેક્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. તો, 41 ટકા યુઝર્સનું માનવું છે કે કૉલર આઈડી એપ Truecaller તેમના કોન્ટેક્ટનો ઉપયોગ કરી રહ્યું છે.
આ ઍડ કંપનીઓએ જ્યારે તમારી વાતચીત સુધી પોતાની પહોંચ બનાવી લીધી છે, તો એવામાં સવાલ પેદા થાય છે કે તેનાથી બચાવ કેવી રીતે કરવો. તેનાથી સુરક્ષા માટે યુઝર્સે કોઇપણ ઍપને માઇક્રોફોન અને કેમેરા સાથે કોન્ટેક્ટ્સનો એક્સેસ ન આપવો જોઈએ, અને કોઈ કારણસર આપવો પડે, તો આ ઍક્સેસ માત્ર એક વાર માટે જ આપો. આ ફીચર Android 11 અને તેના ઉપરની ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ છે.
આ જ વાત એપલ યુઝર્સ માટે પણ લાગુ થાય છે. એપલ યુઝર્સ પણ માઇક્રોફોન, કેમેરા, સ્ટોરેજ અને કોન્ટેક્ટ વગેરેનો એક્સેસ કોઇપણ એપને ન આપો અને પોતાને સુરક્ષિત રાખો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર