5000mAh બેટરી અને દમદાર ફીચર ધરાવતો સ્માર્ટફોન રૂ. 5 હજાર કરતા પણ ઓછી કિંમતમાં!

5000mAh બેટરી અને દમદાર ફીચર ધરાવતો સ્માર્ટફોન રૂ. 5 હજાર કરતા પણ ઓછી કિંમતમાં!
5000mAh બેટરી અને દમદાર ફીચર ધરાવતો સ્માર્ટફોન રૂ. 5 હજાર કરતા પણ ઓછી કિંમતમાં!

ફ્લિપકાર્ટ પર 20 એપ્રિલ સુધી સ્માર્ટફોન કાર્નિવલ સેલ ચાલી રહ્યો છે

  • Share this:
ફ્લિપકાર્ટ પર 20 એપ્રિલ સુધી સ્માર્ટફોન કાર્નિવલ સેલ ચાલી રહ્યો છે. આ સેલમાં તમને તમારા બજેટથી લઈને પ્રીમિયમ ફોન પર બેસ્ટ ડીલ મળી શકે છે. આ સેલમાં 5000mAh બેટરી અને HD+ ડિસપ્લે ધરાવતો જિયોની મેક્સ ફોન તમને ખૂબ જ ઓછી કિંમતમાં મળી શકે છે. જિયોની મેક્સ ફોન રૂ. 5,999માં લોન્ચ કરવામાં આવ્યો હતો, જે હવે તમને રૂ. 4,999માં ખરીદી શકો છો.

જિયોની મેક્સ ફોનના ફીચર



જિયોની મેક્સ ફોનમાં 6.1 ઈંચની HD+ (1560 × 720 પિક્સલ) ડિસપ્લે આપવામાં આવી છે. ફોનમાં 1.6 ગીગાહર્ટ્ઝ Unisoc SC9863A પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે IMG8322 GPU ઉપલબ્ધ છે. આ ફોન 2 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ ધરાવે છે, જેને માઈક્રોએસડી કાર્ડની મદદથી 256 જીબી સુધી વધારી શકાય છે. સ્માર્ટફોન જિયોની મેક્સ લેટેસ્ટ એન્ડ્રોઈડ 10 પર ચાલે છે.

આ પણ વાંચો - Explained: કોરોના વાયરસ હવાથી કેવી રીતે ફેલાય છે? આ રહ્યા સંશોધકોના 10 પુરાવા

કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VOLTE, વાઈફાઈ 802.11 બી/જી/એન, બ્લુટૂથ 4.2, જીપીએસ અને માઈક્રો યુએસબી જેવા ફીચર આપવામાં આવ્યા છે. આ ફોનને અનલોક કરવા માટે ફેસ અનલોક અને ફિંગરપ્રિંટ સેંસર આપવામાં આવ્યું નથી.

ફોન કેમેરા

સ્માર્ટફોન જિયોની મૈક્સમાં LED ફ્લેશ સાથે 13 મેગાપિક્સલના પ્રાઈમરી સેંસર સાથે એક ડેપ્થ સેંસર પણ આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા પણ છે. 5000mAh બેટરી ધરાવતો આ ફોન એન્ટ્રી લેવલ ફોન રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ ધરાવે છે. તેનાથી તમે બીજા ફોનને પણ ચાર્જ કરી શકો છો.
Published by:News18 Gujarati
First published:April 17, 2021, 17:42 pm

ટૉપ ન્યૂઝ