Home /News /tech /

Prepaid recharge: વોડાફોન-આઈડિયાએ Rs 601 અને Rs 701 Disney+ Hotstar પ્રીપેડ રિચાર્જ પ્લાન હટાવ્યા

Prepaid recharge: વોડાફોન-આઈડિયાએ Rs 601 અને Rs 701 Disney+ Hotstar પ્રીપેડ રિચાર્જ પ્લાન હટાવ્યા

વોડાફોન-આઇડિયા

Vodafone prepaid recharge plans: તાજેતરમાં ટેરિફ વધારા બાદ એરટેલ અને જિયોએ તેના કેટલીક પ્લાનમાંથી સાથે ડિઝની+ હોટસ્ટારના બેનિફિટ દૂર કર્યો હતા અને બાદમાં અન્ય પ્લાનમાં બેનિફિટ ઉમેર્યા હતા. જોકે, હવે તો Viએ પણ બે પ્રીપેડ પ્લાનમાંથી ડિઝની+ હોટસ્ટાર બેનિફિટ ઓછા કરી નાખ્યા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ટેલિકોમ ઓપરેટર્સ એરટેલ (Airtel Bharti), જિયો (Reliance Jio) અને Vi દ્વારા પ્રીપેડ પ્લાન્સના ટેરિફ વધારો (Prepaid tariff hike) કરવામાં આવ્યા બાદ અનેક લોકોને સીધી અસર થઈ છે. કંપનીઓના નિર્ણયના પગલે રિચાર્જ પ્લાનમાં લાભમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે ટેલિકોમ કંપનીઓએ ડેટા લાભો ઘટાડ્યા છે અથવા સ્ટ્રીમિંગ બેનિફિટ્સ દૂર કર્યા છે. અત્યારસુધી ટેલિકોમ કંપનીઓ પ્રીપેડ પ્લાન (Prepaid recharge plan) સાથે ડિઝની+ હોટસ્ટાર (Disney+ Hotstar) મોબાઇલ એડિશનની એક્સેસ આપી રહી હતી. તેમજ એપ્લિકેશન-સ્પેસિફિક સ્ટ્રીમિંગ બેનિફિટની એક્સેસ પણ આપવામાં આવતા હતા. પણ હવે કેટલાક ફેરફાર થયા છે.

વોડાફોનના પ્લાન

તાજેતરમાં ટેરિફ વધારા બાદ એરટેલ અને જિયોએ તેના કેટલીક પ્લાનમાંથી સાથે ડિઝની+ હોટસ્ટારના બેનિફિટ દૂર કર્યો હતા અને બાદમાં અન્ય પ્લાનમાં બેનિફિટ ઉમેર્યા હતા. જોકે, હવે તો Viએ પણ બે પ્રીપેડ પ્લાનમાંથી ડિઝની+ હોટસ્ટાર બેનિફિટ ઓછા કરી નાખ્યા છે.

બે પ્રીપેડ પ્લાન હટાવ્યા

આ પ્રીપેડ રિચાર્જ પ્લાનની કિંમત 601 રૂપિયા અને 701 રૂપિયા હતી. 601 રૂપિયાનો પ્રીપેડ પ્લાન ડિઝની+ હોટસ્ટારની એક વર્ષની એક્સેસની સાથે 56 દિવસ માટે 75જીબી ડેટા આપવામાં આવતો હતો. જ્યારે 701 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં 65 દિવસ માટે 3 જીબી દૈનિક ડેટા આપવામાં આવતો હતો. તેમાં અનલિમિટેડ કોલ અને દરરોજ 100 SMS પણ મળતા હતા. હવે વોડાફોન આઇડિયામાં ડિઝની+ હોટસ્ટારના બેનિફિટ મળતા હોય તેવા પ્લાનની કિંમત અનુક્રમે 501 રૂપિયા (28 દિવસ) અને અને 901 રૂપિયા (70 દિવસ) છે.

આ બંને પ્લાનમાં 3જીબી દૈનિક ડેટા, દરરોજ 100 SMS અને અનલિમિટેડ કોલની સુવિધા મળે છે. આ પ્લાનમાં ડિઝની+ હોટસ્ટાર મોબાઇલ બેનિફિટને પણ એક્સેસ કરી શકાય છે. VI દ્વારા ઓફર થતા 3055 રૂપિયાના વાર્ષિક પ્રીપેડ પ્લાનમાં ડિઝની+ હોટસ્ટારના લાભ મળે છે. આ પ્લાનમાં દરરોજ 1.5જીબી ડેટા, અનલિમિટેડ કોલ અને 100 SMS પ્રતિ દિવસ મળે છે.

Rs 475 રિચાર્જ પ્લાન

Vi દ્વારા તાજેતરમાં 475 રૂપિયાનો પ્રીપેડ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં 28 દિવસની માટે 3 જીબી દૈનિક ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં વધારાના બેનિફિટમાં અનલિમિટેડ નાઇટટાઇમ ડેટાની એક્સેસ, વી મૂવીઝ અને ટીવીની એક્સેસ અને સપ્તાહના અંતે રોલઓવર ડેટાનો સમાવેશ થાય છે. આ સાથે 56 દિવસનો 699 રૂપિયાનો પ્રીપેડ પ્લાન પણ છે. જે અનલિમિટેડ કોલ, દરરોજ 100 SMS અને દરરોજ 3 જીબી આપે છે.

આ પણ વાંચો: તમારી જન્મ તારીખ પ્રમાણે પસંદ કરો મોબાઇલ નંબર, વોડાફોન-આઈડિયાની ખાસ સુવિધા

એરટેલના પ્લાન

એરટેલ દ્વારા પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન બેનિફિટ 155 રૂપિયાથી શરૂ થતા તમામ પ્રીપેડ પ્લાન્સમાં ઓફર કરવામાં છે. હવે 599 રૂપિયા અને 699 રૂપિયાની કિંમતના પ્લાન્સ સાથે એક્સક્લુઝિવ સ્ટ્રીમિંગ બેનિફિટ્સ મળે છે. આ બંને પ્લાનમાં 3જીબી દૈનિક ડેટા આપવામાં આવે છે. આ સાથે અનલિમિટેડ કોલ, દરરોજ 100 SMS આપવામાં આવે છે. એરટેલનો 599 રૂપિયાનો પ્રીપેડ પ્લાન ડિઝની+ હોટસ્ટાર મોબાઇલ બેનિફિટનું સબ્સ્ક્રિપ્શન આપે છે. તેની વેલિડિટી 28 દિવસની છે. રૂ. 699ના પ્રીપેડ પ્લાનમાં એમેઝોન પ્રાઇમ મેમ્બરશીપની એક્સેસ મળે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Airtel, Jio, Prepaid, Vodafone

આગામી સમાચાર