Home /News /tech /Recharge Plans: આ પ્લાનમાં વિનામૂલ્યે મળશે Netflix, Amazon Prime અને ડિઝની+ હોટસ્ટાર સબસ્ક્રિપ્શન

Recharge Plans: આ પ્લાનમાં વિનામૂલ્યે મળશે Netflix, Amazon Prime અને ડિઝની+ હોટસ્ટાર સબસ્ક્રિપ્શન

રિચાર્જ પ્લાન

Prepaid-Postpaid Plans: રિલાયન્સ જિયોમાં નેટફ્લિક્સ અથવા એમેઝોન પ્રાઇમ આપતા પ્રીપેડ રિચાર્જ પ્લાન નથી. જોકે, તમે પોસ્ટપેઇડ પ્લાન ખરીદી શકો છો. બીજી તરફ તમને 601 રૂપિયાના પ્રીપેડ પેક સાથે ડિઝની+ હોટસ્ટારનું એક વર્ષ મળે છે.

નવી દિલ્હી: વર્તમાન સમયે ટેલિકોમ કંપનીઓ વિનામૂલ્યે વીડિયો સ્ટ્રીમિંગ એપ્લિકેશન સુવિધા પૂરી પાડતા રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. તેથી જો તમારી પાસે ડિઝની+ હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ અને નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન હોય તો તમે અહીં જણાવેલા પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સ પર નજર દોડાવી શકો છો.

રિલાયન્સ જિયોના પ્લાન (Reliance Jio Plans)

રિલાયન્સ જિયોમાં નેટફ્લિક્સ અથવા એમેઝોન પ્રાઇમ આપતા પ્રીપેડ રિચાર્જ પ્લાન નથી. જોકે, તમે પોસ્ટપેઇડ પ્લાન ખરીદી શકો છો. બીજી તરફ તમને 601 રૂપિયાના પ્રીપેડ પેક સાથે ડિઝની+ હોટસ્ટારનું એક વર્ષ મળે છે. આ પ્લાનમાં દરરોજ 3GB ડેટા, વધારાના 6GB ડેટા, દૈનિક 100 SMS અને અનલિમિટેડ વોઇસ કોલનો પણ સમાવેશ થાય છે. તેમાં 28 દિવસની વેલીડિટી મળે છે.

આ ઉપરાંત 399 રૂપિયાનો જિયો પોસ્ટપેઇડ પ્લાન પણ મળે છે. જેમાં ત્રણેય વીડિયો સ્ટ્રીમિંગ એપ્લિકેશનનો સમાવેશ થાય છે. ગ્રાહકોને દરરોજ 100 SMS અને અમર્યાદિત વોઇસ કોલ પણ મળે છે. આ પ્લાનમાં તમને કુલ માત્ર 75GB ડેટા મળે છે. આ સમાપ્ત થઈ જાય પછી પ્રતિ GB દીઠ 10 રૂપિયા ખર્ચ કરવા પડશે.

એરટેલના પ્લાન (Airtel recharge plans)

એરટેલમાં પણ ગ્રાહકને એક પ્રીપેડ પ્લાનમાં તમામ સબસ્ક્રિપ્શન મળતા નથી. 299 રૂપિયાના રિચાર્જ પેકમાં મહિના માટે એમેઝોન પ્રાઇમ મોબાઇલ સબસ્ક્રિપ્શન, 1.5GB દૈનિક ડેટા, દરરોજ 100 SMS અને 28 દિવસ માટે અનલિમિટેડ કોલ આપવામાં આવે છે. આ સાથે ત્રણ મહિનાના એપોલો સબ્સ્ક્રિપ્શન, FASTag પર 100 રૂપિયા કેશબેક તેમજ મફત હેલોટ્યુન્સ પણ મળે છે.

બીજી તરફ 599 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ડિઝની+ હોટસ્ટાર મેમ્બરશીપ, પ્રાઇમ મોબાઇલ એડિશન, દરરોજ 3GB ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ અને દરરોજ 100 SMSનો સમાવેશ થાય છે. બાકીના બેનિફિટ્સ અગાઉના પ્રીપેડ પ્લાન જેવા જ છે.

એરટેલ દ્વારા 499 રૂપિયાનો પોસ્ટપેઇડ પ્લાન પણ ઓફર કરવામાં આવે છે. તેમાં દરરોજ 100 SMS, કુલ 75GB ડેટા, અનલિમિટેડ કોલ, એમેઝોન પ્રાઇમ સબસ્ક્રિપ્શન અને ડિઝની+ હોટસ્ટાર મેમ્બરશીપનો સમાવેશ થાય છે. જોકે, ટેલિકોમ ઓપરેટર પોસ્ટપેઇડ પ્લાનમાં નેટફ્લિક્સ સબસ્ક્રીપ્સન મળતું નથી.

Viના પ્લાન (Vodafone-Idea recharge plans)

વોડાફોન આઇડિયા (Vi)નો 601 રૂપિયાનો પ્રીપેડ પ્લાન છે. જેમાં તમને માત્ર એક વર્ષનું ડિઝની+ હોટસ્ટાર મોબાઇલ સબ્સ્ક્રિપ્શન, દરરોજ 3GB ડેટા, વધારાના 16GB ડેટા, અનલિમિટેડ કોલ, દરરોજ 100 SMS, સવારે 12:00 થી સવારે 6:00 વાગ્યા સુધી અનલિમિટેડ નાઇટ ડેટા અને ડેટા રોલઓવર સુવિધા મળે છે. આ પ્લાન 28 દિવસની વેલીડિટી સાથે આવે છે.

આ પણ વાંચો: Airtel vs Jio vs Vi: એરટેલે લૉંચ કર્યો રૂ. 666નો પ્રિપેડ રિચાર્જ પ્લાન, મળશે 77 દિવસની વેલિડિટી

વોડાફોન આઇડિયામાં 1,099 રૂપિયાનો રેડએક્સ પોસ્ટપેઇડ પ્લાન પણ મળે છે. તેમાં અમર્યાદિત ડેટા, દર મહિને 100 SMS, એમેઝોન પ્રાઇમ અને નેટફ્લિક્સનું સબસ્ક્રીપ્સનનો સમાવેશ થાય છે. આ પ્લાનમાં ડિઝની+ હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન પણ શામેલ છે. આ ઉપરાંત એરપોર્ટ લાઉન્જમાં કોઈ ખર્ચ વિના પ્રવેશ મળે છે.
First published:

Tags: Airtel, Jio, Netflix, Prepaid, Vodafone, અમેઝોન, મોબાઇલ