Home /News /tech /Road Trip Tips: ઉનાળામાં કારથી લૉન્ગ ટ્રિપ પર નીકળતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન, નહીંતર થઈ જશે મુસીબત!

Road Trip Tips: ઉનાળામાં કારથી લૉન્ગ ટ્રિપ પર નીકળતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન, નહીંતર થઈ જશે મુસીબત!

જો તમે કારથી રોડ ટ્રિપ પર જતા હો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે.

Summer Road Trip Tips: આપણે જે કારનો ઉપયોગ કરતા હોઈએ તેના પર ભલે આપણને વિશ્વાસ હોય, પરંતુ બહાર નીકળતાં પહેલા કારની સંપૂર્ણ તપાસ કરી લેવી જોઈએ. અહીં અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેને ટ્રિપ પર જતાં પહેલા ફોલો કરવી જોઈએ.

Summer Road Trip Tips: ઉનાળાની સીઝનમાં મોટાભાગના લોકો પોતાના પરિવાર સાથે લૉન્ગ ટ્રિપ (Summer Long Trip) પર જાય છે. લોકો શહેરના કોલાહલથી દૂર પોતાના મનગમતા હિલ સ્ટેશન કે હોલિડે હોમ જવાનું પસંદ કરે છે. ટ્રિપ પર જતાં પહેલા લોકો રુટ, હોટલ, સામાન વગેરેની વ્યવસ્થા કરે છે. પરંતુ જો તમે પોતાની કાર લઇને ટ્રિપ પર જઈ રહ્યા છો તો તમારે અન્ય બાબતોનો પણ ખ્યાલ રાખવો જોઈએ.

ભલે આપણે જે કારનો ઉપયોગ કરતા હોઈએ તેના પર આપણને વિશ્વાસ હોય, પરંતુ બહાર નીકળતાં પહેલા કારની સંપૂર્ણ તપાસ કરી લેવી જોઈએ. અહીં અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેને ટ્રિપ પર જતાં પહેલા ફોલો કરવી જોઈએ. જેથી તમે ખોટી મુસીબતથી બચી શકો અને ટ્રિપને એન્જોય કરી શકો.

1. કારને એક વખત અંધારામાં અને લાઈટમાં ડ્રાઇવિંગ કરીને બધી લાઇટ્સ ચેક કરી લેવી જોઈએ. કારણકે જો લાઇટ્સ સરખી કામ ન કરે તો તે ન માત્ર તમારા માટે, પરંતુ રોડ પર અન્ય લોકો માટે પણ જોખમી બની શકે છે.

2. જો તમે ગરમીની સીઝનમાં બહાર જઈ રહ્યા છો તો કારનું એરકંડિશનર ચેક કરી લો. કારણકે, ખૂબ ગરમીમાં એસી વગર મુસાફરી ન કરી શકાય. તેનાથી બીમાર પડવાનો ખતરો વધી જાય છે.

આ પણ વાંચો: 4 લાખથી વધુ લોકોએ ખરીદી Tataની આ સેફેસ્ટ હેચબેક! કિંમત 5.50 લાખથી પણ ઓછી અને આપે છે 26Kmની માઇલેજ

3. બહાર નીકળતા પહેલા કારના ઓઈલ, કૂલેંટ અને અન્ય લિક્વિડ લેવલની તપાસ કરી લેવી જોઈએ. જો તે ઓછું લાગે તો તેને ફુલ ભરી લેવું યોગ્ય રહેશે.

4. વાઈપર બ્લેડ હંમેશા બરાબર નથી રહેતા. સમય સાથે તે ખરાબ થઈ જાય છે. તેને પણ એક વખત ચેક કરી લેવું જોઈએ. કારણ કે, રોડ ટ્રિપ પર વાતાવરણનો કોઈ ભરોસો નથી હોતો અને વાઈપર વગર વરસાદમાં કાર ચલાવવી મુશ્કેલ થઈ શકે છે.

5. કારમાં સાથે લૂઝ મોશન, માથાનો દુખાવો, ઈજા, એલર્જી વગેરે જેવી જરૂરી દવાઓ રાખો. તે મુસાફરી દરમિયાન ગમે ત્યારે કામમાં આવી શકે છે. તેમનું અગાઉથી લિસ્ટ બનાવો અને પછી તેને ટ્રાન્સપેરેન્ટ ઝિપલોકમાં રાખો.

6. ટાયર કારના સૌથી જરૂરી પાર્ટ્સ હોય છે. ટ્રીપ પર જતાં પહેલા ટાયરો યોગ્ય રીતે ચેક કરી લેવા જોઈએ. જો તમારી કારના ટાયર ઘસાયેલા કે ખામીવાળા હોય તો તેને તરત જ બદલી દેવા જોઈએ.

આ પણ વાંચો: Maruti Alto અને Swiftને બદલે લોકો ખરીદી રહ્યા છે આ સસ્તી કાર! 34 kmની આપે છે માઇલેજ

7. કારનો હોર્ન યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે પણ ચેક કરી લેવું જોઈએ. ખાસ કરીને જ્યારે તમે હાઈવે પર જતા હો. ભારતીય સડકો, ખાસ કરીને પહાડી માર્ગો પર હોર્ન વગાડવું બહુ જરૂરી હોય છે. જ્યાં ડિપરનો ઉપયોગ કોઈના ધ્યાનમાં ન આવે, ત્યાં હોર્નનો ઉપયોગ કરી શકાય છે.

8. ગૂગલ મેપ્સ, એપલ મેપ્સ અને બિલ્ટ-ઇન સેટેલાઇટ નેવિગેશન હવે બહુ સામાન્ય છે એટલે તે કારમાં હોવું આવશ્ક્ય છે. જો કે, એ પણ ખરું કે તે દર વખતે વિશ્વાસપાત્ર નથી હોતા.

9. ટ્રિપ પર જતાં પહેલા કારના કેટલાક સ્પેરપાર્ટ્સ જેમકે કારના ફ્યુઝને લઈ જવાના હોય છે. કારણ કે ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સ ગમે તેટલા નવા હોય, ફ્યુઝ કોઈને કોઈ કારણસર ઉડી જાય છે. એ પણ ખાતરી કરો કે જર્ની પર નીકળતા પહેલા કારના બધા ઈલેક્ટ્રોનિક્સ કામ કરી રહ્યા છે.

10. ટ્રિપ પર જતા પહેલા કારની અંડરબોડી ચેક કરવી જોઈએ. તમે તે જાતે પણ કરી શકો છો, જો કે મિકેનિક દ્વારા તેની તપાસ કરાવવી વધુ સારું છે. કારણ કે જો કારની અંદર કોઈ ખામી હોય તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો અને તમારી ટ્રિપની મજા પણ ખરાબ થઈ શકે છે.
First published:

Tags: Auto news, Automobile, Gujarati tech news, Safety Tips, Tips and tricks