Home /News /tech /સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માટે આ 5 બાબતોનું રાખો ખાસ ધ્યાન

સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માટે આ 5 બાબતોનું રાખો ખાસ ધ્યાન

પ્રતિકાત્મક તસવીર

pre-owned car loan: જૂની કાર ખરીદતા સમયે અનેક સાવધાની રાખવી જોઈએ. જે કાર ખરીદવાની હોય તેની કન્ડિશન સારી રીતે ચેક કરી લેવી જોઈએ અને તેના રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ સહિત તમામ ડોક્યુમેન્ટ ચેક કરી લેવા જોઈએ.

    દરેક વ્યક્તિને પોતાની ડ્રીમ કાર ખરીદવાનું સપનું હોય છે. જો તમારી પાસે નવી કાર ખરીદવા માટે બજેટ નથી તો તમે સેકન્ડ હેન્ડ કાર પણ ખરીદી શકો છો. સેકન્ડ હેન્ડ કાર ખરીદવાથી અનેક ફાયદા મળે છે. જેમ કે, તેની કિંમત ઓછી હોય છે.

    જૂની કાર ખરીદતા સમયે અનેક સાવધાની રાખવી જોઈએ. જે કાર ખરીદવાની હોય તેની કન્ડિશન સારી રીતે ચેક કરી લેવી જોઈએ અને તેના રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ સહિત તમામ ડોક્યુમેન્ટ ચેક કરી લેવા જોઈએ. સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માટે લોન લેવાની હોય તો કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

    ક્રેડિટ સ્કોર


    કોઈપણ પ્રકારની લોન લેતા પહેલા ક્રેડિટ સ્કોર ચેક કરી લેવો જોઈએ. સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માટે લોન લેવી હોય તો તમારો સિબિલ ક્રેડિટ સ્કોર 750થી વધુ હોવો જોઈએ. જેનાથી લોન લેતા સમયે ફાયદો થાય છે. ક્રેડિટ સ્કોર ન હોય તો ફાઈનાન્સ કંપનીઓ લોન લેનાર વ્યક્તિ પાસે વધુ વ્યાજ વસૂલ કરે છે.

    એકસ્ટ્રા ચાર્જ


    લોન લેતા પહેલા બેન્ક અથવા ફાઈનાન્સ કંપની પાસેથી તમામ એક્સ્ટ્રા ચાર્જની જાણકારી લેવી જોઈએ. જેમાં ગ્રાહક પાસેથી પ્રોસેસિંગ ફી, સ્ટેમ્પ ડ્યુટી અને ફોર ક્લોઝર જેવા ચાર્જ વસૂલવામાં આવે છે. લોન માટે એપ્લાય કરતા પહેલા જે કંપની લોન આપે છે, તે વિશે રિસર્ચ કરી લેવું જોઈએ.

    વ્યાજનો પ્રકાર


    સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માટેની લોન પર અન્ય લોનની જેમ 2 પ્રકારના વ્યાજ વસૂલવામાં આવે છે. જેમાં ફિક્સ અને ફ્લોટિંગ વ્યાજદર શામેલ છે. રિપેમેન્ટ પર કયા પ્રકારનું વ્યાજ વસૂલવામાં આવશે, તે અંગે જાણકારી મેળવી લેવી જોઈએ. ઘણી વાર ગ્રાહકને ફિક્સ વ્યાજદર મોંઘો પડી જાય છે.

    આ પણ વાંચોઃ-Rolls Royce એ પોતાની નવી કાર પરથી હટાવ્યો પડદો, તસવીરમાં જુઓ Luxury Carની વિગતો


    કાર વીમો


    ભારતમાં તમામ વાહનોનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. જો વાહનનો વીમો ના હોય તો તેના પર કોઈ પેમેન્ટ બાકી છે કે, નહીં તે ચેક કરી લેવું જોઈએ. આ અંગે જાણકારીના હોય તો અનેક વાર પરેશાની થઈ શકે છે, જેના કારણે તમે કોર્ટ કચેરીના ચક્કરમાં પણ ભરાઈ શકો છો.

    આ પણ વાંચોઃ-Ducati Streetfighter V2 ભારતમાં લોન્ચ, તસવીરમાં જુઓ સ્પોર્ટ્સ બાઇકના ફિચર્સ અને કિંમત


    લોન વેલ્યૂ


    લોનની રકમ કારની કિંમત અનુસાર રહેશે. પ્રી ઓન્ડ કાર ફાઈનાન્સ માર્કેટમાં કંપનીઓ સામાન્ય રીતે 100% લોન આપતી નથી. સામાન્ય રીતે જૂની કારની કિંમતની 80% અને 90% રકમ સુધી ફાઈનાન્સ કરી શકાય છે. જે અરજીકર્તાના ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Business news, CAR LOAN

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन