Home /News /tech /

Women's day 2021: સોશિયલ મીડિયા પર સાયબર સેફ રહેવા માટે થોડી પ્રેક્ટિલ અને મહત્ત્વની ટિપ્સ

Women's day 2021: સોશિયલ મીડિયા પર સાયબર સેફ રહેવા માટે થોડી પ્રેક્ટિલ અને મહત્ત્વની ટિપ્સ

પ્રતીકાત્મક તસવીર (shutterstock image)

  અત્યારના ડિજિટલ યુગમાં સાયબર સિક્યુરિટી ખૂબ ગંભીર વિષય છે. ખાસ કરીને મહિલાઓ સાયબર ક્રાઇમનો ભોગ વધુ બને છે. મહિલાઓ ઓનલાઈન છેતરપિંડી, છેડતી અને શોષણનો ભોગ બને છે. સાયબર એટેકર્સ પાસવર્ડ્સ, બેંક વિગતો ચોરવા માટે વિવિધ પેંતરા કરે છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર વગેરે જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મહિલાઓ સાયબર હુમલાનો ભોગ બની જાય છે. મહિલાઓની ખાનગી માહિતી પર એટેકર્સ બાજનજર રાખે છે.

  નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ, દેશમાં ઈન્ટરનેટના કુલ 71 કરોડ યુઝર્સમાંથી મહિલાઓની સંખ્યા 25 કરોડ છે. જેમાંથી મહિલાઓ દ્વારા ફક્ત 6030 સાઈબર ક્રાઇમની ફરિયાદ નોંધાઈ છે. સાયબર ક્રાઈમ અંગે ફરિયાદ નોંધવવામાં મહિલાઓમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. 63 ટકા મહિલાઓને તો ખબર જ નથી કે આ માટે ક્યાં અને કેવી રીતે ફરિયાદ નોંધાવવાની હોય છે.

  મોટાભાગના ગુનાની નોંધ થતી નથી, જે ખૂબ ગંભીર બાબત છે. સાયબર ગુના પીડિત દર 10માંથી 8 વ્યક્તિ મહિલાઓ હોય છે. આપણે મહિલા દિવસની ઉજવણી તો કરીયે છીએ. પણ આવા ગુના સામે આવજ ઉઠાવીએ છીએ ખરા? તો આજે આપણે મહિલાઓ સાથે થતા સાયબર એટેકની પરી માહિતી મેળવીએ.

  ગુજરાતીઓ ગરમી માટે થઇ જાવ તૈયાર, હવામાન વિભાગે કરી છે મોટી આગાહી

  ફોટા સાથે છેડછાડ અને ફોટા વાઇરલ કરવા

  મહિલાઓના ફોટા સાથે છેડછાડ કરવાનું દુષણ વધ્યું છે. એક વ્યક્તિનો ચહેરો અન્ય વ્યક્તિના ફોટામાં ઉમેરીને ફોટા મોર્ફ થાય છે. આવા ફોટા વેબસાઈટ પર મૂકી દેવાય છે અથવા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે. ઉપરાંત મહિલાઓની ખાનગી તસવીરો પણ વાયરલ કરવમાં આવે છે. ફોનના કેમેરામાંથી ક્લિક કરેલા દરેક ફોટાનું ગૂગલ કલાઉડ અથવા અન્ય કલાઉડમાં બેકઅપ હોય છે. આવા કલાઉડ એકાઉન્ટનું કોઈ એક્સેસ મેળવી લે, તો જોખમ વધે છે. હોલિવૂડ એકટ્રેસ પણ આવા દુષણનો ભોગ બની ચુકી છે. 26 એક્ટ્રેસ દ્વારા આ પ્રકારના કેસની ફરિયાદ નોંધવાઈ છે.

  Inspiration: વેરાવળની મહિલાઓ માછલીમાંથી વિવિધ વાનગીઓ બનાવીને થઇ રહી છે પગભર

  એકાઉન્ટ હેકિંગ

  સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવતા મહિલાઓ ડરે છે. જેનો લાભ ગુનેગારો ઉઠાવે છે. મહિલાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવાની ઘટના વધી છે. બેન્કિંગ કે ઈ-કોમર્સ માટે લોગ ઇન થવા માટે દાખવેલી બેદરકારી, સાયબર કાફે અથવા જાહેર સ્થળોએ જોખમી નેટવર્કનો ઉપયોગ જેવી બાબતોનો ફાયદો હેકર ઉઠાવે છે. બેંકની અથવા સોશિયલ મીડિયા એકાઉન્ટની વિગતો ચોરી લે છે. ઘણી વખત મહિલાઓ બ્લેકમેઇલિંગનો શિકાર પણ બને છે. આવા એકાઉન્ટથી બચવા માટે અજાણી જગ્યાઓ ઉપર વાઇફાઇ નેટવર્કની વિશ્વસનીયતા તપાસીને જ તેનો ઉપયોગ કરો.

  સાયબર એટેકથી બચવા શું કરવું?

  ટૂ ફેક્ટર ઓથેન્ટીકેશન
  ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને જી-મેઇલ એકાઉન્ટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ટૂ ફેક્ટર ઓથેન્ટીકેશનનો વિકલ્પ અપાય છે. જેને ઈનેબલ કરવું જોઈએ.

  એન્ટિ-ડેટા રીકવરી

  સ્માર્ટફોનના ડેટાને રિસ્ટોર કરી તેને ડાર્કવેબ ઉપર વેચી નાખવામાં આવતા હોય તેવા બનાવ સામે આવે છે. જેથી સ્માર્ટફોન વેચતી વખતે એન્ટી-ડેટા રીકવરી વેકલ્પનો ઉપયોગ કરો.

  ફોનને લોક કરવાની આદત રાખો

  ખાનગી વિગતો લીક કરવા પાછળ ઘણી વખત ઘરના જ ઘાતકી નીકળે છે. એટલે કે વિશ્વાસુ વ્યક્તિઓની વચ્ચે પણ ફોનને લોક રાખવાની આદત પાડવી જોઈએ. આવી સુરક્ષા માટે અત્યારે ઘણી એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે.

  ખેડૂત પુત્રી રોજ 12 કિ.મી. ચાલીને ભણવા જતી હતી, આજે છે IPS, જુસ્સો લાવે તેવી છે તેમની સફર

  પાસવર્ડ સ્ટ્રોંગ રાખો

  સામાન્ય રીતે એકવાર પાસવર્ડ નાખી દીધા બાદ લાંબા સમય સુધી લોકો તે બદલતા નથી. જોકે આ બાબત જોખમી સાબિત થઈ શકે છે. માટે પાસવર્ડ નિયમિત બદલવો જોઈએ. જે તે વેબસાઈટની પોલિસી મુજબ સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો જોઈએ. અલગ અલગ ઓનલાઈન એકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડ રાખવો હિતાવહ છે. પાસવર્ડ મેનેજર એપ્લિકેશનનો ઉપયોગ પણ કરી શકાય છે.

  એકાઉન્ટ પ્રાઇવસી

  એકાઉન્ટને પબ્લિકમાંથી પ્રાઇવેટ કરવું જોઈએ. દરેક મહિલાએ આ સલાહને અનુસરવી જોઈએ. સુરક્ષા માટે વેબસાઈટના સેફટી એક્સ્ટેન્શનનું ધ્યાન પણ રાખવું જોઈએ. લાલ અથવા પીળા કલરના ઇન્ડિકેટર સાથે ખુલતી હોય તેવી વેબસાઈટથી દુર રહેવું જોઈએ.  બ્લોક કરવામાં મુંઝાશો નહીં

  ઓનલાઈન છેડતી, ધક ધમકી સહિતની પ્રવૃત્તિનો ભોગ બનતા હોવ ત્યારે યુઝરને બ્લોક કરવામાં મૂંઝવણ ના રાખવી. અજાણ્યા વ્યક્તિઓને સોશિયલ વિગતો આપવાથી પણ બચવું જોઈએ.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Cyber attack, Tips and tricks, Womens day, મહિલા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन