Home /News /tech /Year Ender 2022: આ વર્ષે લોન્ચ થયા આ દમદાર સ્માર્ટફોન્સ, એકદમ ઓછી કિંમતે હાઈ ફીચર્સની સુવિધા
Year Ender 2022: આ વર્ષે લોન્ચ થયા આ દમદાર સ્માર્ટફોન્સ, એકદમ ઓછી કિંમતે હાઈ ફીચર્સની સુવિધા
2022માં લોન્ચ થયા આ સ્માર્ટ ફોન
આ વર્ષે સેમસંગ, શાઓમી, રિયલમી અને મોટોરોલા જેવી કંપનીઓના ફોને માર્કેટમાં ધૂમ મચાવી હતી. - This year, phones from companies like Samsung, Xiaomi, Realme and Motorola created a buzz in the market.
નવી દિલ્હીઃ વર્ષ 2022 પૂર્ણતાના (Year 2022 Ender) આરે છે અને આ વર્ષે મોબાઇલ કંપનીઓ (Mobile Companies)એ ફોનની સાથી અનેક એક્સપરીમેન્ટ કર્યા છે. આ વર્ષે સેમસંગ, શાઓમી, રિયલમી અને મોટોરોલા જેવી કંપનીઓના ફોને માર્કેટમાં ધૂમ મચાવી હતી. તો ચાલો જાણીએ આ વર્ષ 2022માં લોન્ચ થયેલા શ્રેષ્ઠ બજેટ સ્માર્ટફોન (2022 best budget android smartphone) વિશે.
તેમાં 6.7 ઇંચની ફુલ એચડી + એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. હેન્ડસેટમાં મીડિયાટેક હિલીયો G88 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 6GB સુધીની રેમ સાથે પેર કરવામાં આવ્યું છે. કેમેરાની વાત કરીએ તો ઇનફિનિક્સ નોટ 12માં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં સેકન્ડરી લેન્સ અને 50 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા સાથે 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. આ સિવાય સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરો લગાવવામાં આવ્યો છે. ફોનમાં 5000 mAhની બેટરી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ કરે છે.
મોટો e22sમાં 6.5 ઇંચની IPS એલસીડી પેનલ મળે છે, જે 1600×720 રિઝોલ્યુશન સાથે આવે છે. તેની ડિસ્પ્લે પેનલ 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. પ્રાઇમરી કેમેરા 16 મેગાપિક્સલ યુનિટ છે. સાથે જ તેનો બીજો લેન્સ 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. છેલ્લે તેના ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો તેમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે Moto e22sમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 10W ચાર્જિંગ સ્પીડ સપોર્ટ સાથે આવે છે.
Infinix Hot 20 Play કિંમત રૂ. 8999 (4 GB/ 64 GB)
ઇન્ફિનિક્સ હોટ 20 પ્લેમાં 6.82 ઇંચની IPS એલસીડી ડિસ્પ્લે છે, જે HD + રિઝોલ્યુશન અને 1640×720 પિક્સલ સાથે આવે છે. તેના ડિસ્પ્લેમાં 90HZ રિફ્રેશ રેટ મળે છે. કેમેરા તરીકે ઇનફિનિક્સ હોટ 20 પ્લેમાં 13 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો આપવામાં આવ્યો છે, અને તેમાં AI લેન્સ અને LED ફ્લેશ પણ સામેલ છે. સેલ્ફી માટે આ ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે આ ફોનમાં 6000mAhની બેટરી આપવામાં આવી છે.
Realme C33ને 6.5 ઇંચની ફુલ સ્ક્રીન ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તેનો સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 88.7% છે. આ ફોન 8.3mm અલ્ટ્રા સ્લિમ ડિઝાઇન સાથે આવે છે. તેમાં 50 મેગાપિક્સલનો AI કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં CHDR એલ્ગોરિધમ મળે છે, જે ઓછા પ્રકાશમાં પણ સ્વચ્છ ગુણવત્તા આપે છે. તેમાં નાઇટ મોડ પણ મળે છે. સેલ્ફી માટે ફોનમાં 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે, જે AI બ્યૂટી મોડ સાથે આવે છે. પાવર માટે Realme C33માં 5000mAhની બેટરી આપવામાં આવી છે.
Realme C30s કિંમત રૂ. 7599 (4 GB/ 6 C30s)
રિયલમીના C30s ફોનમાં 6.5 ઇંચ અને ફુલ સ્ક્રીન એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે. Realme C30s ફોનની ડિસ્પ્લે 400 યુનિટની પીક બ્રાઇટનેસ અને 88.7% સ્ક્રીન-ટુ-બોડી રેશિયો સાથે આવે છે. તે યુનિસોક SC9863A ઓક્ટા-કોર પ્રોસેસરથી સજ્જ છે. કેમેરા તરીકે રિયલમીના આ ફોનમાં 8 મેગાપિક્સલનો AI રિયર કેમેરો મળશે. આ સ્માર્ટફોનમાં વૉટરડ્રોપ નોચ આપવામાં આવ્યો છે, જેમાં સેલ્ફી અને વિડીયો કૉલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે Realme C30s ફોન 5000mAh અને 10W ફાસ્ટ ચાર્જિંગની બેટરી યૂનિટથી સજ્જ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર