Home /News /tech /Airtel અને વોડાફોન-આઈડિયાના પ્લાન થઈ શકે છે મોંઘા, હવે આ ગ્રાહકોને લાગી શકે છે ઝટકો

Airtel અને વોડાફોન-આઈડિયાના પ્લાન થઈ શકે છે મોંઘા, હવે આ ગ્રાહકોને લાગી શકે છે ઝટકો

વોડાફોન અને એરટેલના પોસ્ટપેડ ગ્રાહકોને લાગી શકે છે ઝટકો

Airtel-Vodafone Idea tariff: આ પહેલા ભારતી એરટેલે પોસ્ટપેડ સેગમેન્ટમાં કોર્પોરેટ યૂઝર્સના ટેરીફમાં જુલાઈ મહિનામાં વધારો કર્યો હતો.

    મુંબઈ: ટેલીકોમ કંપની ભારતી એરટેલ (Bharti Airtel), વોડાફોન ઇન્ડિયા (Vodafone Idea) અને જિયો તરફથી તાજેતરમાં પ્રીપેડ ટેરિફમાં વધારો કરવામાં આવ્યો છે. હવે એવા સમાચાર છે કે એરટેલ ભારતી (Airtel) અને વોડાફોન પોતાના પોસ્ટપેડ ગ્રાહકો (Postpaid users)ને ઝટકો આપવાની તૈયારીમાં છે. જોકે, પોસ્ટપેડ ગ્રાહકોની કિંમતો પર વધારાની અસર (Tariff hike) થોડી ઓછી થવાની સંભાવના છે. જેનું કારણ એવું છે કે પોસ્ટપેડ ગ્રાહકો સામાન્ય રીતે પ્લાનને ચાલુ રાખે છે. આ પહેલા ભારતી એરટેલે પોસ્ટપેડ સેગમેન્ટમાં કોર્પોરેટ યૂઝર્સના ટેરીફમાં જુલાઈ મહિનામાં વધારો કર્યો હતો. કંપનીએ ફેમિલી પ્લાનમાં પણ ફેરફાર કર્યો હતો. માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે આગામી થોડા મહિનાઓમાં પોસ્ટપેડ ગ્રાહકો માથે પણ ભાવ વધારો નાખવામાં આવી શકે છે.

    જેફરીઝના કહેવા પ્રમાણે આવકને દ્રષ્ટીએ જોઈએ તો પોસ્ટપેડ માર્કેટ ખૂબ મોટું છે. આ માર્કેટ 22,000 કરોડ રૂપિયાનું છે. આખા ટેલીકોમ સેક્ટરમાં એક્ટિવ સબ્સક્રાઇબર્સમાં આશરે પાંચ ટકા હિસ્સો પોસ્ટપેડ ગ્રાહકોનો છે. જ્યારે ટેલીકોમ કંપનીઓની 15% આવક પોસ્ટપેડ સેગમેન્ટમાંથી આવે છે.

    આશરે 50-60 ટકા સબ્સક્રાઇબર્સ એન્ટરપ્રાઇઝ કસ્ટમર્સ છે અને 34 ટકા પોસ્ટપેડ સબ્સક્રાઇબર્સ દેશના ત્રણ મોટા મેટ્રો શહેરમાં અને 36 ટકા અર્બન સેન્ટ્રિક A-Circlesમાંથી આવે છે. ટેલીકૉમ કંપનીઓના દબદબાની વાત કરીએ તો 43 ટકા માર્કેટ સાથે વોડાફોન આઇડિયાનો પોસ્ટપેડ સેગમેન્ટમાં દબદબો છે. આ સાથે જ ભારતી એરટેલની આ સેગમેન્ટમાં 28 ટકા ભાગીદારી છે.

    આ પણ વાંચો: રિચાર્જ પ્લાનમાં ભાવ વધારા બાદ હવે Airtel કંપનીએ ગ્રાહકોને આપી ભેટ, રિચાર્જ પર મળશે 4GB ફ્રી ડેટા- જાણો સ્કીમ

    આ કારણે વધી શકે છે પોસ્ટપેડ પ્લાનની કિંમત

    મીડિયા અને ટેક્નોલૉજી સલાહકાર સંજય કપૂર (Sanjay Kapoor)નું કહેવું છે કે, જો ટેલીકૉમ કંપનીઓ પોસ્ટપેડના દરમાં વધારે નથી કરતી તો એક મોટું આશ્ચર્ય હશે. ટેરીફ વધારવામાં જેટલું મોડું કરશે, નુકસાન એટલું જ વધારે થશે. આથી તેમાં વધારે મોડું કરવું કંપનીઓના હિતમાં નથી. જો કંપનીઓ મોડું કરશે તો તેઓ જાતને જ નુકસાન પહોંચાડશે.

    આ પણ વાંચો: એરટેલ અને વોડાફોન પછી Jioએ વધાર્યા પોતાના પ્લાન્સના રેટ, જાણો નવી કિંમતો

    પ્રિપેડ ટેરિફમાં વધારો

    ઉલ્લેખનીય છે કે ભારતી એરટેલ તાજેતરમાં પોતાના પ્રિપેડ ટેરિફમાં વધારો કર્યો હતો. જે બાદમાં વોડાફોન-આઈડિયા તરફથી ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો હતો. ભારતી એરટેલ અને વોડફાનો આઈડિયા બાદ જિયોએ પણ પોતાના ટેરિફમાં વધારો કર્યો હતો. ત્રણેય કંપનીઓએ વર્તમાન ટેરિફમાં 20થી 30નો વધારો કર્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Airtel, Post Paid, Vodafone, આઇડિયા, મોબાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन