નાના વ્યવસાય પર ટેકનોલોજીની એક હકારાત્મક અસર

નાના વ્યવસાય પર ટેકનોલોજીની એક હકારાત્મક અસર
ડિજીટલ ટેકનોલોજી આપણા રોજીંદા કાર્ય કરવાની રીતમાં ઘણો ફેરફાર લાવી રહી છે

ડિજીટલ ટેકનોલોજી આપણા રોજીંદા કાર્ય કરવાની રીતમાં ઘણો ફેરફાર લાવી રહી છે

 • Share this:
  ડિજીટલ ટેકનોલોજી આપણા રોજીંદા કાર્ય કરવાની રીતમાં ઘણો ફેરફાર લાવી રહી છે. આપણા જીવનને સરળ અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે આપણે તેના પર નિર્ભર થઈ ગયા છીએ. ટેકનૉલોજિએ આપણા જીવનને વધુ સરળ બનાવવાની સાથે તમામ ઉદ્યોગોમાં બમણો વિકાસ કરવામાં મદદ કરી છે. આથી એવું જણાય છે કે આ વર્ષે લગભગ 70 ટકા જેટલા ઉદ્યોગસાહસિકો માનવ મર્યાદાને તોડવા માટે મશીન સાથે ભાગીદરી કરશે. હકીકતમાં, ટેકનૉલોજિ આધારિત સેવાઓ દ્વારા, ગ્રાહકોની માંગ સમજવાની આવશ્યકતા વધતી જાય છે અને ધંધાકીય નેતાઓએ આ ક્ષેત્રની ક્ષમતા જોઈ છે. ડિજિટલ ભાવિ માટે જરૂરી એવા પાયાની સ્થાપના પણ કંપનીની આવકમાં વૃદ્ધિ કરે છે. આજના ડિજીટલ ઇકોનોમીમાં વ્યવસાયો નવીનીકરણ અને તકનીકી રોકાણોના લાભ સમજવા ખૂબ જરૂરી છે તે સાથે ભવિષ્યની આગાહી સાથે ઘણું બધું કરવું પડશે.

  ટેક-સંચાલિત વ્યવસાયોએ આધુનિક ઇનોવેશનને કારણે ઘણો વિકાસ કર્યો છે. તેમના પ્રોડક્ટ અને સર્વિસને આધુનિક બનાવવા માટેના તેના પ્રભાવ વિષે દરેક ને જાણ છે. દરેક વ્યવસાય પોતાના કામ માં અનન્ય છે, પરંતુ આ તેમણે એક ખાસ ટેકનોલોજીની મદદથી પોતાને એક ઓળખાણ આપી છે. દાખલા તરીકે, પ્રક્રિયાઓને ઓટોમેટેડ કરવા માટે સોફ્ટવેર અને એપ્લિકેશનોનો ઉપયોગ કરતી કંપનીઓ તેમના પ્રતિસ્પર્ધીઓ પર સ્પર્ધાત્મક લાભ મેળવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. મોબાઇલ ટેકનોલોજીની ગતિ ઝડપી થઈ રહી હોવાથી, પ્રોસેસિંગને વેગ આપવા માટેની તકનીકની આવશ્યકતા છે. હકીકતમાં, વ્યવસાયો તેમની ટાર્ગેટ ઓડિયન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા ટેકનોલોજી નો ઉપયોગ કરી સંપૂર્ણ લાભ મેળવી શકે છે અને વેચાણ તેમજ સંભવિત ગ્રાહકો વધારી શકે છે.  કાર્યોને ઝડપી બનાવવા માટે બનાવેલી પ્રક્રિયાઓની વ્યૂહરચના અને અમલીકરણ દરમિયાન નાના વ્યવસાયો નવીનતમ અને ઓપ્ટિમાઇઝ ટેકનોલોજીઓથી ઘણો લાભ મેળવી શકે છે. ટેક્નોલોજિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાને કારણે વ્યવસાયમાં ઘણા બધા લાભો થાય છે. તો ચાલો, વ્યવસાયમાં થયેલી ઘણી હકારાત્મક અસરો વિશે જાણીએ જેનો લાભ નાના વ્યવસાયમાં ઉપયોગમાં લઈ શકાય છે.

  પ્રોડક્ટિવિટીમાં વધારો: પ્રોડક્ટિવિટીએ નાના વ્યવસાય માટે સર્વોચ્ચ છે. ટેકનોલોજી એ પ્રોડક્ટિવિટીના સ્તરને એવી રીતે આગળ વધારે છે કે જેથી ઓછા સમયમાં ઘણું બધુ કામ થઈ શકે.

  સહયોગમાં પ્રોત્સાહન: ડિજિટલ અર્થતંત્રમાં નવીનતા સહયોગ લાવે છે. વ્યવસાયના મોટા ઉદ્દેશ્યમાં ફાળો આપતી વખતે આ સહયોગમ, પ્રયત્નોની ઝડપને વધારે છે.

  ઇનોવેશન: વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક વ્યવસાયિક ઉપાય લાવવા માટે, નાના ઉદ્યોગોમાં ટેકનોલોજી હોવી આવશ્યક છે. સતત પ્રયોગો, અધ્યયન, જટિલ સમસ્યાઓનું નિરાકરણ કરવું અને શ્રેષ્ઠને વધુ શ્રેષ્ઠ બનાવવું - આ બધું ટેકનોલોજીની મદદથી યોગ્ય દિશામાં આગળ વધવાથી થાય છે. નવીનતાને કારણે નાના વ્યવસાયો પણ ભીડમાં અલગ ઊભરી આવે છે.
  પારદર્શકતા: અમે અમારી ટેકનોલોજી એવી રીતે પ્રોગ્રામ કરી છે કે જે કોઈપણ ઉપયોગ કરે તેના માટે મૂલ્યવાન બને છે. તે એક જાતનો ડિજીટલ ટ્રસ્ટ સ્થાપિત કરે છે અને અવરોધોને તોડવાની સંભાવના ધરાવે છે. ટેકનોલોજી જોખમો અને છેતરપિંડીઓને દૂર કરવામાં મદદ કરે છે જેથી તે વ્યવસાય પ્રક્રિયામાં વધુ કાર્યક્ષમતા લાવી શકે છે. અને આજ કારણે નાના વ્યવસાયો બજારમાં પહોંચીને ટેકનોલોજીથી મોટા પ્રમાણમાં લાભ મેળવી શકે છે.

  ચાલો Dellના નાના વ્યવસાયના કેસને જોઈએ. Dellના નાના વ્યવસાય સેન્ટ્રલને અનુકૂળ થયેલ નાના વ્યવસાયો, Dell દ્વારા પૂરા પાડવામાં આવેલ આઈડિયા અને આંતરદૃષ્ટિ અપનાવીને બજારમાં વધુ દૃશ્યતા અને માર્કેટ શેર મેળવે છે. તેઓ નાના વ્યવસાયોને તેમની ટેકનોલોજીનું સંચાલન કરવામાં સહાય માટે યોગ્ય માહિતી આપે છે. મહત્તમ પ્રોડક્ટિવિટી થી લઈને ડેટા બેકઅપ અને સાયબરસિક્યુરિટી સાથે વ્યવસાયિક માહિતીની સુરક્ષા, ઇનોવેશન દ્વારા માર્કેટ કોમ્પિટિશનમાં લાભ સુધી Dell ના નાના વ્યવસાય કેન્દ્રએ લધુ ઉધોગોને સહાય કરી છે. ટેક-સંચાલિત સોલ્યુશનના સંભવિત લાભો તો દેખાય આવે છે. જે કોઈપણ નાના વ્યવસાયની સીમાઓને વિસ્તૃત કરવામાં ઘણી મદદ કરે છે.
  Published by:Mrunal Bhojak
  First published:January 22, 2020, 14:13 pm

  टॉप स्टोरीज