Home /News /tech /ગરમીમાં ઠંકકનો અહેસાસ કરાવશે આ પંખા, 16 કલાક સુધી ચાલશે વીજળી વિના, જાણો ખાસિયતો

ગરમીમાં ઠંકકનો અહેસાસ કરાવશે આ પંખા, 16 કલાક સુધી ચાલશે વીજળી વિના, જાણો ખાસિયતો

એકવાર ચાર્જ કરવા પર 10 કલાક આરામથી ચલાવી શકાય છે.

આજે અમે તમને એવા પંખા વિશે જણાવી રહ્યા છીએ જે લાઈટ વગર પણ ચાલશે. વાસ્તવમાં અહીં અમે રિચાર્જેબલ ફેન વિશે વાત કરી રહ્યા છીએ. તમે આ ઈલેક્ટ્રિક ચાર્જેબલ પંખાઓ ઓનલાઈન ખરીદીને ખૂબ જ ઓછા ખર્ચે ઘરે લાવી શકો છે.

આ વર્ષે ગરમી અને ઉકળાટ વહેલો ચાલુ થઈ ગયો છે. ઉનાળાની ઋતુ અત્યારથી જ આવી ગઈ છે અને લોકોએ ગરમી સામે જંગ લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પંખાઓ ફુલ સ્પીડમાં ફરી ચાલવા લાગ્યા છે તો કેટલાક લોકોએ કુલર અને AC રિપેર કરાવવાનું શરૂ કર્યું છે, પરંતુ ઉનાળામાં આવતી એક મોટી સમસ્યા એ પણ છે કે ઉનાળામાં ઘણી જગ્યાએ વીજળી ગુલ થઈ જાય છે.

આવી સ્થિતિમાં કુલર, એસી અને પંખા પણ કામ કરતા નથી, પરંતુ આજે અમે તમને એવા પંખા વિશે જણાવી રહ્યા છીએ જે લાઈટ વગર પણ ચાલશે. વાસ્તવમાં અહીં અમે રિચાર્જેબલ ફેન વિશે વાત કરી રહ્યા છીએ. તમે આ ઈલેક્ટ્રિક ચાર્જેબલ પંખાઓ ઓનલાઈન ખરીદીને ખૂબ જ ઓછા ખર્ચે ઘરે લાવી શકો છે.

આ પણ વાંચો:  ગજબ ઓફર! ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદો અને થાઈલેન્ડ ફરવા જાવ, કેશબક પણ ખરું

Velomax Clip on Fan: આ પંખાની સૌથી મહત્વની બાબત તેનો ફુવારો છે. આ પંખામાંથી પાણીના છાંટા નીકળે છે. આ માટે પંખાની સાથે 20ml પાણીની ટાંકી પણ આપવામાં આવી છે.

તે 5 સ્પીડ સેટિંગ્સ સાથે આવે છે. પાવર માટે તેમાં 4000mAh બેટરી છે અને એકવાર ચાર્જ કર્યા પછી આ ફેન 16 કલાક સુધી આરામથી કામ કરી શકે છે અને તે એક વખતમાં 15 મિનિટ સુધી સ્પ્રે કરી શકે છે. તેની કિંમત માત્ર 999 રૂપિયા છે.

Rylan Desk Fan Table Fan: આ ફેનની સૌથી ખાસ વાત એ છે કે તે નાઈટ લાઈટ સાથે આવે છે. તેને ચાલુ કરવા માટે તમારે ON બટનને લાંબા સમય સુધી દબાવવું પડશે. પાવર માટે તેમાં 4000mAh બેટરી આપવામાં આવી છે.

આ પણ વાંચો:  Smartphone ને 'સ્માર્ટ' કેમ કહેવાય છે? તેની ઓળખ શું છે? ખાતરી છે કે તમે જાણતા નથી

તેને એકવાર ચાર્જ કરવા પર 10 કલાક આરામથી ચલાવી શકાય છે. જોકે તેનો ઉપયોગ ચાર્જ કરતી વખતે પણ કરી શકાય છે. તેમાં 3 સ્પીડ સેટિંગ્સ છે અને તે 120 ડિગ્રી સુધી ફરી શકે છે. તેની કિંમત પણ માત્ર રૂ. 899 છે.

Sinoway Portable Foldable Air Fan: આ પંખાને USB દ્વારા ચાર્જ કરી શકાય છે. આ એક ટેબલ ફેન પણ છે અને સારી વાત એ છે કે તેમાં LED લાઈટ પણ આપવામાં આવી છે. Amazon પર આ ફેનની કિંમત માત્ર રૂ. 539 છે.
First published:

Tags: Fan, Mobile and tech, Tech and Mobile News, Technology news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો