2021માં લોકોને ખૂબ જ ગમી છે આ 10 Smartphone game, સૌથી વધુ વખત થઈ છે download

સ્માર્ટફોન ઉપર ધૂમ મચાવતી ગેમ્સ

popuplar android and ios mobile games of 2021: 2021માં મોબાઈલ ગેમિંગ ઇન્ડસ્ટ્રીની આવક 10 કરોડને પાર કરી ચુકી છે. મોબાઈલ ગેમ ડાઉનલોડિંગ બાબતે ભારત વિશ્વનું સૌથી મોટું બજાર બની ગયું છે. અલબત સ્માર્ટફોન ગેમ્સ પર યુઝર્સ દ્વારા ખર્ચની વાત આવે ત્યારે અમેરિકા ટોપ પર છે.

  • Share this:
Top 10 smartphone games: કોમ્પ્યુટર કે ગેમિંગના ગેજેટ્સનું (Computer or gaming gadgets) સ્થાન સ્માર્ટફોન(smartphone) લેવા લાગ્યા છે. લોકો મોબાઈલ ગેમિંગ તરફ વળ્યા છે. જેથી મોબાઈલ ગેમિંગ ઇન્ડસ્ટ્રી (Mobile gaming industry) ખૂબ ઝડપથી વધી રહી છે અને 2021 ગેમિંગ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ સારું રહ્યું છે. મોબાઈલ ડેટા (mobile data) અને એનાલિટિક્સ બાબતે Annie નામની એપ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે, 2021માં મોબાઈલ ગેમિંગ ઇન્ડસ્ટ્રીની આવક 10 કરોડને પાર કરી ચુકી છે. મોબાઈલ ગેમ ડાઉનલોડિંગ બાબતે ભારત વિશ્વનું સૌથી મોટું બજાર બની ગયું છે. અલબત સ્માર્ટફોન ગેમ્સ પર યુઝર્સ દ્વારા ખર્ચની વાત આવે ત્યારે અમેરિકા ટોપ પર છે.

આજે આપણે 2021ના પ્રથમ 6 મહિનામાં એન્ડ્રોઇડ અને iPhone યુઝર્સ દ્વારા સૌથી વધુ રમાઈ હોય તેવી 10 ગેમ્સ અંગે જાણીશું.

PUBG Mobile
આ ગેમ બેટલ રોયલ મોડમાં વધુમાં વધુ 100 પ્લેયર એક સાથે રમી શકે છે. ગેમમાં 4v4 ટીમ ડેથમેચ મોડ, ઝોમ્બી મોડ સહિતના ઘણા વિકલ્પ મળે છે.

Honour of Kings
આ ગેમના આંતરરાષ્ટ્રીય વર્જનને એરીના ઓફ વેલોર કહેવામાં આવે છે. આ મલ્ટીપ્લેયર ઓનલાઈન બેટલ એરીના (MOBA) ગેમ છે.

Among Us
Among Usને ઇનરસ્લોથ દ્વારા બનાવવામાં આવી છે. આ ગેમને 4-10 પ્લેયર્સ રમી શકે છે. ગેમમાં અંતરિક્ષ યાનનો માહોલ બનાવાયો છે. જ્યાં 10 ક્રુ મેબર ફસાયા હોય છે.

Candy Crush Saga
આ ગેમમાં પ્લેયરને કેન્ડી સ્વિચ અને મેચ કરવાની હોય છે. આ ગેમને એકલા અથવા મિત્રો સાથે રમી શકાય છે.

ROBLOX
આ ગેમ સંપૂર્ણપણે ક્રોસ પ્લેટફોર્મ સપોર્ટ સાથે આવે છે. જેથી યુઝર્સને કોપ્યુટર, મોબાઈલ અને એક્સબોક્સ વન અથવા વીઆર હેડસેટના માધ્યમથી રમી શકે છે.

Free Fire
આ સર્વાઈવલ શૂટર ગેમ છે. જે 10 મિનિટના ગેમ પ્લે સાથે આવે છે.

Ludo King
આ ક્લાસિક બોર્ડ ગેમને વધુમાં વધુ 4 લોકો રમી શકે છે. જે વીડિયો ચેટ સપોર્ટ સાથે આવે છે.

Game For Peace
આ ગેમ પબજી મોબાઈલનું ચાઈનીઝ વર્જન છે. તેમાં પ્લેયર સહિતના કેટલાક ફેરફાર જોવા મળે છે.

Minecraft Pocket Edition
આ પણ મલ્ટીપ્લેયર ગેમ છે. જેમાં પ્લેયર વધુમાં વધૂમ 10 મિત્રો (ક્રોસપ્લેટફોર્મ) બનાવી શકે છે. આ ગેમમાં પ્લેયર મકાન અને બંગલા સહિતની ઘણી વધી વસ્તુઓ બનાવી શકે છે.

Call of Duty: Mobile
આ ગેમમાં એકસાથે 100 પ્લેયર રમી શકે છે. તેમાં બેટલ રોયલ બેકગ્રાઉન્ડ મળે છે. તેમજ 5v5 ટીમ ડેથમેચને પણ સપોર્ટ કરે છે. આ સાથે જ મલ્ટીપ્લેયર મેપ અને અન્ય ઘણા મોડ તેમાં જોવા મળે છે.
Published by:ankit patel
First published: