FaceAppની મદદથી 18 વર્ષ પહેલા કિડનેપ થયેલું બાળક મળ્યું

એપથી જાણી શકાયું કે 18 વર્ષ બાદ કેવું દેખાતું હશે કિડનેપ થયેલું બાળક

News18 Gujarati
Updated: July 20, 2019, 9:17 AM IST
FaceAppની મદદથી 18 વર્ષ પહેલા કિડનેપ થયેલું બાળક મળ્યું
એપથી જાણી શકાયું કે 18 વર્ષ બાદ કેવું દેખાતું હશે કિડનેપ થયેલું બાળક
News18 Gujarati
Updated: July 20, 2019, 9:17 AM IST
હાલમાં સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકના યંગ યૂઝર્સ પોતાની વૃદ્ધાવસ્થાની તસવીરો મોટા પ્રમાણમાં પોસ્ટ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાના સ્ટેટસમાં દર્શાવી રહ્યો છે કે વૃદ્ધાવસ્થામાં કેવો દેખાશે. આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનીક FaceApp દ્વારા શક્ય થઈ રહ્યું છે. ફેસબુક યૂઝર્સ માટે આ ચોક્કસ એક મનોરંજનનો વિષય હશે, પરંતુ આ એપ જેવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનિક એક પરિવાર માટે ખુશીઓનું કારણ બન્યું છે.

એપથી જાણી શકાયું કે કેવું દેખાતું હશે કિડનેપ થયેલું બાળક

મૂળે, આ ટેકનીકની મદદથી ચીનમાં એક પરિવારે લગભગ બે દશક પહેલા અપહરણ કરવામાં આવેલું પોતાનું બાળક પરત મળી ગયું. આ બાળકનું ત્રણ વર્ષની ઉંમરે અપહરણ કરવામાં આવ્યું હતું. એપ આવ્યા બાદ પોલીસને વિચાર આવ્યો કે તે બાળકની જૂની તસવીરને આ ટેકનીકની મદદથી કન્વર્ટ કરવામાં આવે. પછી જોયું કે તે બાળક હવે કેવો દેખાતો હશે. પોલીસ FaceApp જેવી AI ટેકનીકની મદદથી આ બાળકને શોધવામાં સફળ પણ રહી.

સોફ્ટવેરની મદદથી લગભથ 100 લોકોને અલગ તારવવામાં આવ્યા. અંતે બાળકને શોધી કઢાયો.


આ પણ વાંચો, વૃદ્ધ થઈ ગયા IPLના આ યુવા ખેલાડી, સામે આવી તસવીરો

ટેક કંપની Tencentએ બનાવી છે AI ટેકનીક

ચીનની પોલીસે જે AI ટેકનીકનો ઉપયોગ કર્યો, તેને ચીનની ટેક અને ઇન્ટરનેટ કંપની Tencentએ બનાવી છે. આ ટેકનીકે બાળકની બાળપણની તસવીરના આધારે હાઈ એક્યૂરેસીની સાથે જણાવ્યું કે હવે તે કેવો દેખાતો હશે. ત્યારબાદ તપાસ અધિકારીઓએ કોઈ પણ પ્રકારની ગડબડની શક્યતાથી બચવા માટે AI લેબના અનુમાનની હાલના ફેશિયલ રિકોગ્નિશન ટેકનીકની સાથે મેળવણી કરી.

આ પણ વાંચો, બ્લૂ વ્હેલ ગેમ ટાસ્ક પૂરો કરવા લગાવી દીધી ફાંસી, લખ્યું- બ્લેક પેન્થર હવે આઝાદ છે

બાયોલોજિકલ માતા-પિતા સાથે ડીએનએ મેળ ખાધો

સોફ્ટવેરની મદદથી લગભગ 100 લોકોને અલગ તારવવામાં આવ્યા. અંતે તે બાળક શોધી કઢાયું. યૂ વીફેંગ હાલ એક કોલેજ સ્ટુડન્ટ છે. આ મામલાની તપાસ કરનારા ઝેંગ ઝેનહાઈએ જણાવ્યું કે, જ્યારે વીફેંગ અમને મળ્યો તો તેણે એવું માનવાનો ઇનકાર કરી દીધો કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ, ડીએનએ ટેસ્ટથી બધું સ્પષ્ટ થઈ ગયું. વીફેંગનો ડીએનએ તેના બાયોલોજિકલ માતા-પિતા સાથે મેળ ખાઈ ગયો. ઝેંગે જણાવ્યું કે અપહરણ બાદ જ અમે મામલાની તપાસ શરૂ કરી દીધી હતી. અમે ક્યારેય આશા છોડી નહોતી.

પિતાની કન્સ્ટ્રક્શન સાળટથી ગુમ થયો હતો વીફેંગ

વીફેંગ 6 મે 2001ના રોજ એ સમયે ગુમ થયો હતો જ્યારે તેના પિતા એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ફોરમેન તરીકે કામ કરી રહ્યો હતો અને ત્યાં રમી રહ્યો હતો. વીફેંગના પિતા અને માતાએ તે દંપતિનો આભાર વ્યક્ત કર્યો જેઓએ છેલ્લા 18 વર્ષ સુધી તેમના બાળકનો ઉછેર કર્યો. વીફેંગના પિતાએ કહ્યું કે વીફેંગનો ઉછેર કરનારા પિતા અને હું ભાઈ જેવા થઈ ગયા છીએ. મારા પિતાને હવે બે પિતા મળી ગયા છે.

આ પણ વાંચો, 15 ઓગસ્ટના ભાષણ માટે પીએમ મોદીએ માંગ્યા સૂચનો
First published: July 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...