Home /News /tech /8GB RAMવાળા Poco X4 Pro 5Gનો પ્રથમ ફ્લેશ સેલ આજે, મળી રહી છે જોરદાર ઓફર્સ

8GB RAMવાળા Poco X4 Pro 5Gનો પ્રથમ ફ્લેશ સેલ આજે, મળી રહી છે જોરદાર ઓફર્સ

Poco X4 Pro 5Gની આજે પહેલી સેલ છે.

Poco X4 Pro 5Gને આજથી ફ્લિપકાર્ટ (Flipkart) પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઇન્ટ્રોડક્ટરી ઓફર હેઠળ ફોન પર HDFC બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડના માધ્યમથી 1,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે.

    Poco X4 Pro 5G: પોકો X4 પ્રો 5G (Poco X4 Pro 5G)ને આજે પહેલી વખત સેલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આ ફોનને ભારતમાં ગયા મહિને લોન્ચ કરવામાં આવ્યો હતો અને આ ફોન પોકો X3 પ્રો (Poco X3 Pro)નો સક્સેસર છે. ફોનની સેલ આજે બપોરે 12 વાગ્યાથી શરુ થશે, જેને વેચાણ માટે ફ્લિપકાર્ટ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. Poco X4 Pro 5Gના બેઝ વેરિયન્ટ 6GB RAM + 64GBની કિંમત 18,999 રૂપિયા, તેના 6GB + 128GB વેરિયન્ટની કિંમત 19,999 રૂપિયા અને તેના ટોપ મોડલ 8GB + 128GB ની કિંમત 21,999 રૂપિયા છે.

    ઇન્ટ્રોડક્ટરી ઓફર હેઠળ ફોન પર HDFC બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડના માધ્યમથી 1,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. આ સિવાય ગ્રાહક જે Poco X2, Poco X3 અને Poco X3 Proથી અપગ્રેડ કરવા માગે છે, તેઓ ફોન પર 3,000 રૂપિયાનું એડિશનલ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.

    આ પણ વાંચો: 7 દિવસની બેટરી લાઈફ, હાર્ટ રેટ ટ્રેકર સાથે Fire-Boltt Ring 2 સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ, જાણો કિંમત

    ગ્રાહક આ ફોનને લેઝર બ્લેક, લેઝર બ્લૂ અને પોકો યેલો કલર ઓપ્શનમાં ખરીદી શકે છે. Poco X4 Pro 5Gમાં 6.67 ઇંચની ફુલ HD + સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેની બ્રાઈટનેસ 1200 નિટ્સ છે. તેના ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120Hzનો છે. પાવર માટે આ નવા ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે જે 67Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

    Poco X4 Pro 5G Camera

    Poco X4 Pro 5Gના કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં f/1.9 અપર્ચર સાથે પ્રાઇમરી લેન્સ 64 મેગાપીક્સલનો છે. તો બીજો લેન્સ અલ્ટ્રા વાઇડ એન્ગલ 8 મેગાપિક્સલનો છે. ત્રીજો લેન્સ મેક્રો લેન્સ 2 મેગાપિક્સલનો છે. ફોનના ફ્રન્ટમાં સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો કેમેરા મળે છે.

    આ પણ વાંચો: Realme 9 4Gની આતુરતાનો અંત! ભારતમાં આ દિવસે આવી રહ્યો છે 108 મેગાપિક્સલ કેમેરાવાળો આ દમદાર ફોન

    Poco X4 Pro 5Gમાં મળશે 8GB RAM

    પોકોનો નવો ફોન એન્ડ્રોઇડ 11 પર બેસ્ડ MIUI 13 પર કામ કરે છે. આ ઉપરાંત, આ ફોનમાં સ્નેપડ્રેગન 695 (Poco X4 Pro 5G Processor), 8 GB સુધી LPDDR4x રેમ અને 128 જીબી સુધીની સ્ટોરેજ આપવામાં આવી છે. ફોનમાં ડાયનેમિક રેમની સુવિધા મળે છે જેની મદદથી રેમને 11 જીબી સુધી વધારી શકાય છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: 5G Smartphone, Flipkart, Gujarati tech news, Mobile and Technology, Poco, Smartphones

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन