POCO M4 Pro 5G સ્માર્ટફોન લોન્ચ, જાણો સ્માર્ટફોનની કિંમત અને તેના ફીચર

પોકો એમ4 પ્રો 5જી સ્માર્ટફોન

POCO M4 Pro 5G: આ સ્માર્ટફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 33 વોટ ફાસ્ટ ચાર્જિંગ ને સપોર્ટ કરે છે. કંપનીએ આ સ્માર્ટફોન બે વેરિઅન્ટમાં રજૂ કર્યો છે.

  • Share this:
મુંબઈ: પોકોએ 9 નવેમ્બર 2021 મંગળવારના રોજ ગ્લોબલ માર્કેટમાં એમ 4 પ્રો 5જી (POCO M4 Pro 5G) સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ આ સ્માર્ટફોન 50 મેગાપિક્સલ રિઝોલ્યુશનવાળા એઆઈ કેમેરા સાથે રજૂ કર્યો છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે. આ સ્માર્ટફોન 33 વોટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે અને તેમાં ડ્યુઅલ સ્પીકર આપવામાં આવ્યા છે. કંપનીએ આ સ્માર્ટફોનમાં 6.6 ઈંચની ફુલ HD + ડોટ ડિસપ્લે આપી છે, જેમાં 90Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની સાથે પોકો F3 પણ લોન્ચ કરવામાં આવ્યો છે.

સ્પેસિફિકેશન અને કિંમત

POCO M4 Pro 5Gમાં સૌથી મોટો ફેરફાર કેમેરામાં કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરાની સાથે અલ્ટ્રા વાઈડ લેન્સ પણ આપવામાં આવ્યો છે. કંપનીએ આ સ્માર્ટફોનમાં 3 કે 4 કેમેરા નહીં, પરંતુ માત્ર 2 કેમેરા જ આપ્યા છે. અલ્ટ્રા વાઈડ લેન્સની મદદથી 119 ડિગ્રી વાઈડ એંગલ ફોટો ક્લિક કરી શકાય છે. સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

1 TB સુધી વધારી શકાય છે સ્ટોરેજ ક્ષમતા

આ સ્માર્ટફોનમાં ટચ સેમ્પલિંગ રેટ 240Hz છે અને તે સનલાઈટ ઓપ્શન સાથે આવે છે. તમે તડકામાં પણ આ સ્માર્ટફોનમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આ સ્માર્ટફોનમાં 128GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. SD કાર્ડ લગાવીને સ્ટોરેજની ક્ષમતા 1 TB સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોનમાં 5G, 4G, LTE, વાઈ ફાઈ, બ્લુટૂથ, ઈન્ફ્રારેડ (આઈઆર) બ્લાસ્ટર, એનએફસી, USB ટાઈપ સી અને 3.5 એમએમ હેડફોન જેક આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  Android Phoneમાં ઑફલાઇન ગેમમાં આવતી Advertisementને આવી રીતે કરો Block

દમદાર બેટરી

આ સ્માર્ટફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 33 વોટ ફાસ્ટ ચાર્જિંગ ને સપોર્ટ કરે છે. કંપનીએ આ સ્માર્ટફોન બે વેરિઅન્ટમાં રજૂ કર્યો છે. 4GB + 64GB વાળા વેરિએન્ટની કિંમત 199 યૂરો રાખવામાં આવી છે. 6GB + 128GB વાળા વેરિએન્ટની કિંમત 219 યૂરો છે.

Lavaએ લૉંચ કર્યો Agni 5G સ્માર્ટફોન

LAVAનો પ્રથમ 5G કનેક્ટિવાળો 'મેડ ઇન ઇન્ડિયા સ્માર્ટફોન' (Made in India Smartphone) લાવા અગ્નિ (Lava Agni) ભારતમાં લૉંચ થઈ ગયો છે. આ કોઈ પણ બ્રાન્ડનો પ્રથમ ભારતીય 5G-રેડી સ્માર્ટફોન છે. આ ફોનની કિંમત 20,000 રૂપિયાથી પણ ઓછી છે. ફોનમાં 5000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. સાથે જ આ ફોનમાં 30 વૉટનું સુપરફાસ્ટ ચાર્જર (Superfast charger) આવશે. આ ચાર્જરની મદદથી ફક્ત 90 મિનિટમાં ફોનની બેટરી ફુલ ચાર્જ કરી શકાશે. (વાંચો સમગ્ર અહેવાલ...)
First published: