Home /News /tech /

POCO M4 Pro 5G ભારતમાં લોન્ચ, સેમસંગ અને રિયલમી સાથે થશે ટક્કર, જાણો Price અને Features

POCO M4 Pro 5G ભારતમાં લોન્ચ, સેમસંગ અને રિયલમી સાથે થશે ટક્કર, જાણો Price અને Features

POCOએ ભારતમાં POCO M4 Pro 5G લોન્ચ કરી નાખ્યો છે.

POCO M4 Pro 5G Price in India: POCOએ POCO M4 Pro 5G સ્માર્ટફોન લોન્ચ કરી નાખ્યો છે. ફોનની કિંમત 15 હજાર રૂપિયાથી ઓછી છે, પરંતુ ફીચર્સ જબરદસ્ત છે. ફોનમાં 6.5-ઇંચ ડિસ્પ્લે, 50MP કેમેરા અને 5000mAh બેટરી છે.

    POCO M4 Pro 5G: POCOએ આખરે ભારતમાં POCO M4 Pro 5G લોન્ચ કરી નાખ્યો છે. આ સ્માર્ટફોનને શરૂઆતમાં નવેમ્બરમાં કેટલાક આંતરરાષ્ટ્રીય બજારો માટે રજૂ કરવામાં આવ્યા હતા. તે મૂળ રીબ્રાન્ડેડ Redmi Note 11 5G (Redmi Note 11T 5G) છે. આ હેન્ડસેટ મૂળ ડિઝાઈનથી અલગ છે અને તેમાં વિવિધ કલર આવે છે. ફોનની શરૂઆતી કિંમત 14,999 રૂપિયા છે. ફોનમાં 6.5-ઇંચ ડિસ્પ્લે, 50MP કેમેરા અને 5000mAh બેટરી છે. 20 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં આવતા આ સ્માર્ટફોનની ટક્કર રિયલમી (Realme) અને સેમસંગ (Samsung) જેવા સસ્તા સ્માર્ટફોન (Affordable 5G Smartphone) સાથે થશે. અહીં જાણો POCO M4 Pro 5Gની કિંમત (POCO M4 Pro 5G Price in India) અને ફીચર્સ...

    POCO M4 Pro 5G Price In India

    4GB + 64GB - 14,999 રૂપિયા

    6GB + 128GB - 16,999 રૂપિયા

    8GB + 128GB - 18,999 રૂપિયા

    આ ડિવાઈસ એક્સક્લુઝિવલી ફ્લિપકાર્ટ (Flipkart) પર વેચવામાં આવશે. તેનું પહેલું સેલિંગ 22 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે નિર્ધારિત છે.

    આ પણ વાંચો: છપ્પર ફાડ Offer! ફક્ત અઢી હજારમાં ખરીદો Xiaomiનો સૌથી પાતળો 5G Smartphone

    POCO M4 Pro 5G Specifications

    ફોન 2400 x 1080 પિક્સલ (FHD+)ના રિઝોલ્યુશન અને 90Hz રિફ્રેશ રેટ સાથે 6.5-ઇંચ ડિસ્પ્લે (LCD) આસપાસ બનાવવામાં આવ્યો છે. સેન્ટર્ડ-પંચ હોલ પેનલ 240Hz ટચ સેમ્પલિંગ રેટ અને DCI-P3 કલર સિરીઝને સપોર્ટ કરે છે. ડિવાઈસ મીડિયાટેક ડાયમેન્સિટી 810 SoC દ્વારા સંચાલિત છે જેને LPDDR4x RAM અને UFS 2.2 સ્ટોરેજ સાથે જોડવામાં આવ્યું છે. તે Android 11 પર આધારિત POCO ઓપરેટિંગ સિસ્ટમ માટે MIUI 12.5ને બૂટ કરે છે.

    POCO M4 Pro 5G Camera

    તેમાં બેક સાઇડ એક ડ્યુઅલ કેમેરા સેટઅપ છે જેમાં 50MPનો પ્રાઇમરી સેન્સર અને 8MPનો અલ્ટ્રા-યુનિટ છે. ફ્રન્ટ સાઇડમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 16MPનું શૂટર છે.

    આ પણ વાંચો: 5Gથી બદલાઈ જશે દુનિયા! ફિલ્મો અમુક સેકન્ડમાં જ થઈ જશે Download, ડિજિટલ અર્થવ્યવસ્થાને મળશે વેગ

    POCO M4 Pro 5Gના અન્ય ફીચર્સ

    જ્યાં સુધી કનેક્ટિવિટીનો સવાલ છે, તો હેન્ડસેટ ડ્યુઅલ સિમ કાર્ડ સ્લોટ, 5G (7 બેન્ડ), ડ્યુઅલ-બેન્ડ વાઇફાઇ, બ્લૂટૂથ 5.1 અને યુએસબી ટાઇપ-સી પોર્ટ માટે સપોર્ટ આપે છે. તે 3.5mm હેડફોન જેક, ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર, હાઈ-રેસ ઓડિયો સર્ટિફિકેશન, એક એક્સ-એક્સિસ લીનિયર વાઈબ્રેશન મોટર, એક માઈક્રોએસડી કાર્ડ સ્લોટ અને સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે છે.

    POCO M4 Pro 5G Battery

    IP53-સર્ટિફાઇડ સ્માર્ટફોનમાં 5,000mAh બેટરી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટેડ છે. POCO-બ્રાન્ડેડ ફોનનો આકાર 163.56 x 75.78 x 8.75 mm છે, જેનું વજન 195 ગ્રામ છે, અને તે ત્રણ કલર (પાવર બ્લેક, પોકો યલો, કૂલ બ્લુ)માં આવે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: 5G Smartphone, Gujarati tech news, Mobile and Technology, Poco

    આગામી સમાચાર