Home /News /tech /6000mAh બેટરીની સાથે ભારતમાં આજે લૉન્ચ થશે Poco M3, જાણો કેટલી હશે કિંમત

6000mAh બેટરીની સાથે ભારતમાં આજે લૉન્ચ થશે Poco M3, જાણો કેટલી હશે કિંમત

Poco India ભારતમાં આજે લૉન્ચ કરશે 6000mAh બેટરીવાળો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

Poco India ભારતમાં આજે લૉન્ચ કરશે 6000mAh બેટરીવાળો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

મુંબઈઃ પોકો ઈન્ડિયા (Poco India) ભારતમાં આજે (2 ફેબ્રુઆરી) પોતાનો નવો સ્માર્ટફોન લૉન્ચ કરવા માટે તૈયાર છે. ફોનનું લૉન્ચિંગ બપોરે 12 વાગ્યે પોકોની ઓફિશિયલ યૂટ્યૂબ (youtube) ચેનલ પર કરવામાં આવશે. આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ (flipkart) પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ એક એન્ટ્રી લેવલ સ્માર્ટફોન 4 GB RAM અને 128 GB સ્ટોરેજની સાથે આવી શકે છે,

Poco M3ની કિંમત 11,000 રૂપિયાની અંદર હોવાની આશા છે. કહેવામાં આવી રહ્યું છે કે 6 GB RAM વેરિયન્ટમાં પણ તેને રજૂ કરવામાં આવશે. આવો જાણીએ કે કયા ફીચર્સની સાથે આવી શકે છે ફોન.. Poco M3 સ્માર્ટફોનમાં 6.53 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવશે, જે 1,080 x 2,340 પિક્સલ્સ રેઝલ્યૂશનની સાથે આવી શકે છે.

આ પણ વાંચો, BSNLના આ પ્લાનમાં હવે દરરોજ 3GB નહીં પણ 2GB ડેટા મળશે, ફ્રી છે કોલિંગ

ફોનના ડિસ્પ્લેને Corning Gorilla Glass 3 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર, 4 GB RAM અને 128 GBનું ઇન્ટરનલ સ્ટોરેજ હોવાની આશા રાખવામાં આવી રહી છે. સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી 512 GB સુધી વધારી શકાશે. આ એન્ટ્રી લેવલ ફોન એન્ડ્રોઇડ 10 પર આધારિત MIUI 12 પર કામ કરશે. આ ફોનને ઇન્ટરનેશનલી ત્રણ કલર વેરિયન્ટ Cool Blue, Poco Yellow અને Power Blackમાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો, સસરાની સલાહ માનીને ખરીદી Lotteryની ટિકિટ, નસીબ ખુલ્યું અને થયો 2.50 કરોડ રૂપિયાનો વરસાદ

કેમેરા તરીકે Poco M3 સ્માર્ટફોનમાં રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. તેનું પ્રાઇમરી સેન્સર 48 મેગાપિક્સલ હશે અને આ ઉપરાંત 2 મેગાપિક્સલનું સેકન્ડરી સેન્સર અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવી શકે છે. સેલ્ફી માટે આ ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે. પાવર માટે Poco M3માં 6,000mAh આપવામાં આવી શકે છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગ અને યૂએસબી ટાઇપ-સી પોર્ટની સાથે આવી શકે છે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં 802.11 b/g/n/ac Wi-Fi અને Bluetooth 5.0 જેવા ઓપ્શન આપવામાં આવી શકે છે.
First published:

Tags: Battery, Phone, Poco, કેમેરા, ટેક ન્યૂઝ, ભારત, સ્માર્ટફોન