50MP કેમેરા, MediaTek પ્રોસેસર સાથે Poco M4 5G લોન્ચ, 15,000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળે છે દમદાર ફીચર્સ
50MP કેમેરા, MediaTek પ્રોસેસર સાથે Poco M4 5G લોન્ચ, 15,000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળે છે દમદાર ફીચર્સ
Poco M4 5G ભારતીય બજારમાં લોન્ચ થઈ ગયો છે.
Poco M4 5Gમાં 6.58 ઇંચની ફુલ HD + LCD ડિસ્પ્લે છે, જેનું રેઝોલ્યુશન 1080x2400 પિક્સલ અને 90Hz રિફ્રેશ રેટ છે. ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ, તો તે Android 12 પર બેસ્ડ MIUI 13 પર કામ કરે છે.
Poco M4 5G Price and Offer: સ્માર્ટફોન નિર્માતા કંપની Pocoએ આજે એટલે કે શુક્રવારે ભારતીય બજારમાં Poco M4 5G લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા, MediaTek Dimensity 700 SoC પ્રોસેસર, 6GB RAM અને સેફ્ટી માટે IP52 રેટિંગ સહિત ઘણાં જોરદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. અહીં જાણો આ સ્માર્ટફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશનથી લઈને કિંમત વિશેની ડિટેલ્સ.
Poco M4 5G કિંમત અને ઉપલબ્ધતા
કિંમત વિશે વાત કરીએ, તો Poco M4 5Gના 4GB RAM અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા છે. તો તેના 6GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. બેંક ઓફર તરીકે SBI કાર્ડ ગ્રાહક ફોનની ખરીદી પર 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ત્યારબાદ 4GB RAM અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા અને 6GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા થશે.
અવેલિબીલિટી વિશે વાત કરીએ તો આ Poco સ્માર્ટફોન 5 મેથી ઇ-કોમર્સ સાઇટ Flipkart પર બપોરે 12 વાગ્યાથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. કલર ઓપ્શનની વાત કરીએ તો આ ફોન Cool Blue, Power Black અને Yellow કલરમાં ઉપલબ્ધ છે.
Poco M4 5Gના સ્પેસિફિકેશન્સ
સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Poco M4 5Gમાં 6.58 ઇંચની ફુલ HD + LCD ડિસ્પ્લે છે, જેનું રેઝોલ્યુશન 1080x2400 પિક્સલ અને 90Hz રિફ્રેશ રેટ છે. ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ, તો તે Android 12 પર બેસ્ડ MIUI 13 પર કામ કરે છે. તેને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3થી પ્રોટેક્શન મળે છે. પ્રોસેસરની વાત કરીએ તો આ સ્માર્ટફોન ઓક્ટા કોર MediaTek Dimensity 700 SoC પર કામ કરે છે.
કેમેરાની વાત કરીએ, તો આ સ્માર્ટફોનમાં f/1.8 અપર્ચર સાથે 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને f/2.4 અપર્ચર સાથે 2 મેગાપિક્સલનો બીજો કેમેરા આપવામાં આવ્યો છે. તો ફ્રન્ટમાં f/2.45 અપર્ચર સાથે 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટીની વાત કરીએ, તો આ સ્માર્ટફોનમાં 5G કનેક્ટિવિટી, Wi-Fi, બ્લૂટૂથ 5.1 અને USB ટાઇપ-સી પોર્ટ છે. આ સ્માર્ટફોનમાં 5000mAh બેટરી આપવામાં છે, જેને 18W ફાસ્ટ ચાર્જિંગથી સપોર્ટ મળશે. ડાયમેન્શનની વાત કરીએ તો આ સ્માર્ટફોનની લંબાઈ 163.99mm, પહોળાઈ 76.09mm, જાડાઈ 8.9mm અને વજન 200 ગ્રામ છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર