Home /News /tech /

બહુ સસ્તામાં મળી રહ્યો છે 67W ફાસ્ટ ચાર્જિંગવાળો Pocoનો 5G સ્માર્ટફોન, મળશે 16MP સેલ્ફી કેમેરા

બહુ સસ્તામાં મળી રહ્યો છે 67W ફાસ્ટ ચાર્જિંગવાળો Pocoનો 5G સ્માર્ટફોન, મળશે 16MP સેલ્ફી કેમેરા

Poco X4 Pro 5G ફોનના ફ્રન્ટમાં સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો કેમેરા મળે છે.

Poco Days Sale: Poco X4 Pro 5Gમાં 6.67 ઇંચની ફુલ HD+ Super AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેની બ્રાઈટનેસ 1200 નિટ્સ છે. તેના ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120Hz છે. પોકોનો ફોન એન્ડ્રોઇડ 11 પર બેસ્ડ MIUI 13 પર કામ કરે છે.

     Poco Days Sale: ફ્લિપકાર્ટ (Flipkart) પર પોકો ડેઝ સેલ (Poco Days Sale) આજથી શરુ થઈ ગયો છે. સેલમાં ગ્રાહક પોકોના બજેટ ફોનથી લઈને 5G સુધીના ફોનને ઓછી કિંમતમાં ખરીદી શકે છે. ગ્રાહકોને આ સેલમાં આમ તો ઘણાં બધા ફોન પર ઓફર મળી રહી છે, પરંતુ વાત કરીએ 5G ફોન પર મળતી બેસ્ટ ડીલ વિશે, તો ગ્રાહકોને અહીંથી પોકો X4 Pro 5Gને સસ્તામાં ખરીદવાની તક આપવામાં આવી રહી છે.

    16,999 રૂપિયામાં મળી રહ્યો છે Poco X4 Pro 5G

    ફ્લિપકાર્ટ સેલ પેજ પરથી જાણકારી મુજબ પોકો X4 Pro 5Gને 23,999 રૂપિયાને બદલે 16,999 રૂપિયાની શરૂઆતી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આ ફોનની સૌથી ખાસ વાત તેની AMOLED ડિસ્પ્લે અને 67W સોનિક ચાર્જ છે. આવો જાણીએ તેના ફુલ સ્પેસિફિકેશન્સ.

    આ પણ વાંચો: 28 દિવસ સુધી ડેઇલી 1GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ વાળો Airtelનો સસ્તો પ્લાન, જાણો કિંમત

    Poco X4 Pro 5Gના સ્પેસિફિકેશન્સ

    Poco X4 Pro 5Gમાં 6.67 ઇંચની ફુલ HD+ Super AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેની બ્રાઈટનેસ 1200 નિટ્સ છે. તેના ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120Hz છે. પોકોનો ફોન એન્ડ્રોઇડ 11 પર બેસ્ડ MIUI 13 પર કામ કરે છે. આ ઉપરાંત, આ ફોનમાં સ્પેનડ્રેગન 695 પ્રોસેસર, 8GB સુધી LPDDR4x રેમ અને 128GB સુધીની સ્ટોરેજ આપવામાં આવી છે.

    ફોનમાં ડાયનેમિક રેમની સુવિધા મળે છે જેની મદદથી રેમને 11 જીબી સુધી વધારી શકાય છે. ગ્રાહક આ ફોનને લેઝર બ્લેક, લેઝર બ્લૂ અને પોકો યેલો કલર ઓપ્શનમાં ખરીદી શકે છે. Poco X4 Pro 5G ત્રણ વેરિયન્ટ- 6GB RAM + 64GB, 6GB + 128GB વેરિયન્ટ અને ટોપ 8GB + 128GB માં આવે છે.

    આ પણ વાંચો: App Store અને Google Play Store પર છે 15 લાખથી પણ વધુ ‘ખતરનાક એપ્સ’, રિપોર્ટમાં દાવો

    મળશે ટ્રીપલ રિયર કેમેરા

    કેમેરાની વાત કરીએ તો, પોકો X4 Pro 5Gમાં ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં f/1.9 અપર્ચર સાથે પ્રાઇમરી લેન્સ 64 મેગાપિક્સલનો છે. તો બીજો લેન્સ અલ્ટ્રા વાઇડ એન્ગલ 8 મેગાપિક્સલનો છે. ત્રીજો લેન્સ મેક્રો લેન્સ 2 મેગાપિક્સલનો છે.

    ફોનના ફ્રન્ટમાં સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો કેમેરા મળે છે. પાવર માટે આ ફોનમાં 5000mAh ની બેટરી આપવામાં આવી છે જે 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Flipkart, Gujarati tech news, Mobile and Technology, Poco

    આગામી સમાચાર