નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટ (Flipkart) પર Poco Daysનો ત્રીજો દિવસ છે. ગ્રાહક આ સેલનો ફાયદો 14 ડિસેમ્બર સુધી ઉઠાવી શકે છે. આ સેલમાં પોકો સ્માર્ટફોન્સના તમામ ફોન પર ઘણી સારી ઓફર્સ અને ડિસ્ટાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સેલમાં Poco X3, Poco M2 Pro, Poco M2, Poco C3 અને Poco X2 જેવા ફોનને સસ્તામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. અહીં અમે વાત કરી રહ્યા છીએ સૌથી સસ્તા ફોન Poco C3ની, જે પહેલાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. આવો જાણીએ કેટલો સ્સ્તો થયો ફોન અને કેવા છે તેના ફુલ ફીચર્સ...
આ સેલમાં Poco C3ને 7,499 રૂપિયાને બદલે 6,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનમાં આપને 3 GB RAM અને 32 GBનો સ્ટોરેજ મળશે. આ ઉપરાંત સ્માર્ટફોનના 4 GB RAM અને 64 GB સ્ટોરેજવાળા વેરિયન્ટને આપ 8,999ને બદલે 7,999 રૂપિયામાં ખરીદી શકો છો.
Poco C3ને ત્રણ કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યો છે જેમાં Arctic Blue, Lime Green, અને Matte Black સામેલ છે. આ ફોનની સૌથી ખાસ વાત સસ્તી કિંમતમાં 5000mAh બેટરી છે. આવો જાણીએ ફોનના ફુલ સ્પેસિફેકશન્સ વિશે...
Poco C3ના સ્પેસિફિકેશન્સ...
આ ફોનમાં 6.53 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેનો અસ્પેક્ટ રેશિયો 20:9 છે. ફોનમાં 4GB સુધીની રેમની સાથે 65GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. આ ફોનમાં મીડિયાટેક હીલિયો G35 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનની મેમરીને માઇક્રો એસડી કાર્ડની મદદથી 512GB સુધી વધારી શકાય છે.
Poco C3માં ત્રણ કેમેરા આપવામાં આવ્યા છે. તેમાં 13 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાની સાથે એક 2 મિગાપિક્સલનો મેક્રો કેમેરા અને એક 2 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે આ ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળે છે. આ ફોન MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
પાવર માટે Poco C3માં 5000 mAh બેટરી આપવામાં આવી છે. બાકી ફીચર્સની વાત કરીએ તો આ ફોન ડાર્ક મોડની સાથે આવે છે, જેના કારણે તેનો ડિસ્પલે ઘણો સુંદર લાગે છે. સાથોસાથ તે બેટરીની ખપતને પણ ઓછી કરે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર