હવે તમે પણ ઘરે બેઠા રસ્તા પર મળતા ફૂડની મજા લઇ શકશો, સરકારે Zomato, Swiggy સાથે મિલાવ્યા હાથ

હવે તમે પણ ઘરે બેઠા રસ્તા પર મળતા ફૂડની મજા લઇ શકશો, સરકારે Zomato, Swiggy સાથે મિલાવ્યા હાથ
પ્રતિકાત્મક તસવીર

રસ્તા પર ધંધો કરતા સ્ટ્રીટ ફૂડ વેન્ડરોની મદદ કરવા માટે મોદી સરકારે એક મોટું પગલું ભર્યું છે

 • Share this:
  નવી દિલ્હી : રસ્તા પર ધંધો કરતા સ્ટ્રીટ ફૂડ વેન્ડરોની મદદ કરવા માટે મોદી સરકારે એક મોટું પગલું ભર્યું છે. પ્રધાનમંત્રીએ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ એટલે કે, પીએમ સ્વનિધિ સ્કીમ (PM Svanidhi Scheme) હેઠળ શહેરી વિકાસ મંત્રાલયે ઓનલાઇન ફૂડ ઓર્ડર અને હોમ ડિલિવરી કરતી કંપની ઝોમાટો (Zomato) સાથે જોડાણ કર્યું છે. ફૂડ એગ્રેગિએટર ઝોમાટોએ ગુરુવારે યોજનામાં સાથે કામ કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા. તમને જણાવી દઈએ કે સરકારે સ્વીગી સાથે પહેલાથી કરાર કર્યા છે.

  સ્ટ્રીટ ફૂડ હોમ ડિલિવરી થશે  કેન્દ્ર સરકાર અને સ્વિગી, ઝોમાટો વચ્ચેના કરાર પછી, રસ્તા પર મળતા ફૂડનો ઓનલાઇન ઓર્ડર લીધા પછી હોમ ડિલિવરી કરી શકશે. આનાથી મંદીનો સામનો કરી રહેલા આ ક્ષેત્રને જીવનદાન મળશે. હવે, સ્ટ્રીટ ફૂડના શોખીન ઘરે બેઠા બેઠા તેનો સ્વાદ ચાખી શકશે.

  300 ફૂડ વેન્ડર્સને મળશે લાભ

  કોરોના સંકટને લીધે લાખો સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓનું કામ પણ ખૂબ જ અઘરું થઈ ગયું છે. ઝોમાટોએ જણાવ્યું હતું કે, તે છ શહેરોમાં 300 ફૂડ વિક્રેતાઓને તાલીમ આપીને આ યોજનાની શરૂઆત કરશે. આ યોજના શરૂ થતા જ ઘણા લોકોને રોજગાર પણ મળશે.

  આ પણ વાંચો - TVSએ લોન્ચ કર્યું ઈલેક્ટ્રીક સ્કૂટર iQube, એક વખત ચાર્જ કરવા ચાલશે 75 કિલોમીટર

  આ શહેરોમાં ડિલિવરી શરૂ થશે

  ભોપાલ, નાગપુર, પટના, વડોદરા, નાગપુર અને લુધિયાણાની ઓળખ તે શહેર તરીકે કરવામાં આવી છે, જ્યાં યોજનાની શરૂઆત કરવામાં આવશે. પ્રથમ તબક્કો સફળ થયા પછી, ઝોમાટો તેને 125 શહેરોમાં શરૂ કરશે અને ભારતભરમાં સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને તાલીમ આપશે.

  સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવશે

  આ કરાર હેઠળ, ઝોમાટો આ સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા વિશે પણ તાલીમ આપશે અને તેમનું પાનકાર્ડ, એફએસએસએઆઈ નોંધણી, ખાદ્ય મેનુનું ડિજિટાઇઝેશન અને ખાદ્ય ભાવો નક્કી કરવામાં પણ મદદ કરશે.

  આ પણ વાંચોબેન્કોમાં 35,000 કરોડ રૂપિયા જમા! જે લેવાવાળુ કોઈ નથી, જોઈલો તમારા પૈસા તો નથી ફસાયાને

  તમે પીએમ સ્વાનિધિ યોજનામાં વર્કિંગ કેપિટલ લોન લઈ શકો છો

  વિક્રેતાઓ પીએમ સ્વાનિધિ યોજના હેઠળ વર્કિંગ કેપિટલ લોન તરીકે 10,000 રૂપિયાની લોન લઈ શકે છે. તે 1 વર્ષમાં માસિક હપ્તામાં ચૂકવવું પડશે. જો લોન સમયસર ચુકવવામાં આવે છે, તો પછી ત્રિમાસિક ધોરણે વેન્ડરના બેંક ખાતામાં વાર્ષિક 7% સબસિડી જમા કરવામાં આવશે.

  આ લોકો લોન લઇ શકે છે

  આ છૂટક દુકાનદાર, નાઈની શોપ, મોચી, પાનની દુકાન, લોન્ડ્રી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં શાકભાજી, ફળો, ચા, પકોડા, બ્રેડ, ઇંડા, કપડાં, હસ્તકલાના ઉત્પાદનો અને કાર્ટ પરના પુસ્તકો / નકલો વેચનારા દુકાનદારોનો સમાવેશ થાય છે.
  Published by:kiran mehta
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ