કોલ ડ્રોપથી પરેશાન PM મોદીએ કરી હતી ફરિયાદ, આજથી લાગુ થયો નિયમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

જો તમે ખરાબ સિગ્નલના કારણે કોલ ડ્રોપની સમસ્યાથી પરેશાન છો તો 1 ઓક્ટોબરથી મોટી રાહત મળનારી છે.

  • Share this:
    જો તમે ખરાબ સિગ્નલના કારણે કોલ ડ્રોપની સમસ્યાથી પરેશાન છો તો 1 ઓક્ટોબરથી મોટી રાહત મળનારી છે. કોલડ્રોપ રોકવા માટે ત્રણ વર્ષમાં જ ત્રણ વખત કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે. પરંતુ સ્થિતિમાંકોઇ મોટો ફેરફાર આવ્યો ન્હોતો. હવે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) સોમવાર એટલે કે 1 ઓક્ટોબરથી નવો કાયદો લાગુ કર્યો છે. જે અંતર્ગત ખરાબ સેવા આપનારી ટેલિકોમ ઓપરેટરને દંડ ફટકારવામાં આવશે.

    અંગ્રેજી સમાચાર પત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દિલ્હી એરપોર્ટના આવાસ સુધી પહોંચવા માટે કોલ ડ્રોપનો સામનો કરવો પડે છે. જેનાથી ખુદ વડાપ્રધાનને કોલ ડ્રોપની ફરિયાદ કરવી પડી.

    એક અધિકારીના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, દિલ્હી એરપોર્ટ ઉપર કોલ કરવાના લઇને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે, દિલ્હી એરપોર્ટ ઉપર ઉતર્યા પછી કોલ કરવાનો પ્રયત્ન કરે છે તો કેવી રીતે કોલ ડ્રોપ રાષ્ટ્ર સ્તરની સમસ્યા બની ગઇ છે.

    સુત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાનની સીધી ફરિયાદ પછી દૂરસંચાર વિભાગે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ટેલિકોમ કંપનીઓની બેઠક બોલાવી હતી. ટ્રાઇએ કહ્યુંકે, હવે વાત કરતા કરતા નેટવર્ક ગાયબ થવાને જ કોલ ડ્રોપ નહીં કહેવામાં આવે પરંતુ, વાતચીત દરમિયાન અવાજ સાભળી ન શકાય, આવાજ અટકે અથવા તો નેટવર્ક નબળું થવાની સમસ્યાને પણ આમાં સામેલ કરવામાં આવશે.

    સુત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન ટેલિકોમ સેક્રેટરી અરુણા સુંદરરાજને પૂછ્યું હતું કે, કોલ ડ્રોપ માટે ટેલિકોમઓપરેટર કેટલો દંડ વસુલવામાં આવ્યો છે. સુંદરાજને જણાવ્યું કે ત્રણ કોલ ડ્રોપ ઉપર એક રુપિયો ચાર્જ કરવાની યોજના લાગુ ન થઇ. તેમણે જણાવ્યું કે, ખરાબ સર્વિસ આપવાના કારણે ટેલિકોમ ઓપરેટરો પર દંડના સંબંધમાં મંત્રલાયને કોઇ ડિટેલ જાણકારી નથી આપી. ઉલ્લેખનીય છે કે, ગત બે વર્ષમાં કોલ ડ્રોપ ઉપર જે પણ કડક કાયદા બનાવવામાં આવ્યા છે. એના અંતર્ગત હજી કોઇ કાર્યવાહી નથી થઇ.
    Published by:ankit patel
    First published: