Fact Check : વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણવા માટે સરકાર દરરોજ 10GB ઇન્ટરનેટ ડેટા ફ્રી આપી રહી છે?

News18 Gujarati
Updated: October 7, 2020, 11:11 AM IST
Fact Check : વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણવા માટે સરકાર દરરોજ 10GB ઇન્ટરનેટ ડેટા ફ્રી આપી રહી છે?
પ્રતિકાત્મક તસવીર

મેસેજમાં તે પણ કહ્યું છે કે સરકાર આવું તે માટે કરી રહી છે કારણ કે વિદ્યાર્થી શિક્ષા પૂરી કરી શકે અને ઇન્ટરનેટ દ્વારા ઓનલાઇન ક્લાસની મદદથી પરીક્ષા પણ આપી શકે.

  • Share this:
સમગ્ર દેશ હાલ કોરોનાની મહામારીની મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યો છે. સ્કૂલથી લઇને કોલેજના વિદ્યાર્થીઓ હાલ ઓનલાઇન ભણી રહ્યા છે. ત્યારે આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ઓનલાઇન ભણવા માટે દેશભરના વિદ્યાર્થીઓને રોજના 10GB પ્રતિ દિવસ મફત ઇન્ટનેટ ડેટા (10GB Internet Free Data) આપી રહી છે. જેથી કોરોના મહામારીના કારણે ઓનલાઇન પરીક્ષા તમે આપી શકો. વાયરલ મેસેજમાં લખવામાં આવ્યું છે કે કોરોના વાયરસના કારણે સ્કૂલ અને કોલેજ બંધ થઇ ગયા છે. અને આ કારણે વિદ્યાર્થીઓની શિક્ષા પ્રભાવિત થઇ છે. માટે સરકારે તમામ વિદ્યાર્થીઓને મફત ઇન્ટરનેટ (પ્રતિ દિવસ 10GB) આપી રહી છે.

મેસેજમાં તે પણ કહ્યું છે કે સરકાર આવું તે માટે કરી રહી છે કારણ કે વિદ્યાર્થી શિક્ષા પૂરી કરી શકે અને ઇન્ટરનેટ દ્વારા ઓનલાઇન ક્લાસની મદદથી પરીક્ષા પણ આપી શકે. મેસેજમાં એક લિંક પણ મોકલવામાં આવી છે. અને કહ્યું છે કે આ લિંક પર તમને ફ્રી ઇન્ટરનેટ પેક પ્રાપ્ત કરવાનું ઓનલાઇન ફોર્મ ભરી શકો છો.



આ વાયરલ મેસેજમાં છેલ્લે લખવામાં આવ્યું છે કે લોકોની સુવિધા માટે આ સંદેશને વધુમાં વધુ શેર કરો જેથી વધારે લોકો તેનો લાભ લઇ શકે. આ મેસેજ વાયરલ થતા જ પીઆઇબીની ફેક્ટ ચેક ટીમે આ મેસેજની સચ્ચાઇ જાણવાનો પ્રયાસ કરતા આ આખી વાત સાવ ખોટું જુઠ્ઠાણું હોવાનું બહાર આવ્યું છે. આ ફેક સમાચાર છે. પીઆઇબી ફેક્ટ ચેકે દાવો કર્યો છે કે આ સમાચાર સદંતર ખોટા છે અને આવો કોઇ નિર્ણય સરકારે નથી જાહેર કર્યો.

આ પહેલા પણ સોશિયલ મીડિયામાં આવી જ એક ખબર વાયરલ થઇ હતી કે સરકાર ઓનલાઇન ભણવા માટે દેશભરના વિદ્યાર્થીઓને મફતમાં સ્માર્ટફોન આપી રહી છે. જે પણ સાવ ખોટા સમાચાર હતા. આ પ્રકારના ખોટા સમાચાર અને છેતરપીંડીથી લોકોએ બચવું જોઇએ.
Published by: Chaitali Shukla
First published: October 7, 2020, 11:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading