OnePlus 10 Series: વનપ્લસ 10 પ્રોની તસવીરો લીક, જુઓ કેવો દેખાય છે આ સ્માર્ટફોન

લીક થયેલી તસવીર

OnePlus 10 Pro: આ સ્માર્ટફોનમાં જમણી બાજુ પાવર બટન (Power Button) આપવામાં આવ્યું છે. વોલ્યુમને વધારે અને ઓછું કરવા માટે ડાબી બાજુ (Left Side) વોલ્યુમ બટન આપવામાં આવ્યું છે.

  • Share this:
મુંબઈ: વનપ્લસ 10ની સિરીઝ (OnePlus 10 Series) ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. 2022ના પહેલા ક્વાર્ટરમાં આ સિરીઝનો પહેલો ફોન બજારમાં આવી જશે. ત્યારે ટિપ્સ્ટલ ઓનલીક્સ (Onleaks)એ વનપ્લસ 10 પ્રો (OnePlus 10 Pro)ના હાઈ રિઝોલ્યુશન રેન્ડર્સ લીક કર્યા છે. જો આ લીક કરેલા હાઈ રિઝોલ્યુશન રેન્ડર્સ સાચા હોય તો કહી શકાય કે, વનપ્લસ 10 પ્રો સ્માર્ટફોનમાં બેક સાઈડમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવશે. આ કેમેરા સેટઅપમાં એક LED ફ્લેશ લાઈટ પણ હશે.

સ્ક્વેર શેપમાં કેમેરા મોડ્યુલ

લીક થયેલી ઈમેજમાં જોઈ શકાય છે કે, કેમેરા મોડ્યુલ સ્ક્વેયર શેપમાં આપવામાં આવ્યું છે. આ ડિઝાઈન લગભગ સેમસંગ ગેલેક્સી M21 સિરીઝ (Samsung Galaxy S21 series) સમાન છે. રેન્ડર્સે જણાવ્યું છે કે, આ ડિવાઈસમાં એલર્ટ સ્લાઈડર (Alert slider) પણ આપવામાં આવશે. કંપનીના તમામ સ્માર્ટફોનમાં આ એલર્ટ સ્લાઈડર આપવામાં આવે છે.

આ સ્માર્ટફોનમાં જમણી બાજુ પાવર બટન (Power Button) આપવામાં આવ્યું છે. વોલ્યુમને વધારે અને ઓછું કરવા માટે ડાબી બાજુ (Left Side) વોલ્યુમ બટન આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનની બેક સાઈડમાં વનપ્લસનો લોગો જોવા મળી રહ્યો છે. OnePlus 10 Pro સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા હોઈ શકે છે.

ફિંગરપ્રિન્ટ સેન્સર ઈન ડિસપ્લે હોઈ શકે

OnePlus 10 Pro સ્માર્ટફોનનું બેક ટેક્સચર ફિનિશ સાથે જોવા મળશે. આ સ્માર્ટફોન મેટલ ચેસીજ (Metal chassis)માં આવી શકે છે. આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર બેક સાઈડમાં નથી આપવામાં આવ્યું અને સાઈડ માઉન્ટેડ પણ નથી, પરંતુ ફિંગરપ્રિન્ટ સેન્સર ઈન ડિસપ્લે (in-display) હોઈ શકે છે. આ જાણકારી શરૂઆતના ફોટા પરથી આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કારણોસર ડિઝાઈનમાં થોડોઘણો ફેરફાર હોઈ શકે છે.

 OnePlus 10 Pro images leaked

આ પણ વાંચો: Android Phoneમાં ઑફલાઇન ગેમમાં આવતી Advertisementને આવી રીતે કરો Block

સ્ક્રીન સાઈઝ 6.7 ઈંચ, 120Hz રિફ્રેશ રેટ

આ સ્માર્ટફોનની ડિસપ્લે સંબંધિત કેટલીક જાણકારી સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સ્ક્રીનની સાઈઝ 6.7 ઈંચ હોઈ શકે છે, જે 120Hz રિફ્રેશ રેટ સાથે લોન્ચ કરવામાં આવશે. વન પ્લસ 10 સીરિઝની આ પહેલી સિરીઝ હશે, જે ઓપ્પો (Oppo) અને વનપ્લસ (OnePlus) દ્વારા બનાવવામાં આવેલ યૂનિફાઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે.

આ પણ વાંચો: Redmi, રિયલમી, સેમસંગ રહી ગયા પાછળ, 5G સ્માર્ટફોન બજારમાં Vivoનો દબદબો

આ સ્માર્ટફોનની બેટરી 5000mAh હશે. વનપ્લસ હંમેશા ખૂબ જ સારું પ્રોસેસર આપ્યું છે. આ સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 800 સીરિઝનું હાઈ એન્ડ પ્રોસેસર એટ્લે કે, 898 આપવામાં આવી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published: