Paytm-Phonepe યૂઝર્સ કરાવી લે KYC, નહીં તો આવતા મહિને નહીં કરી શકે પેમેન્ટ

News18 Gujarati
Updated: August 23, 2019, 8:38 AM IST
Paytm-Phonepe યૂઝર્સ કરાવી લે KYC, નહીં તો આવતા મહિને નહીં કરી શકે પેમેન્ટ
રિઝર્વ બેન્કે નિયમો કર્યા કડક, એક અનુમાન મુજબ 35થી 40 ટકા યૂઝર્સે કેવાયસી નથી કરાવ્યું

રિઝર્વ બેન્કે નિયમો કર્યા કડક, એક અનુમાન મુજબ 35થી 40 ટકા યૂઝર્સે કેવાયસી નથી કરાવ્યું

  • Share this:
જો તમે પણ Paytm અને Phonepeનો ઉપયોગ કરો છો તો આ મહિનાના અંત સુધી KYC કરાવી લેજો નહીં તો આવતા મહિનાથી તમે પેમેન્ટ નહીં કરી શકો. મૂળે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વોલેટ કંપનીઓને 30 સમયસીમા આપી હતી જેની અંદર તેમને તમામ યૂઝર્સને KYC કરાવવી જરૂરી હતી.

ફેબ્રુઆરી 2019માં વધારવામાં આવી હતી સમયસીમા

મૂળે, આરબીઆઈએ પહેલા તેની સમયમર્યાદા ફ્રેબુઆરી 2019 રાખી હતી પરંતુ બાદમાં કંપનીઓની માંગ પર તેને 6 મહિના માટે વધારવામાં આવી. હવે KYC પૂરું કરવા માટે માત્ર થોડાક જ દિવચ બચ્યા છે. અનુમાન મુજબ, લગભગ 30થી 40 ટકા યૂઝર્સે KYC નથી કરાવ્યું.

KYC માટેના બદલાઈ ગયા છે નિયમ

પહેલા KYC કરાવવા માટે માત્ર પાન કાર્ડ કે આધાર કાર્ડથી જોડાયેલા દસ્તાવેજ અપલોડ કરવા પડતાં હતાં પરંતુ હવે માત્ર એટલાથી જ કામ પૂરું નહીં થાય પરંતુ કંપનીના એક્ઝિક્યૂટિવ આપેલા સરનામા પર જઈને સત્યતા તપાસશે.

આ પણ વાંચો, 300 રુપિયાથી પણ ઓછી કિંમતમાં મળશે 70 દિવસની વેલિડિટી અને 3GB ડેટા
Loading...

વોલેટ કંપનીઓનું કહેવું છે કે ફિઝિકલ વેરિફિકેશનના મારણે તેમનો ખર્ચ અનેકગણો વધી ગયો છે. પેટીએમ અને અન્ય વોલેટ કંપનીઓ આરબીઆઈથી વીડિયો KYC કરાવવાનો વિકલ્પ આપવા અનુરોધ પણ કરી ચૂક્યા છે, પરંતુ હજુ તેની પર કોઈ નિર્ણય લેવાયો નથી.

કરોડો લોકો કરે છે વોલેટનો ઉપયોગ

ડિજિટલ પેમેન્ટ માટે દેશમાં 10થી વધુ વોલેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સૌથી વધુ યૂઝર્સ એક માત્ર પેટીએમ પાસે છે જેની સંખ્યા 35 કરોડ છે. આ ઉપરાંત ગૂગલ-પે, ફોન-પે, મોબિક્વિક, યોનો એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ પોકેટ, એચડીએફસી પેકેજ, ભીમ એપ, અમેઝોન-પે અને ફ્રીચાર્જનો પણ કરોડો લોકો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો, શું તમારુ પર્સ અથવા ચાવી ખોવાઇ ગયા છે? તો આ ડિવાઇસ કરશે મદદ
First published: August 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...