નવી દિલ્હી. પેટીએમ (Paytm) અવારનવાર તેના ગ્રાહકોને નવી નવી કેશબેક ઓફર્સ (Cashback Offers)નો લાભ આપતું રહે છે. ત્યારે ફરીએ એકવાર પેટીએમ આવી જ એક સ્કીમ લઈને આવ્યું છે. ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસ પ્લેટફોર્મ પેટીએમએ મંગળવારે મોબાઈલ રિચાર્જ (Mobile Recharge) અને બિલ પેમેન્ટ (Bill Payment) પર કેશબેક અને અન્ય ઓફર્સની જાહેરાત કરી છે. જેમાં નવા યુઝર્સ '3 પે 300' ઓફરનો લાભ ઉઠાવી શકશે. જેમાં ગ્રાહકોને પ્રથમ ત્રણ રિચાર્જ પર 100 રૂપિયા અને જુના યુઝર્સ દરેક રિચાર્જ પર 1000 રૂપિયા સુધીના રિવોર્ડ્સ મેળવી શકશે.
આ ઓફર્સ રિલાયન્સ જિયો (Reliance Jio), વોડાફોન-આઈડિયા (Vodafone Idea), એરટેલ (Airtel), BSNL અને MTNLની પોસ્ટપેડ અને પ્રીપેડ રિચાર્જ તેમજ બિલ પેમેન્ટ પર લાગુ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, રિચાર્જ અને બિલ પેમેન્ટના રિવોર્ડ્સ ઉપરાંત યુઝર્સ કંપનીના રેફરલ પ્રોગ્રામમાં ભાગ લઈને વધારાનો કેશબેક પણ જીતી શકે છે. જ્યારે એક યુઝર તેના મિત્રો કે ફેમિલી મેમ્બરને પેટીએમ પર રિચાર્જ કરવા માટે ઇન્વાઇટ કરે છે, રેફરર અને રેફરી બંને રૂ. 100 સુધીની કેશબેક જીતી શકે છે.
ઉલ્લેખનીય છે કે, પોતાના યુઝર્સની સરળતા વધે તે માટે પેટીએમએ તાજેતરમાં મોબાઈલ રિચાર્જ અને બિલ પેમેન્ટના એક્સપિરિયન્સને સુધારવા માટે 3 ક્લિક ઇન્સ્ટન્ટ રિચાર્જ અને યુઝર ફ્રેન્ડલી ડિસ્પ્લે પ્લાન્સ જેવા ફીચર ઉમેર્યા હતા. બીજી તરફ પેટીએમ તેના ગ્રાહકોને અનુકૂળ હોય તે પેમેન્ટ મોડ પસંદ કરવા સ્વતંત્રતા આપ[એ છે. જેમાં UPI, પેટીએમ વોલેટ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તેમજ નેટ બેન્કિંગનો સમાવેશ થાય છે. એટલું જ નહિ યુઝર્સ પાસે પોસ્ટ પેડ ફિચરનો પણ વિકલ્પ રહેલો છે, જેના દ્વારા ગ્રાહકો રિચાર્જ કરીને બાદમાં પેમેન્ટ કરી શકતા હતા. પેટીએમ તેના ગ્રાહકોને તેમના પ્લાનની એક્સપાયરી વિશે પણ જણાવે છે.
પેટીએમના વાઇસ પ્રેસિડેન્ટ નરેન્દ્ર યાદવે કહ્યું કે, મોબાઈલ રિચાર્જ અને બિલ પેમેન્ટ બધા માટે મહત્વપૂર્ણ છે. અમે અમારા ગ્રાહકો માટે તેનો અનુભવ વધુ સારો બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. ગત 6 મહિનામાં યુઝર્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને 85%થી વધુ યુઝર્સ ફરીથી રજીસ્ટર્ડ થયા છે. હવે અમે નવા યુઝર્સ સુધી પહોંચવાનો અને જુના યુઝર્સના ટ્રાન્જેક્શન્સ વધે તે માટે પ્રયત્નો કરી રહ્યા છીએ.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર