Paytmથી મફતમાં ખરીદો FASTag, 15 ડિસેમ્બરથી બદલાશે ટોલ ટેક્સ નિયમ

News18 Gujarati
Updated: December 2, 2019, 10:51 AM IST
Paytmથી મફતમાં ખરીદો FASTag, 15 ડિસેમ્બરથી બદલાશે ટોલ ટેક્સ નિયમ
જાણો કે કેવી રીતે પેટીએમ ગ્રાહકોને મફતમાં ફાસ્ટેગ આપી રહ્યું છે.

જાણો કે કેવી રીતે પેટીએમ ગ્રાહકોને મફતમાં ફાસ્ટેગ આપી રહ્યું છે.

  • Share this:
નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર 1 ડિસેમ્બરથી જરુરી ફાસ્ટેગની ડેડલાઇનને વધારી દેવામાં આવી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા એટલે કે એનએચએઆઈ NHAIએ શુક્રવારે ફાસ્ટેગ માટે જરૂરી મુદત 15 ડિસેમ્બર સુધી વધારી દીધી છે. એનએચએઆઈના જણાવ્યા અનુસાર ફાસ્ટેગની ઓછી ઉપલબ્ધતાને કારણે તેની સમયમર્યાદા વધારવામાં આવી છે, તેથી જો તમે હજી સુધી તમારી કાર માટે ફાસ્ટેગ ન લીધો હોય, તો તે પેટીએમથી મફતમાં ખરીદી શકાય છે. ચાલો જાણીએ કેવી રીતે.

સૌ પહેલા ફાસ્ટેગ લેવાનું ખૂબ જ સરળ છે. પેટીએમ દ્વારા ગ્રાહકો તેમની કાર, વાન, જીપ અને કોઈપણ માટે ફાસ્ટેગ સ્ટીકરો લઈ શકે છે.

મફતમાં FASTag મેળવવા માટે આ પગલાંને અનુસરો

આ માટે તમારે પહેલા પેટીએમ એપ પર જવું પડશે. ઉપર તરફ આપેલા સર્ચ બારમાં FASTag સર્ચ કરો.

આ પણ વાંચો: જો ટોલ પ્લાઝા પર Fastag સ્કેનર ખરાબ થયું, તો કેવી રીતે કપાશે ટોલ, જાણો
FASTag, fast tag

ત્યારબાદ તમને ઘણા વિકલ્પો મળશે, જેમાંથી ગ્રાહકે ‘Buy Fastag’ પસંદ કરવાનું રહેશે.

તમારે આરસી અપલોડ કરવું પડશે, જેથી તમારા સરનામાં પર ફાસ્ટેગ આવે.
પેટીએમથી ફાસ્ટેગ ખરીદવા માટે તમારે 400 રૂપિયા ચૂકવવા પડશે, જેમાંથી 150 રૂપિયા લઘુત્તમ બેલેન્સ રાખવા માટે અને 250 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ તરીકે આપવામાં આવશે. આ પ્રમાણે ગ્રાહકે માત્ર 400 રૂપિયા ચુકવવા પડશે.

માહિતી અનુસાર, પહેલા તમારે પેટીએમથી ફાસ્ટેગ ખરીદવા માટે 500 રૂપિયા આપવાના હતા, જેમાં 250 રૂપિયા જમા કરાવવાના હતા અને ન્યૂનતમ બેલેન્સ માટે 150 રૂપિયા અને ફાસ્ટેગ માટે 100 રૂપિયા. પરંતુ હવે 100 રૂપિયાની ફાસ્ટેગ કિંમત 'ફ્રી' કરી દીધી છે.

આ ઉપરાંત જો તમે પેટીએમથી ખરીદવા માટે yes bank ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરો છો, તો 10% વધારાની છૂટ આપવામાં આવશે.
First published: December 2, 2019
વધુ વાંચો
अगली ख़बर