બાળકે Online Game રમવા માટે પિતાને 35 હજાર રૂપિયાનો ચૂનો લગાડ્યો!

News18 Gujarati
Updated: September 7, 2019, 12:02 PM IST
બાળકે Online Game રમવા માટે પિતાને 35 હજાર રૂપિયાનો ચૂનો લગાડ્યો!
પ્રતીકાત્મક તસવીર

દીકરાની આ હરકતથી અજાણ પિતાએ સાઇબર સેલમાં ફરિયાદ કરતાં તેનું કારસ્તાન સામે આવ્યું

  • Share this:
લખનઉ : ઓનલાઇન ગેમ (Online game)ની દિવાનગી એ હદે વધી ગઈ છે કે એક દીકરાએ પોતાના પિતાના ખાતામાંથી પૈસા ઉડાવી લીધા. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) રાજધાની લખનઉ (Lucknow)થી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ધોરણ-4ના વિદ્યાર્થીએ ઓનલાઇન ગેમ રમવા માટે ઠગીનો સહારો લીધો. ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ, એક વિદ્યાર્થીએ પોતાના પિતાના મોબાઇલમાં પેટીએમ એકાઉન્ટ (Paytm account) ખોલીને બેંકના ખાતામાંથી હજારો રૂપિયા ઉપાડી દીધા. પિતાની સામે જ્યારે ટ્રાન્જેક્શનનો રિપોર્ટ આવ્યો તો તેઓએ તેની ફરિયાદ સાઇબર સેલમાં કરી, ત્યારબાદ તપાસ શરૂ થઈ. દીકરાની આ હરકતથી અજાણ પિતાએ સાઇબર સેલમાં ફરિયાદ કર્યા બાદ દીકરાનું કારસ્તાન સામે આવ્યું.

સાઇબર સેલમાં તપાસમાં જાણવા મળ્યું કે, એકાઉન્ટનું ટ્રાન્જેક્શન પીડિતના મોબાઇલથી પેટીએમના માધ્યમથી કરવામાં આવ્યું છે. આ બાબત જાણીને પીડિત અને પોલીસ બંને આશ્ચર્યમાં મૂકાઈ ગયા. બાળક પર આશંકા ન હોવાના કારણે તેની કોઈ પૂછપરછ ન કરવામાં આવી. જોકે, જ્યારે પોલીસને કોઈ કડી ન મળી ત્યારે તેઓએ બાળક સાથે પૂછપરછ શરૂ કરી, ત્યારબાદ બાળકે તમામ માહિતી આપી દીધી.

પ્રતીકાત્મક તસવીર


આ પણ વાંચો, કેરળના પહેલા Gay Coupleની કહાની, હવે પછીની લડાઈ Right to Adoptની

મૂળે, ધોરણ-4માં ભણનારો આ બાળક અનેકવાર ઓનલાઇન ગેમ રમતો હતો. અનેક ઓનલાનઇ ગેમ ડાઉનલોડ કરવા માટે પૈસા ચૂકવવા પડે છે. જેમાં ઓનલાઇન પેમેન્ટ કરવા માટે કહેવામાં આવે છે. આવી જ રીતે પેમેન્ટ કરવા માટે બાળકે આ પદ્ધતિ અપનાવી. તેણે ડિસેમ્બર 2018માં પોતાના પિતાના મોબાઇલમાં ચૂપચાપ પેટીએમ એકાઉન્ટ ખોલી દીધું. ત્યારબાદ તેણે પેટીએમને પિતાના બેંક એકાઉન્ટ સાથે જોડી દીધું અને તેના દ્વારા પેટીએમ વોલેટમાં કેટલાક પૈસા ટ્રાન્સફર કરી દીધા.

આ પણ વાંચો, દિલ્હીની રસ્ટોરાંમાં આર્ટિકલ-370 થાળી! કાશ્મીરીઓને 370 રૂપિયાનું ડિસ્કાઉન્ટશરૂઆતમાં બાળકે ઓછા પૈસા ટ્રાન્સફર કર્યા, જેના કારણે પિતાને કોઈ અણસાર પણ ન આવ્યો. ત્યારબાદ બાળકે ઓનલાનઇ ગેમના પેમેન્ટ માટે આ પેટીએમ વોલેટનો ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો. ત્યરાબાદ પેટીએમ વોલેટમાં પૈસા ખતમ થતાં તે ફરી પિતાના એકાઉન્ટથી તેમાં પૈસા ટ્રાન્સફર કરી દેતો. આવી રીતે તેણે છેલ્લા એક વર્ષમાં પિતાને લગભગ 35 હજાર રૂપિયાનો ચૂનો લગાડ્યો. મામલો સામે આવ્યા બાદ બાળકને સમજાવીને પોલીસે બાળક અને પિતાને ઘરે મોકલી દીધા.

આ પણ વાંચો, 25 હજારનો દંડ થતાં યુવકે બાઇકને આગને હવાલે કરી દીધી!
First published: September 7, 2019
વધુ વાંચો
अगली ख़बर