મોબાઇલ ઉત્પાદક કંપનીઓ બાદ હવે ટૂ-વ્હીલર્સ ઉત્પાદક કંપનીઓએ પણ ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખી શાનદાર ઓફરની શરુઆત કરી છે. આમા નવી બાઇકની ખરીદી પર કેશબેક ઉપરાંત ડિસ્કાઉન્ટ અને ફ્રી ઇન્શ્યોરન્સ આપી રહી છે. તો જાણીએ કંપની કેટલા રુપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
હીરોની બાઇક પર મળી રહી છે અદભૂત ઓફર
નવી બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો સસ્તા ભાવમાં બાઇક ખરીદવાની સારી તક છે, કારણ કે દેશની જાણીતી ટુ-વ્હીલર્સ ઉત્પાદક કંપની હીરોની નવી બાઇક ખરીદવા પર તમને 5 હજાર રૂપિયા કેશબેક મળી રહ્યું છે. કેશબેકનો ફાયદો તમે ત્યારે જ ઉઠાવી શકશો જ્યારે તમે બાઇક ખરીદવા પર પૈસાની ચૂકવણી Paytmથી કરશો. ત્યા જો તમે હીરોની leasure, Maestro અને Duet સ્કૂટી ખરીદો છો તો તમને આના પર 3,000 રુપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે.
હોન્ડા આપી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ
આ દિવાળીમાં જો તમે હોન્ડાનું કોઈ બાઇક ખરીદશો અને પૈસાની ચૂકવણી પેટીએમથી કરો છો તો તમને તેના પર 5,000 રૂપિયાનું કેશબેક મળશે. એટલું જ નહીં, કંપની બાઇક ખરીદનારા ગ્રાહકોને જોય ક્લબની મેમ્બરશિપ પણ આપી રહી છે, જેમાં તમે લગભગ 2,500 વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. તે જ રીતે જો તમે દિલ્હીથી હોન્ડાની કોઈ બાઇક ખરીદી રહ્યા છો તો, તમને એક લાખ રૂપિયાનો ફ્રી એક્સીડેન્ટલ ઇન્સ્યોરન્સ પણ મળશે. કંપનીએ તાજેતરમાં જ પેટીએમ સાથે ભાગીદારી કરી છે.
બજાજની બાઇક પર મળી રહી છે 'ત્રિપલ ફાઇવ' સ્કીમ
હકીકતમાં, દેશની દિગ્ગજ બાઇક બનાવતી કંપની બજાજે પેટેએમ સાથે ભાગીદારી કરી છે, જેના હેઠળ જો તમે નવી બાઇક ખરીદો છો અને પેટીએમથી ચુકવણી કરો છે, તો તમને બજાજ તરફથી 'ત્રિપલ ફાઇવ' યોજનાનો લાભ મળશે, જેમાં તમને 5 વર્ષની વૉરંટી, 5 વર્ષનો ઇન્સ્યોરન્સ ઉપરાંત ફ્રીમાં 5 સર્વિસીઝનો લાભ મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર