ALERT! Paytm-ગૂગલ પે જેવા ઇ-વૉલેટથી થઇ રહી છે ચોરી, આ છે નવો પેંતરો

News18 Gujarati
Updated: December 3, 2019, 12:16 PM IST
ALERT! Paytm-ગૂગલ પે જેવા ઇ-વૉલેટથી થઇ રહી છે ચોરી, આ છે નવો પેંતરો
પ્રતિકાત્મક તસવીર

જો કોઇ હૈકર્સ તમારાથી ફોર્મ ભરાવે છે તો થઇ જાવ બચો!

  • Share this:
ઇન્ટનેટમાં આજકાલ તમારી જાણકારી સરળતાથી મળી જાય છે. વળી ઓનલાઇન (Online Fraud) પણ વધી રહ્યા છે. અને હવે ઓનલાઇન ફ્રોડ માટે ઇ વૉલેટનો ઉપયોગ કરવાનું કેટલાક હેકર્સ માટે સરળ બની ગયું છે. તેમની પાસે તેવા હજાર પેંતરા છે જેનાથી તે ઓનલાઇન છેતરપીંડી કરી શકે. પણ એક કોમન હથકંડા આજકાલ બહુ અજમાવવામાં આવે છે. ઉદાહરણની રીતે જો તમને કોઇ વસ્તુની જરૂર હોય તો તમે નેટ પર તે અંગે સર્ચ કરો છો. સર્ચમાં કોઇ નંબર કે કોઇ વેબસાઇટ મળે તો તમે એની પર સંપર્ક કરો છો અને બસ ત્યાં જ ઇ વૉલેટના અપરાધોને અંજામ આપવામાં આવે છે. અહીં લૂંટારા તમારી જરૂરીયાત પુછે છે.

અને એક ફોર્મ ભરવાનું કહે છે. સાથે જ ટ્રાયલ માટે ટોકન મની રૂપે 5 કે 10 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવાનું કહે છે. જેમાં જ તે પોતાની જાણકારી નીકાળી લે છે. જેવી કે ફોન નંબર, બેકિંગ ડિટેલ વગેરે વગેરે. અહીં તમે પોતાનું ટોકન ટ્રાંજેક્શન પૂરું કરો છો ત્યાં જ તમારું એકાઉન્ટ સાફ થઇ જાય છે. પણ આ તો વેલેટમાં છેતરપીંડીનો ખાલી એક પ્રયાસ છે. આ છેતરપીંડી કરનાર લોકો રોજ રોજ નવા પેંતરા નીકાળે છે.

CNBC અવાજથી વાતચીત કરતા સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન કંસલ્ટેન્ટ જણાવ્યું કે ઇવોલેટ પર હેકર્સની નજર બનેલી છે. ઇન્ટરનેટ પર આ હેકર્સ ફરજી ઓળખ સાથે હાજર હોય છે. જ્યારે પણ તમે સર્ચ કરો તો નેટ સર્ચમાં આ ચોરોનો નંબર આવે છે. જેને લોકો સારા સેલર કે સર્વિસ આપનાર માની લે છે. માટે જ જો કોઇ હૈકર્સ તમારાથી ફોર્મ ભરાવે છે કે જાણકારી માંગે છે કે પછી નાનકડું ટ્રાન્જેક્શન કરવાનું કહે છે તો સાવધાન રહો. વળી 1 રૂપિયા, 5 રૂપિયા કે 10 રૂપિયા જેવા ટ્રાંન્જેક્શન કરતા બચો. આ ટ્રાન્સજેક્શનની આડમાં તમારાથી છેતરપીંડી થાય છે. જેનાથી બચીને રહો.
First published: December 3, 2019
વધુ વાંચો
अगली ख़बर