ATM Card Cloning: આજના સમયમાં દરેક વ્યક્તિ ATM માંથી રોકડ મેળવી લે છે. ATMમાંથી રોકડ કાઢતા સમયે કરેલી એક નાની ભૂલના કારણે તમારુ એકાઉન્ટ ખાલી થઈ શકે છે. તમે સાઈબર ક્રાઈમના અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને ATM માંથી પૈસા કાઢવા પણ સુરક્ષિત નથી. સાઈબર ક્રાઈમ (Cyber crime) કરતા લોકો ખૂબ જ શાતિર હોય છે. જેથી જ્યારે પણ ATM માંથી પૈસા કાઢવામાં આવે, ત્યારે ખૂબ જ સતર્ક રહેવું જરૂરી છે. ATM માંથી પૈસા કાઢતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, તે વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
ATM ક્લોનિંગ શું છે?
જો ATMમાંથી પૈસા કાઢ્યા બાદ સાવધાનીપૂર્વક તેની તપાસ જરૂરથી કરવી જોઈએ. ATMમાં સૌથી વધુ જોખમ કાર્ડ ક્લોનિંગ થવાનું રહે છે. ATM કાર્ડ ક્લોનિંગ થઈ જવાથી સરળતાથી તમારી માહિતી મેળવી શકાય છે અને ગણતરીના સમયમાં એક જ ઝાટકે એકાઉન્ટ ખાલી થઈ જાય છે. આવો જાણીએ કાર્ડ ક્લોનિંગથી માહિતી કેવી રીતે ચોરી થાય છે.
કેવી રીતે ડેટા ચોરી થાય છે
ભારત ડિજિટલ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે અને હેકર્સ પણ ખૂબ જ શાતિર થઈ ગયા છે. આ હેકર્સ ATM મશીનમાં કાર્ડ લગાવવાના સ્લોટથી ગ્રાહકની બેન્કિંગ ડિટેઈલ્સ ચોરી કરી લે છે. કોઈને ખબર પણ ના પડે તે રીતે હેકર્સ ATM મશીનના કાર્ડ સ્લોટમાં એક એવું ડિવાઈસ લગાવે છે, જેનાથી તમારા કાર્ડની ડિટેઈલ્સ સ્કેન થઈ જાય છે. આ ડિવાઈસની મદદથી તમારી તમામ ડિટેઈલ્સ તે ડિવાઈસમાં સેવ થઈ જાય છે. ત્યારબાદ હેકર્સ બ્લુટૂથ અથવા અન્ય વાયરલેસ ડિવાઈસથી ડેટા ચોરી કરી લે છે.
કેવી રીતે સતર્ક રહેવું
હેકર્સ ભલે ગમે તેટલા શાતિર થાય હોય પરંતુ તમે સતર્ક રહો તો તમારા પૈસા પણ સુરક્ષિત રહે છે. તમારા ડેબિટ કાર્ડનું એક્સેસ લેવા માટે હેકર્સ પાસે તમારા ATM કાર્ડનો પિન નંબર હોવો જરૂરી છે. હેકર્સ પાસે તેની પણ ટ્રીક હોય છે. હેકર્સ કેમેરાથી તમારો પિન નંબર કેમેરામાં ટ્રેક કરી લે છે. જેથી જ્યારે પણ ATM મશીનમાં પિન નંબર એન્ટર કરો તે સમયે બીજા હાથથી તેને ઢાંકી દો.
રોકડ કાઢતા પહેલા ATMની તપાસ કરો
ATMમાં જઈને સૌથી પહેલા ATM મશીનના કાર્ડ સ્લોટની તપાસ કરી લો.
જો ATM કાર્ડના સ્લોટમાં કોઈ છેડછાડ કરવામાં આવી હોય અથવા સ્લોટ ઢીલો હોય તો તેનો ઉપયોગ ન કરવો.
કાર્ડ સ્લોટમાં કાર્ડ લગાવતા સમયે ‘ગ્રીન લાઈટ’ પર નજર રાખો.
જો સ્લોટમાં ગ્રીન લાઈટ ચાલુ હોય તો તમારું ATM સુરક્ષિત છે.
જો તેમાં લાલ અથવા અન્ય લાઈટ ચાલું ના હોય તો કોઈપણ સંજોગોમાં ATM નો ઉપયોગ ન કરવો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર