'બંગડી' કરશે મહિલાઓની સુરક્ષા, અડતા જ પોલીસને પહોંચી જશે સૂચના

News18 Gujarati
Updated: December 7, 2019, 10:47 PM IST
'બંગડી' કરશે મહિલાઓની સુરક્ષા, અડતા જ પોલીસને પહોંચી જશે સૂચના
બંગડી કરશે મહિલાઓની સુરક્ષા

આ યુવાન એવી ડિવાઈસ બનાવી રહ્યો છે જે મહિલાઓની સુરક્ષા માટે ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે

  • Share this:
દેશના અનેક ભાગમાં બાળકીઓ, યુવતીઓ અને મહિલાઓની આબરૂ સાથે છેડછાડથી તેમની સુરક્ષાને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. દીકરીઓની સુરક્ષા પણ હવે ડિબેટનો મુદ્દો બની ગઈ છે. દરેક તરફ સુરક્ષા તંત્ર વિકસિત કરવાને લઈ સલાહ આવી રહી છે. આને જોતા પટનાના એક યુવકે દીકરીઓની સુરક્ષા માટે એક ડિવાઈસ તૈયાર કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી બંગડીઓ અને બ્રેસલેટ દીકરીઓ અને મહિલાઓ માટે શ્રુંગારનું સાધન હતું, પરંતુ પટનાના શાઝિબ ખાન નામના યુવાને શ્રુંગારના આ સાધનને દીકરીઓ માટે સુરક્ષા કવચ બનાવી દીધુ છે. સાઝિબે બ્રેસલેટ જેવા દેખાતા આ ડિવાઈસનું નામ 'શોકલેટ' રાખ્યું છે. પોતાના નામની જેમ શોકલેટ ડિવાઈસ અપરાધીઓને શોક આપશે, જેમની દીકરીઓ પર ખરાબ નજર હોય છે.

શાઝિબ કહે છે કે, બે વર્ષ પહેલા તેણે પહેલી વખત આવી ડિવાઈસ વિશે વિચાર્યું હતું. જોકે, તે સફળ થઈ શક્યો ન હતો. પરંતુ, હવે આ પ્રોજેક્ટ ફાઈનલ સ્ટેજમાં છે. શાઝિબ માને છે કે, આ શોકલેટ ડિવાઈસમાં જે ખાસીયતો છે તે દીકરીઓની સુરક્ષા માટે ખુબ મહત્વની છે.શું છે ડિવાઈસ
આ ડિવાઈસની ખાસીયત એ છે કે, જ્યારે પણ ખતરો હશે ત્યારે આ ડિવાઈસ માત્ર ખતરાની ઘંટડી જ નહી વગાડે પરંતુ ખોટી નજરથી અડતા અપરાધીને શોક પણ આપશે. સાથે ઈમરજન્સી નંબરની સાથે નજીકના પોલીસ સ્ટેશનને સંદેશ પણ મોકલાવી દેશે.

તમને જણાવી દઈએ કે, શાઝિબ આ પહેલા પોતાના અન્ય પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો. પરંતુ દેશમાં દીકરીઓ વિરુદ્ધ વધતી દુષ્કર્મની ઘટનાઓ સાથે-સાથે પોતાની ખુદની બહેનની સુરક્ષા વિશે વિચારી તેણે આ ડિવાઈસ તૈયાર કરી છે. આ ડિવાઈસને 2020માં લોન્ચ કરવાનો પ્લાન છે.ઉલ્લેખનીય છે કે, શાઝિબે આ પહેલા પણ ઘણી ડિવાઈસ બનાવી છે. જેમ કે ડ્રોન અને પ્લેન જેના દ્વારા તે ઘણા એક્સપેરિેન્ટ કરે છે. ડ્રોન દ્વારા શાઝિબે બિહારમાં પૂર સમયે પણ લોકોની મદદ કરી હતી. શાઝિબ માને છે કે, આ ડિવાઈસ તેવા લોકો માટે ખાસ છે કેમ કે, તે છોકરીઓની સુરક્ષા સાથે જોડાયેલી છે.
First published: December 7, 2019, 10:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading