થોડા દિવસો પહેલા, સમાચાર આવી રહ્યાં હતા કે ગૂગલ પર ઇડિયટ સર્ચ કરવા પર ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો આવી રહ્યો છે. ત્યારબાદ અમેરિકી સંસદમાં કંપનીના સીઇઓ સુંદર પિચાઇએ પુછપરછ કરી હતી. હવે એવો મામલો સામે આવ્યો છે કે ગૂગલ પર ભિખારી સર્ચ કરવાથી પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનનો ફોટો આવી રહ્યો છે.
તેને લઇને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વિધાનસભામાં એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. જેમા ગૂગલના સીઇઓને સમન મોકલવા અને પૂછપરછ કરવાની વાત કહી છે. આ સર્ચ એન્જિન પર ભિખારી શબ્દ સર્ચ કરવાથી ઇમરાન ખાનની તસવીર સામે કેવી રીતે આવે છે? પાકિસ્તાની એક પત્રકારે ઇમરાન ખાન અને આ ઠરાવનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
ગૂગલના સીઈઓ સુંદર પીચાઇ એમેરિકી સંસદમાં રજૂ થયા હતા જેમા તેને આ સવાલ પૂછ્યો હતો કે ગૂગલ પર ઇડિયટ શબ્દ સર્ચ કરવાથી એમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર સામે કેવી રીતે આવે છે?
Resolution submitted in Punjab assembly to summon Google CEO and ask him to explain why search for 'bhikari' shows PM Imran Khan's photo. pic.twitter.com/PTlBP49G3l
આનો જવાબ આપતા, ગૂગલના સીઈઓ સુંદર પિચાઇએ જણાવ્યું હતું કે ગૂગલનું સર્ચ એન્જિન એલ્ગોરિધમ્સ અને પરિણામો આપવા માટે ઘણા પરિબળો પર કામ કરે છે. આ પછી, સમાન વિષયો, લોકપ્રિયતા વગેરેનું વિશ્લેષણથી શ્રેષ્ઠ પરિણામ બતાવે છે.
પાકિસ્તાન આ સમયે આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે જેના કારણે પાકિસ્તાન અર્થતંત્રને ચલાવવા માટે યોગ્ય રીતે ઉધાર લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભૂતકાળમાં, ઇમરાન ખાને આ માટે અનેક દેશોની મુલાકાત લીધી હતી, જેના કારણે તેમને સોશિયલ મીડિયા પર મીમ્સ બનાવવામાં આવ્યા છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર