શું ખરેખર સ્માર્ટફોનના ઉપયોગથી માથે શીંગડા ઊગી રહ્યા છે? દાવો કેટલો સાચો

સોશિયલ મીડિયા જેને શીંગડું કહી રહ્યું છે તેને અભ્યાસમાં 'સ્પાઇક' કહેવામાં આવ્યું છે. અભ્યાસમાં બોની લમ્પ એટલે કે હાંડકાની ગાંઠ અથવા ઉભાર શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે.

News18 Gujarati
Updated: July 4, 2019, 2:38 PM IST
શું ખરેખર સ્માર્ટફોનના ઉપયોગથી માથે શીંગડા ઊગી રહ્યા છે? દાવો કેટલો સાચો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 4, 2019, 2:38 PM IST
ન્યૂઝ18 ગુજરાતી :  સોશિયલ મીડિયામાં એક અભ્યાસ આધારિત સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મોબાઇલના વધારે પડતા ઉપયોગથી માથા પર શીંગડા બહાર નીકળી રહ્યા છે. તો જાણીએ ખરેખરે શું છે. શું માણના માથા પર શીંગડા ઉગે એવું ખરેખર શક્ય છે?

આ સંશોધન પર ડોક્ટરોનું શું કહેવું છે?

આ વાયરલ સંદેશની ખરાઈ માટે અમે દિલ્હી, મુંબઈમાં મેક્સ હોસ્પિટલ અને બોમ્બે હોસ્પિટલમાં ન્યૂરોલોજિસ્ટ, ઓર્થોપેડિક ડોક્ટર અને ફિઝિશિયન સાથે વાત કરી. તેમણે સ્વીકાર્યું કે મોબાઇલ ફોનના વધારે પડતા ઉપયોગથી શરીરને નુકસાન પહોંચી શકે છે, પરંતુ તેનાથી શીંગડા ઉગે તે વાત થોડી વધારે પડતી છે.

મેક્સ હોસ્પિટલના ન્યૂરોલોજી વિભાગના ડાયરેક્ટર પુનીત અગ્રવાલે કહ્યુ કે, જ્યારે આપણે માથાને આગળ તરફ ઝૂકાવીને વધારે સમય સુધી રાખીએ છીએ ત્યારે ખોપડીના પાછળના ભાગમાં દબાણ આવે છે. જેનાથી માંસપેશીઓ પર દબાણ ઓછું કરવા માટે ખોપડીનાં નીચેના હાડકાં વધવા લાગે છે.

બોમ્બે હોસ્પિટલના ઓર્થિપેડિક ડો. ગૌતમ ભણસાલીના જણાવ્યા પ્રમાણે, આ કેસ બોન આઉટગ્રોથનો છે. ફક્ત મોબાઇલ જ નહીં વધારે સમય માટે લેપટોપ કે વધારે સમય સુધી નીચે જોઈને ચોપડી વાંચવાથી પણ આવું થઈ શકે છે.


Loading...

ફક્ત મોબાઇલ જ નહીં આ કારણ પણ જવાબદાર...

આપણા માથાનું વજન આશરે સાડા ચાર કિલો હોય છે. મોબાઇલ, ટેબલેટ, લેપટોપ કે પછી વાંચવા માટે આપણે ડોક નીચે રાખીએ છીએ. જેના કારણે માથાના ચાર કિલોનું વજન કરોડરજ્જુના હાડકાં પર પડે છે, જેનાથી ડોક અને માથાની માંસપેશીઓ પર દબાણ આવે છે. જેના કારણે ડોકની ઉપર અને ખોપડીની નીચેનું હાડકું દબાણને કારણે વધવા લાગે છે. આને મોબાઇલના વધારે ઉપયોગ સાથે જોડી દેવું યોગ્ય નથી. ખોટી રીતે ચોપડી વાંચવાથી પણ આવું થઈ શકે છે. આ કેસ ડોક સીધી રાખવા અને નહીં રાખવા સાથે જોડાયેલો છે.

અભ્યાસમાં 'શીંગ' શબ્દનો ઉલ્લેખ નથી

સોશિયલ મીડિયા જેને શીંગડું કહી રહ્યું છે તેને અભ્યાસમાં 'સ્પાઇક' કહેવામાં આવ્યું છે. અભ્યાસમાં બોની લમ્પ એટલે કે હાંડકાની ગાંઠ અથવા ઉભાર શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. સંશોધનમાં ક્યાંક પણ શીંગડા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

image credit: Scientific Report


સંશોધન શું કહે છે?

આ સંશોધન ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ સ્થિત સનસાઈન કોસ્ટ યુનિવર્સિટીમાં થયું છે. જેમાં 18-30 વર્ષ સુધીની ઉંમરના 218 લોકોનો એક્સ-રે લેવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું હતું કે 41 ટકા લોકોની ડોકની બાજુમાં 10-30 મિલીમીટર લાંબુ હાડકું છે. અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હાડકાંના વધવાનું કારણ વારસાગત નહીં પરંતુ ઉઠવા-બસવાની ખોટી રીત છે.
First published: July 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...