Home /News /tech /4 લાખથી વધુ લોકોએ ખરીદી Tataની આ સેફેસ્ટ હેચબેક! કિંમત 5.50 લાખથી પણ ઓછી અને આપે છે 26Kmની માઇલેજ
4 લાખથી વધુ લોકોએ ખરીદી Tataની આ સેફેસ્ટ હેચબેક! કિંમત 5.50 લાખથી પણ ઓછી અને આપે છે 26Kmની માઇલેજ
આકર્ષક લુક અને દમદાર એન્જિન ક્ષમતાથી સજ્જ આ કાર પોતાના સેગમેન્ટમાં સૌથી સુરક્ષિત કાર છે.
Tata Tiago ભારતની સૌથી સુરક્ષિત હેચબેક કાર છે, ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં આ કારને 4 સ્ટાર રેટિંગ મળી છે. આ કારના CNG વેરિઅન્ટને હાલમાં જ બજારમાં ઉતારવામાં આવ્યું છે, જેથી તેની ડિમાન્ડમાં ઉછાળો જોવા મળ્યો છે.
Tata Tiago: ઇન્ડિયન માર્કેટમાં હેચબેક કારોની ખૂબ ડિમાન્ડ રહે છે. ઓછી કિંમત, સારી માઇલેજ અને લો મેન્ટેનન્સને લીધે નાની કાર બહુ પોપ્યુલર છે. ટાટા મોટર્સે હાલમાં જ ઘરેલુ બજારમાં તેની જાણીતી હેચબેક કાર Tata Tiago હેચબેકને સીએનજી વેરિઅન્ટમાં રજૂ કરી છે. આ કારના સીએનજી અવતારમાં આવતા જ તેની માંગમાં પણ વધારો જોવા મળ્યો છે. આ કારની લોકપ્રિયતાનો અંદાજો એ પરથી લગાવી શકાય છે કે, અત્યારસુધી આ કારના 4 લાખથી પણ વધુ યુનિટ્સનું વેચાણ થયું છે.
દેશભરમાં આ કારને 4 લાખથી પણ વધુ લોકોએ ખરીદી છે. આકર્ષક લુક અને દમદાર એન્જિન ક્ષમતાથી સજ્જ આ કાર પોતાના સેગમેન્ટમાં સૌથી સુરક્ષિત કાર છે. ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં આ કારને 4 સ્ટાર રેટિંગ મળી છે. આ કાર રેગ્યુલર મોડલ ઉપરાંત પરફોર્મન્સ કાર તરીકે NRG અને iCNG વેરિઅન્ટમાં વેચાણ માટે અવેલેબલ છે. ગયા એપ્રિલ મહિનામાં કંપનીએ આ કારના કુલ 5,062 યુનિટ્સનું વેચાણ કર્યું છે.
તાજેતરમાં જ કંપનીએ તેના NRG વેરિઅન્ટને બજારમાં લોન્ચ કરી છે, જે સ્પોર્ટી લુક સાથે રજૂ કરવામાં આવી છે. કુલ 10 ટ્રિમમાં આવતી આ કાર માત્ર પેટ્રોલ એન્જિન સાથે જ બજારમાં ઉપલબ્ધ છે. કંપનીએ આ કારમાં 1.2 લીટરની ક્ષમતાના પેટ્રોલનો ઉપયોગ કર્યો છે, જે 86PSની પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. ડિઝાઈનની વાત કરીએ તો આ કારમાં નવી ફ્રન્ટ ગ્રિલ સાથે નવા ફ્રન્ટ બમ્પર, નવા એર ડેમ, સર્ક્યુલર ફોગ લાઇટ, બ્લેક આઉટ સાઈડ રિયર વ્યૂ મિરર (ORVM’s) અને 15 ઇંચના- ડ્યુલ-ટોન અલોય વ્હીલ આપવામાં આવ્યા છે.
ફીચર્સ તરીકે આ કારમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જેને એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટોથી કનેક્ટ કરી શકાય છે. આ ઉપરાંત તેમાં Harman કંપનીના 8 સ્પીકર, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, કૂલ્ડ ગ્લવ બોક્સ, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ, રિયર પાર્કિંગ સેન્સર, ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યુશન (EBD) સાથે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), બ્રેક એસિસ્ટ અને કોર્નર સ્ટેબિલિટી કન્ટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
ટાટા ટિયાગો કુલ 4 કલર ઓપ્શનમાં અવેલેબલ છે, જેમાં ફ્લેમ રેડ, પિયરલેસેન્ટ વ્હાઇટ, એરિઝોના બ્લૂ અને ડેટોના ગ્રે સામેલ છે. તેની કિંમત 5.38 લાખ રૂપિયાથી લઈને 7.80 લાખ રૂપિયા વચ્ચે છે. સામાન્ય રીતે આ હેચબેક કાર 23 કિલોમીટર પ્રતિલીટર સુધીની માઇલેજ આપે છે, તો તેનું સીએનજી વેરિઅન્ટ 26કિમી સુધીની માઇલેજ આપવામાં સક્ષમ છે. કારની માઇલેજ ડ્રાઇવિંગ સ્ટાઇલ અને રોડ કન્ડિશન પર નિર્ભર કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર